પ્લાન્ટ હેડથી ફિલ્ડ સુપરવાઈઝર સુધી – અમદાવાદની મોટી નોકરીઓ

અમદાવાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની ઉત્તમ ડેરીમાં વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતીમાં પ્લાન્ટ હેડથી લઈને ફિલ્ડ સુપરવાઈઝર સુધીની પોસ્ટ્સ માટે અરજી કરવા મળી રહી છે.

ભરતી માટેની વિગતો
– જાહેરાત તારીખ: 23-12-2025
– ફોર્મ ભરવાની અંતિમ તારીખ: જાહેરાતની તારીખથી 10 દિવસની અંદર
– ફોર્મ ભરવાનો પ્રકાર: ઓફલાઈન
– જગ્યાઓની સંખ્યા: જાહેર કરવામાં આવી નથી

શૈક્ષણિક લાયકાત
– વિભિન્ન પોસ્ટ્સ માટે અલગ-અલગ લાયકાત અને અનુભવ જરૂરી.
– ઉમેદવારોએ બાયોડેટા અને લેટેસ્ટ પાસપોર્ટ સાઈઝ ફોટો સાથે ફોર્મ મોકલવું પડશે.

પગાર ધોરણ
– પસંદ પામેલા ઉમેદવારને ડેરીના નિયમ મુજબ પગાર આપવામાં આવશે.

વય મર્યાદા
પોસ્ટ પ્રમાણે વય મર્યાદા:
– પ્લાન્ટ હેડ: મહત્તમ 50 વર્ષ
– પ્રોડક્શન મેનેજર: મહત્તમ 40 વર્ષ
– મેનેજર (HR/ક્વોલિટી કંટ્રોલ/માર્કેટિંગ): મહત્તમ 40 વર્ષ
– ચિલિંગ સેન્ટર ઈનચાર્જ: મહત્તમ 35 વર્ષ
– લિગલ ઓફિસર: મહત્તમ 35 વર્ષ
ટેક્નિકલ ઓફિસર (D.T.), I.T. એન્જીનિયર, ટ્રાન્સપોર્ટ ઓફિસર-ઈન ચાર્જ, સ્ટોર ઈનચાર્જ, એન્જિનિયર્સ: મહત્તમ 30 વર્ષ
જુનિયર સુપ્રીટેન્ડન્ટ/જ્યુનિયર આસિસ્ટન્ટ/ફિલ્ડ સુપરવાઈઝર: 30-35 વર્ષ

અરજી કયા સરનામે મોકલવી?
– મેનેજિંગ ડિરેક્ટર,
અમદાવાદ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ લી.,
ઉત્તમ ડેરી,
મુ.નવાપુરા, તા: સાણંદ, જી: અમદાવાદ,
એન.એમ. પડાલીયા ફાર્મસી કોલેજ પાસે,
રામપીરના મંદિર સામે,
અમદાવાદ – 382210

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

અમેરિકા અને કેનેડામાં ગુંજશે ગુજરાત: VGGS 2027 માટે CM ભૂપેન્દ્ર પટેલનો પ્રથમ વૈશ્વિક રોડ શૉ….

B india ગાંધીનગર : જાન્યુઆરી 2027માં યોજાનારી 11મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લૉબલ સમિટ એટલે કે VGGS 2027ને સફળ બનાવવા માટે ગુજરાત સરકારે વૈશ્વિક સ્તરે રોકાણ અને ટેકનોલોજી ભાગીદારી માટે પ્રયાસોને વધુ ગતિ આપી છે. આ દિશામાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં VGGS 2027 પૂર્વે પ્રથમ આંતરરાષ્ટ્રીય રોડ શૉ અમેરિકા અને કેનેડામાં યોજાઈ રહ્યો છે. આ હાઇ-લેવલ ડેલિગેશન વૉશિંગ્ટન ડી.સી., ન્યૂયૉર્ક, સાન ફ્રાન્સિસ્કો અને ટોરોન્ટોની મુલાકાત લઈને વૈશ્વિક રોકાણકારો, ઉદ્યોગ જગતના અગ્રણીઓ, ટેકનોલોજી ક્ષેત્રના પાયોનિયર્સ અને ભારતીય તથા ગુજરાતી ડાયસ્પૉરા સાથે સંવાદ કરી રહ્યું છે. આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતને વૈશ્વિક રોકાણ, આધુનિક ટેકનોલોજી, ઇનોવેશન અને વ્યૂહાત્મક ભાગીદારી માટે એક મજબૂત અને વિશ્વસનીય કેન્દ્ર તરીકે રજૂ કરવાનો છે. VGGS 2027 માટે ગુજરાતનો ગ્લૉબલ આઉટરીચ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લૉબલ સમિટે…

Surat રેગિંગ પ્રકરણ: આરોગ્ય મંત્રીના આદેશથી ડૉ. સુમૈયા મુલ્લા 90 દિવસ માટે સસ્પેન્ડ

B india સુરત : સરકારી મેડિકલ કોલેજ, Suratમાં રેગિંગની ગંભીર અને દુઃખદ ઘટનાને લઈને રાજ્ય સરકારે કડક વલણ અપનાવ્યું છે. માઇક્રોબાયોલોજી વિભાગના પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડૉક્ટર સ્વ. ડૉ. હર્ષ પંડ્યાના આત્મહત્યાના કેસમાં રેગિંગની ઘટના રોકવામાં અને ફરજ બજાવવામાં ગંભીર નિષ્કાળજી દાખવવાના મુદ્દે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની કડક સૂચનાના આધારે માઇક્રોબાયોલોજી વિભાગના વર્ગ-1ના પ્રાધ્યાપક ડૉ. સુમૈયા મુલ્લાને તાત્કાલિક અસરથી 90 દિવસ માટે ફરજમોકૂફ એટલે કે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લીધી છે અને સ્પષ્ટ કર્યું છે કે રાજ્યની કોઈપણ શૈક્ષણિક કે તબીબી સંસ્થામાં રેગિંગ, માનસિક ઉત્પીડન અથવા વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે બેદરકારી સહન કરવામાં આવશે નહીં. સ્વ. ડૉ. હર્ષ…