બાંગ્લાદેશમાં ફરી હિંસા: યૂનુસ સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા લોકો, પોલીસ સાથે અથડામણ
બાંગ્લાદેશમાં ફરી એકવાર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. Nobel Peace Prize વિજેતા અને કાર્યકારી સરકારના સલાહકાર મુહમ્મદ યુનુસના નેતૃત્વમાં તૈયાર કરાયેલ જુલાઈ રાજકીય ચાર્ટરના વિરોધમાં સેંકડો લોકો ઢાકાની સંસદ બહાર રસ્તા પર ઉતરી આવ્યા છે. આ વિરોધ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ભારે અથડામણ થઈ. વિરોધીઓએ તોફાન મચાવ્યો, પોલીસ વાહનોમાં તોડફોડ કરી, ફર્નિચરમાં આગ લગાવી અને સંસદના મુખ્ય દરવાજા સુધી પહોંચતા અઘાતની સ્થિતિ ઊભી થઈ. પોલીસે ટીયરગેસ અને લાઠીચાર્જનો કર્યો ઉપયોગ આ પ્રદર્શન શાંતિપૂર્ણ રીતે શરૂ થયું હતું, પરંતુ થોડા સમયમાં જ વાતાવરણ ઉગ્ર બની ગયું. પોલીસએ ટીઅરગેસ શેલ ફેંક્યા, સ્ટન ગ્રેનેડ ફોડ્યા અને પછી લાઠીચાર્જ કરવો પડ્યો. પ્રદર્શનકારીઓ “ચાર્જર અમને માન્ય નથી”, “લોકશાહી બચાવો” જેવા સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા. કેટલાક લોકો સંસદ ભવનના…







