બાંગ્લાદેશમાં ક્રિસમસ પૂર્વે પેટ્રોલ બોમ્બ હુમલો, એક નિર્દોષ નાગરિકનું થયું મૃત્યુ

બાંગ્લાદેશમાં મોઘબાજાર વિસ્તારમાં બુધવારે સાંજે શરારતી તત્વોએ પેટ્રોલ બોમ્બ ફેંકી ભયાનક હુમલો કર્યો, જેમાં એક નિર્દોષ નાગરિક સૈફુલ સિયામનું મોત થયું. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભય અને અફરાતફરી પેદા કરી દીધી.

પોલીસના જણાવ્યા અનુસાર, હુમલો વાયરલેસ ગેટ નજીક ફ્રીડમ ફાઈટર્સ કાઉન્સિલના કાર્યાલય સામે થયો હતો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે બોમ્બ ફ્લાયઓવર પરથી ફેંકવામાં આવ્યું, જે સીધું સૈફુલના માથા પર પડ્યું. તેનું ઘટના સ્થળે જ મોત થયું.

સુરક્ષા અને તપાસ
ઢાકા મેટ્રોપોલિટન પોલીસના ડેપ્યુટી કમિશ્નર મસૂદ આલમે જણાવ્યું કે, હાલ હમલાખોરોની ઓળખ માટે આસપાસના CCTV ફૂટેજ અને પુરાવા તપાસી રહ્યા છે. મૃતક સૈફુલ મોઘબાજારમાં એક ઓટોમોબાઈલ એક્સેસરીઝની દુકાનમાં કામ કરતો હતો અને કોઈ સાથે શત્રુતા ન હતી. ક્રિસમસના તહેવાર પૂર્વે આ હુમલો આસપાસના બે મોટા ચર્ચોના નજીક થયો હોવાથી, પોલીસ અને સુરક્ષા દળો એલર્ટ પર છે. તહેવાર દરમિયાન કોઈ મોટી હિંસક ઘટના નહીં થાય તે માટે વધારાના સુરક્ષા પગલાં લેવામાં આવ્યા છે.

રાજકીય પ્રતિક્રિયા
જમાત-એ-ઇસ્લામીના અમીર શફીકુર રહમાને ઘટનાની કડક નિંદા કરી અને કહ્યું કે, “કેટલાક શરારતી તત્વો જાણબૂઝીને દેશમાં અસ્થિરતા ફેલાવવા માટે આવા હુમલાઓ કરી રહ્યા છે.” ઉલ્લેખનીય છે કે આ ઘટના ત્યારે થઈ છે જ્યારે પૂર્વ પ્રધાનમંત્રી ખાલિદા જિયાના પુત્ર તારિક રહમાન લંડનથી બાંગ્લાદેશ પરત ફરવાના છે. આ હુમલો રાજકીય અને સુરક્ષા સ્થિતિને વધુ સંવેદનશીલ બનાવે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ભારતમાં એપ્રિલ-મે 2027થી પોલિમર નોટોનું પરિભ્રમણ શરૂ થઈ શકે, RBI ગવર્નરે આપ્યો સંકેત

ભારતીય ચલણ વ્યવસ્થામાં આગામી વર્ષે એક મોટો ફેરફાર જોવા મળી શકે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દેશમાં પોલિમર એટલે કે પ્લાસ્ટિક બેંકનોટ્સ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ મોનેટરી પોલિસી કમિટીની (MPC) ત્રણ દિવસીય બેઠક પૂર્ણ થયા બાદ જણાવ્યું કે જો તમામ તૈયારીઓ યોજના મુજબ પૂર્ણ થશે તો એપ્રિલ-મે 2027થી પ્લાસ્ટિક નોટોનું પરિભ્રમણ શરૂ થઈ શકે છે. શરૂઆતમાં ઓછી કિંમતની નોટોને પોલિમર સ્વરૂપમાં બજારમાં ઉતારવામાં આવશે અને ત્યારબાદ તેના પરિણામોના આધારે આગળનો નિર્ણય લેવામાં આવશે. ભારતમાં ગવર્નરે જણાવ્યું કે ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ₹10, ₹20 અને ₹50 જેવી નાની મૂલ્યની નોટો ખૂબ ઝડપથી ગંદી થઈ જાય છે અથવા ફાટી જાય છે. આ નોટોને વારંવાર બદલવી પડતી હોવાથી દર વર્ષે મોટી…

કાનપુર-લખનૌ એક્સપ્રેસવેની ખરાબ હાલત બાદ NHAIનો મોટો નિર્ણય, ટોલ વસૂલાત બંધ

ઉત્તર પ્રદેશના કાનપુર-લખનૌ એક્સપ્રેસવેની ખરાબ હાલત સામે આવ્યા બાદ ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI)એ કડક કાર્યવાહી શરૂ કરી છે. એક્સપ્રેસવેના કેટલાક ભાગોમાં રસ્તાની ગુણવત્તા અંગે ઉઠેલા પ્રશ્નોને ગંભીરતાથી લઈ NHAIએ માર્ગનું સંપૂર્ણ સમારકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલ વસૂલાત બંધ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ દરમિયાન એક્સપ્રેસવે પરથી પસાર થતા વાહનચાલકો પાસેથી કોઈપણ પ્રકારનો ટોલ લેવામાં આવશે નહીં. NHAIના આ નિર્ણયને માર્ગ નિર્માણમાં ગુણવત્તા જાળવવા માટેનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. સત્તાવાળાઓએ સ્પષ્ટ કર્યું છે કે ટોલ બંધ રહેવાના કારણે થનારા આવકના નુકસાનની ભરપાઈ સરકાર નહીં કરે, પરંતુ સંબંધિત માર્ગ નિર્માણ કંપની પાસેથી વસૂલવામાં આવશે. એક્સપ્રેસવે રસ્તાની ખરાબ સ્થિતિને લઈને ઉઠ્યા સવાલ તાજેતરમાં કાનપુર-લખનૌ એક્સપ્રેસવેના કેટલાક ભાગોમાં રસ્તાની સપાટી ખરાબ થઈ જવાની ફરિયાદો…