હજારો વિદેશી પક્ષીઓ બન્યા ગીર સોમનાથ ના મહેમાન , તમે જોયા કે નહીં ?
–> દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ શિયાળો ગાળવા માટે ગીર સોમનાથ જિલ્લાના દરિયા કાંઠે આવી પહોંચ્યા છે:- ખાસ કરીને ત્રિવેણી સંગમ, સોડવ અને બરડા બંધારો પક્ષીઓના કલબલાટથી ગુંજી ઉઠ્યો છે. હજારોની સંખ્યામાં સોડવ બંધારા પર વિદેશી પક્ષીઓ આવી પહોંચ્યા છે. અંદાજે 40 પ્રજાતિના પક્ષીઓ આવી પહોંચતા ગીર સોમનાથના પક્ષી પ્રેમીઓ રોમાંચિત થઈ ઉઠ્યા છે. સાઈબેરિયા અને મધ્ય યુરોપનાં મોંગોલિયા સહિતનાં દેશો માંથી પક્ષીઓ અહીં ચાર માસ સુધી વેકેશન ગાળવા આવે છે. 65 પ્રજાતિના પક્ષીઓનું આગમન થયું દર વર્ષે વિદેશથી આવતા યાયાવર પક્ષીઓ અંદાજે 65 પ્રજાતિ અહીં વેકેશન ગાળવા માટે આવે છે. ગીર વિસ્તારમાં સારો વરસાદ પડવાને લઇ વેટલેન્ડોમાં પાણી હોવાના લઈ પક્ષીઓ જોવા મળી રહ્યા છે. મોટાભાગના પક્ષીઓ છીછરા…
બજેટ 2025 લાઈવ: નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ ટેબ્લેટ પ્રદર્શિત કર્યુ
–>નાણામંત્રી નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા અને તેમણે બજેટ રજૂ કરવાની મંજૂરી આપી હતી:– સફેદ સાડી પહેરીને, નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સવારે મંત્રાલયની બહાર ‘બહી ખાતા’ સ્લીવમાં ટેબ્લેટ સાથે પોઝ આપ્યો હતો, તેમના સતત આઠમા બજેટ ભાષણ પહેલા. ત્યારબાદ તેઓ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા અને તેમણે બજેટ રજૂ કરવાની મંજૂરી આપી હતી. બજેટના દિવસે સંસદમાં બ્રીફકેસ લઈને જતા દાયકાઓ સુધી નાણામંત્રીઓ પછી, શ્રીમતી સીતારમણે 2019 માં વસાહતી વારસાથી અલગ થવા અને ભારતીય સ્પર્શ ઉમેરવા માટે ‘બહી ખાતા’ રજૂ કર્યો હતો. બે વર્ષ પછી, 2021 માં, તેમણે ‘બહી ખાતા’ સ્લીવમાં લપેટી ટેબ્લેટ લઈને પેપરલેસ બજેટ તરફ આગળ વધ્યા. –>બજેટના દિવસે બ્રીફકેસ લઈ જવાનું પ્રતીકવાદ ‘બજેટ’ શબ્દની ઉત્પત્તિમાં…
ડીસા ભણસાલી હોસ્પિટલ ખાતે સિન્ધી સમાજ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું
–>26 મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું:– ડીસા ભણસાલી હોસ્પિટલ ખાતે સિન્ધી સમાજ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમા મોટી સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરી 60થી વધું બ્લડ બોટલ જમા કરાવી હતી. સિંધી સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી નરેશભાઈ લોગમલ થરિયાણી ઉપપ્રમુખ રૂપચંદ ભાઈ કકનાની ઉપપ્રમુખ વિનોદ ભાઈ ફૂલવાની મંત્રી જગદીશ ભાઈ ફુલવાની બ્લડ કેમ્પના આયોજક સિંધી સમાજના વિજયકુમાર દોલતરામ હેમનાણી ભરત ભાઈ આસનની હરેશભાઈ કેલવાની ડોકટર વિજયભાઈ ખત્રી ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ: કોલ્ડપ્લેને લઈને રિક્ષા ચાલકોએ લીધો મોટો નિર્ણય, 1 લાખ રિક્ષાઓ સ્ટેન્ડબાય પર
સંગીત પ્રેમીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે કોલ્ડપ્લે કોન્સર્ટ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાવા જઈ રહ્યો છે. ૨૫ અને ૨૬ જાન્યુઆરીએ અમદાવાદમાં યોજાનાર કોન્સર્ટમાં દેશભરના ચાહકોને કોઈ અસુવિધા ન થાય તે માટે રિક્ષા ચાલકોએ પણ એક ખાસ નિર્ણય લીધો છે. યુનિયને તમામ રિક્ષા ચાલકોને વધુ ભાડું ન વસૂલવા અને મુસાફરોની સુવિધાને પ્રાથમિકતા આપવા અપીલ કરી છે. નોંધનીય છે કે કોલ્ડપ્લે કોન્સર્ટ માટે ટેક્સી બુકિંગ પહેલાથી જ પૂર્ણ થઈ ગયું છે. આવી સ્થિતિમાં, અમદાવાદ રિક્ષા યુનિયને 1 લાખ રિક્ષાઓને સ્ટેન્ડબાય પર રાખી છે. આ ઉપરાંત, યુનિયને એક પરિપત્ર પણ બહાર પાડ્યો છે જેમાં મુસાફરોને અસુવિધાથી બચાવવા માટે રિક્ષા ચાલકોને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. આ અંગે વાત કરતા અમદાવાદ રિક્ષા ડ્રાઈવર…
દાહોદ : રામાનંદ પાર્ક ખાતે 14માં વાર્ષિક મહામહોત્સવની ઉજવણી કરવામાં આવી
–>દાહોદમાં શ્રી શ્યામ સેવા સમિતિ દાહોદ દ્વારા રામાનંદ પાર્ક ખાતે 14માં વાર્ષિક મહામહોત્સવની ઉજવણી કરવામાં આવી :– દાહોદમાં રામાનંદ પાર્ક ખાતે ભવ્ય ૧૪માં મહા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, આ સમગ્ર આયોજન શ્રીરામ સેવા ટ્રસ્ટ દાહોદનાઓએ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, આ મહા મહોત્સવમાં ભજનોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી જેમાં પ્રખ્યાત કલાકાર સંજય મિત્તલ , ટિવિંકલ શર્મા, તેમજ હાર્દિક અગ્રવાલ દ્વારા ભજનોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી, સમગ્ર કાર્યક્રમ દરમિયાન અખંડ જ્યોત, ભવ્ય શ્રૃંગાર, ભવ્ય દરબાર, પુષ્પ વર્ષા, ઈત્ર વર્ષા, અને 56 ભોગ મુખ્ય આકર્ષણો નું કેન્દ્ર બન્યા હતા. કાર્યક્રમ દાહોદની ધમપ્રેમી જનતાએ ખાંટુ શ્યામ પ્રભુના ભજનમાં મનમુકીને ઝુમ્યા હતા, તેમજ ભક્તિમાં લીન થઈ ગયા હતા, આ કાર્યક્રમમાં સમગ્ર દાહોદ જિલ્લા સિવાય અન્ય જિલ્લાઓમાથી…
ઉંચડી સરકારી આયુર્વેદ દવાખાને યોગ શિબિરનું આયોજન કરાયું
–> જિલ્લા આયુર્વેદ અધિકારી અમદાવાદમાં માર્ગદર્શન હેઠળ ધંધુકાના ઉંચડી ખાતે સરકારી દવાખાને આયુષ વેલનસ સેન્ટર દ્વારા યોગ શિબિર આયોજન કરવામાં આવ્યું:– B INDIA અમદાવાદ : ધંધુકાના ઉંચડી ખાતે યોગ શિબિરનું આયોજન કરાયું. જિલ્લા આયુર્વેદ અધિકારી અમદાવાદના માર્ગદર્શન હેઠળ આયુષ વેલનસ સેન્ટર ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. જેમાં આયુષ વેલનસ સેન્ટર દ્વારા કુલ 25 થી વધારે બાળકોને યોગ આસાન પ્રાણાયામની સમજૂતી આપી, યોગના લાભ તેમજ યોગની પ્રેક્ટિકલ સમજણ આપી હતી. આ યોગમાં ઉંચડી ગામ પ્રાથમિક શાળાના મેડિકલ ઓફિસર પણ હાજર રહ્યા હતા. સંચાલક અનિલભાઈ મકવાણા તથા વર્ષાબેન પટેલ હતા.
ભાવનગર જિલ્લાના પાલીતાણા નજીક વિજ્ઞાન તીર્થ શંખેશ્વરપુરમાં ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ
શત્રુંજયમાં શંખેશ્વર જેવું “શંખેશ્વર દાદા જેવા જ મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ જ્યાં પ્રતિષ્ઠિત છે. તેવા વિજ્ઞાનતીર્થ શંખેશ્વરપુરમના આંગણે કુંભણ ગામ અમદાવાદથી પાલીતાણા હાઇવે ઉપર પાલીતાણાથી 15 કિમી દૂર દોઢસો જૈન તીર્થંકર ભગવાનોના અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 22 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી 2025 ઉજવાશે. જેમાં નિશ્રાદાતા શ્રી પરમ પૂજ્ય આચાર્ય શ્રી અશોકસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ અને જેના પ્રેરણાદાતા છે. તેવા પરમ પૂજ્ય આચાર્ય લબ્ધીચન્દ્ર સાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ તેમજ 100 થી વધુ સાધુ સાધ્વીજી ભગવન્તંની પાવન નિશ્રામાં જિનેશ્વર પરમાત્માના પાંચ કલ્યાણકોની ભવ્ય ઉજવણી સાથે તારીખ 27 જાન્યુઆરીએ પવિત્ર મુહર્તે 150 જિનબંબો ની પ્રતિષ્ઠા ભારે ઉલ્લાસ ઉમંગપૂર્વક ઉજવાશે.
મોરબીમાં ઉદ્યોગિક વિસ્તારમાં વિકાસનાં કામો માટે ઉદ્યોગમંત્રીએ ૧૨૦૦ કરોડ મંજૂર કર્યા
–> ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની સફળ રજુઆત: ઉદ્યોગમંત્રીએ વિકાસકામોને આપી લીલીઝંડી:– B INDIA મોરબી : મોરબીના ઔદ્યોગિક વિસ્તારમાં રોડના કામ માટે રૂ. 1200 કરોડ સરકાર દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની સફળ રજુઆતને પગલે ઉદ્યોગમંત્રીએ વિકાસકામોને લીલીઝંડી આપી છે. આ અંગે જાહેર કરાયેલી વિગતો અનુસાર મોરબીના ચોતરફ કાર્યરત વિવિધ પ્રકારના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની નીતિ અંતર્ગત ઉદ્યોગોને માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવવા અંદાજે રૂ. 375.00 કરોડના રોડ-રસ્તા બનાવવાના કામો ચાલુ છે. ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ ઉદ્યોગમંત્રી સમક્ષ રજુઆત કરતા ઉદ્યોગમંત્રી બળવંતસિંઘ રાજપુતે વધુ રૂ. 1200 કરોડ મંજૂર કર્યા છે.આંતરિક રોડ રસ્તાઓ ખૂબ જ મજબૂત બનવાથી વરસાદની સીઝનમાં પણ સરળતાથી પોતપોતાના ઉદ્યોગ સુધી પહોંચી શકાશે અને મોટા વાહનો ટ્રક ટ્રેલર પણ આસાનીથી પરિવહન કરી શકશે. રોડ…
માળીયા હાટીના હાટી ક્ષત્રિય સમાજના 28 સમૂહ લગ્ન ધામધૂમ પૂર્વક સંપન્ન
હાટી ક્ષત્રિય સમાજના 66 યુગલોએ સાધુ સંતો સમાજ શ્રેષ્ઠીઓ અને સમસ્ત હાટી ક્ષત્રિય સમાજની ઉપસ્થિતિમાં અગ્નિની સાક્ષીએ એકબીજાની સાથ નિભાવવાની નેમ સાથે ચોરીના ચાર ફેરા ફરી પ્રભુતામાં પગલાં પાડ્યા.છેલ્લા 28 વર્ષથી સતત દર વખતે 60 ઉપરાંત યુગલોના લગ્ન આ હાટી ક્ષત્રિય લગ્ન સમિતિ દ્વારા થતા સમૂહ લગ્નમાં કરવામાં આવ્યા છે. અને આજના ખોટા દેખાવના યુગમાં આર્થિક સક્ષમ પરિવારો પણ સમૂહ લગ્નમાં પોતાના સંતાનોના લગ્ન કરાવી સમાજને રાહ ચીંધે છે. આ તકે સમાજ શ્રેષ્ઠીઓ સાથે સમસ્ત હિન્દુ સમાજના સન્માનિત સંતો મુક્તાનંદ બાપુ ચાપરડા, શેરનાથ બાપુ ભવનાથ, વિજયબાપુ સતાધાર, અશ્વિન્ગીરી ચોટીલા ચામુંડા માતાજી મહંત, સહિત આઈ શ્રી નિર્મલા માં, આઈ શ્રી દેવળમાં, આઈ બેલી માં, આઈ શ્રી દેવલ માં સહિત માતાજી અને ખાસ આ તકે…
ધંધુકાની પ્રાથમિક શાળા ટાવર ચોક ખાતે પોક્સો અને બાળ અધિકાર તાલીમ શિબિર યોજાઈ
B INDIA ધંધુકાના ભાલ પંથકના ધોળી વિસ્તારના પ્રગતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધંધુકાની મિશ્ર 1 પ્રાથમિક શાળા ટાવર ચોક ખાતે પોક્સો તાલીમ શિબિર યોજવામાં આવી હતી. 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને જાતીય શોષણ , જાતીય સતામણી તેમજ તેને લગતા કાયદાઓની સમજ આપવી ખૂબ જ જરૂરી છે , કારણ કે ઘણી વખત ગંભીર પ્રકારના બનાવો બનતા હોય છે , પરંતુ બાળકોને તેની પૂરતી જાણકારી ન હોવાના કારણે તે બનાવો બહાર આવતા નથી અને દબાઈ જતા હોય છે. દેશમાં દિવસેને દિવસે હત્યા, લૂંટ, ચોરી, છેડતી જેવા ગંભીર ગુનાહો વધી રહ્યા છે.જેના કારણે લોકો સરળતાથી બહાર નિકળી શકતા નથી.આ પ્રકારના ગુન્હાઓને રોકવા તંત્ર દ્વારા સતત પ્રયાસો થતા રહે છે.પરંતું સમયની સાથે સાથે ગુન્હા ખોરી વધતી રહેતી હોય…














