ધંધુકાની પ્રાથમિક શાળા ટાવર ચોક ખાતે પોક્સો અને બાળ અધિકાર તાલીમ શિબિર યોજાઈ

B INDIA ધંધુકાના ભાલ પંથકના ધોળી વિસ્તારના પ્રગતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધંધુકાની મિશ્ર 1 પ્રાથમિક શાળા ટાવર ચોક ખાતે પોક્સો તાલીમ શિબિર યોજવામાં આવી હતી.

 

18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને જાતીય શોષણ , જાતીય સતામણી તેમજ તેને લગતા કાયદાઓની સમજ આપવી ખૂબ જ જરૂરી છે , કારણ કે ઘણી વખત ગંભીર પ્રકારના બનાવો બનતા હોય છે , પરંતુ બાળકોને તેની પૂરતી જાણકારી ન હોવાના કારણે તે બનાવો બહાર આવતા નથી અને દબાઈ જતા હોય છે.

 

 

દેશમાં દિવસેને દિવસે  હત્યા, લૂંટ, ચોરી, છેડતી જેવા ગંભીર ગુનાહો વધી રહ્યા છે.જેના કારણે લોકો સરળતાથી બહાર નિકળી શકતા નથી.આ પ્રકારના ગુન્હાઓને રોકવા તંત્ર દ્વારા સતત પ્રયાસો થતા રહે છે.પરંતું સમયની સાથે સાથે ગુન્હા ખોરી વધતી રહેતી હોય છે.આ ગુન્હોમાં ખાસ કરીને નાબાલીક છોકરી સહિત છોકરાો પણ શિકાર બનતા હોય છે.બળાત્કાર, છેડતીના બનાવોને રોકવા અને નાના બાળકો આ ગુન્હાઓથી બચી શકે તેવા હેતુંથી અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે આવેલ પ્રાથમિક શાળા ટાવર ચોક ખાતે પ્રગતિ ચેરિટેબલ ટ્રસ્ટ, કાનૂની સેવા સમિતિ ધંધુકા દ્વવારા પોક્સો અને બાળ અધિકાર તાલીમ શિબિર યોજવામાં આવી હતી.  જેમાં વિધાર્થીનીઓને ગુડ ટચ બેડ ટચ, પોક્સો વિશેની માહિતી આપવામાં આવી હતી. જેમાં ધંધુકાના Dysp મેડમ વાગીશા જોશી ઉપસ્થિત રહી બાળકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શાળાના પ્રિન્સિપાલ, શિક્ષકગણ તથા વિધાર્થીનીઓ ખુબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

 

 

 

 પ્રાથમિક શાળાનાં બાળકોને ગુડ ટચ, બેડ ટચ વિશે જાગૃત કરાયાં હતાં. આ ઉપરાંત સોશિયલ મીડિયાના સલામત ઉપયોગની માહિતી અપાઇ હતી.

Related Posts

અમદાવાદમાં જામશે મહાકુંભ: CWG 2030નો સત્તાવાર હેન્ડઓવર મળતા અમદાવાદ બન્યું યજમાન Triumphant

કોમનવેલ્થ ગેમ્સ 2026નું શાનદાર સમાપન, અમદાવાદને મળ્યો 2030 ગેમ્સનો સત્તાવાર હેન્ડઓવર 2030 ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026નું ભવ્ય સમાપન થયું. ભારતે 13 ગોલ્ડ સહિત કુલ 39 મેડલ જીત્યા, જ્યારે અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે સત્તાવાર રીતે ફ્લેગ અને બેટન સોંપવામાં આવ્યા. સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાયેલી **કોમનવેલ્થ ગેમ્સ 2026 (Commonwealth Games 2026)**નું ભવ્ય સમાપન રંગારંગ સમારોહ સાથે થયું. સમાપન સમારોહ દરમિયાન ખેલાડીઓ, અધિકારીઓ અને હજારો દર્શકોએ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા. ભારત માટે આ ગેમ્સ અનેક યાદગાર સિદ્ધિઓ લઈને આવી, જ્યારે ગુજરાતના અમદાવાદ શહેર માટે પણ આ દિવસ ઐતિહાસિક બની રહ્યો. સમાપન સમારોહમાં વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સની શતાબ્દી એડિશન માટે અમદાવાદને સત્તાવાર રીતે કોમનવેલ્થ ગેમ્સનો ફ્લેગ અને બેટન હેન્ડઓવર કરવામાં આવ્યા. આ સાથે અમદાવાદ હવે આગામી યજમાન શહેર તરીકે…

આસામમાં પૂરનો કહેર: 80લોકોના થયા મૃત્યુ, 8 જિલ્લામાં 2.12 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત

આસામમાં ચોમાસાના ભારે વરસાદ બાદ પૂરનું સંકટ વધુ ગંભીર બન્યું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં પૂરનું પાણી ફરી વળતાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. આસામ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ (ASDMA)ના જણાવ્યા અનુસાર, રાજ્યના 8 જિલ્લાઓમાં 2.12 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. આ વર્ષે પૂર અને સંબંધિત ઘટનાઓમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધીને 80 થઈ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદને કારણે રાજ્યની અનેક નદીઓમાં પાણીનું સ્તર વધી ગયું છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. અનેક ગામોમાં પાણી ભરાઈ જતાં લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આસામના 8 જિલ્લાઓમાં પૂરનો સૌથી વધુ પ્રભાવ ASDMA દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, રાજ્યના ગોલાઘાટ, શિવસાગર, વિશ્વનાથ, ચરાઈદેવ, કામરૂપ (મેટ્રો), જોરહાટ,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *