Gujarat વિધાનસભામાં BHISHM Cube-R300નું નિદર્શન: 12 મિનિટમાં તૈયાર થશે મોબાઈલ હોસ્પિટલ, Revolutionary Innovation
Gujarat વિધાનસભામાં BHISHM Cube-R300નું નિદર્શન: 12 મિનિટમાં તૈયાર થશે મોબાઈલ હોસ્પિટલ, 300 ઈજાગ્રસ્તોને મળી શકશે સારવાર Gujarat ગાંધીનગર: કુદરતી આપત્તિ, મોટી દુર્ઘટના કે ગંભીર કટોકટીની સ્થિતિમાં ઘટનાસ્થળે જ તાત્કાલિક તબીબી સારવાર ઉપલબ્ધ કરાવી શકાય તે દિશામાં ભારતે વિકસાવેલી અદ્યતન ટેકનોલોજી હવે Gujaratમાં પણ ચર્ચાનું કેન્દ્ર બની છે. ગુજરાત વિધાનસભા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અદ્યતન પોર્ટેબલ મોબાઈલ ઇમરજન્સી મેડિકલ હોસ્પિટલ **‘BHISHM Cube-R300’**ના વિશિષ્ટ નિદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા સહિત મંત્રીમંડળના સભ્યો, ધારાસભ્યો અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ BHISHM Cube-R300 અંગેની શોર્ટ ફિલ્મ પણ નિહાળી હતી. -> કટોકટીમાં મિનિટોમાં ઊભી થઈ જશે હોસ્પિટલ : BHISHM Cube-R300ની સૌથી મોટી…






