‘વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ’ના બીજા દિવસે સુરત ખાતે ‘MSME કોન્કલેવ’ યોજાશે, જાણો વિગત

તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૦૩માં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો ગુજરાતમાં મજબૂત પાયો નાખવામાં આવ્યો હતો. રાજ્યમાં અગાઉ 10 વાઇબ્રન્ટ સમિટના સફળ આયોજન બાદ રાજ્ય સરકારે પ્રથમવાર ગુજરાતના ચાર ઝોનમાં “વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સીસ”નું આયોજન કર્યું છે. આ આયોજનના ભાગરૂપે સુરત ખાતે આગામી તા. 9 અને 10 એપ્રિલ-2026ના રોજ દક્ષિણ ગુજરાત ઝોનની ‘વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ’નું આયોજન કરવામાં આવશે. આ ઝોનમાં તાપી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને ભરૂચ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સુરત ખાતે યોજાનાર બે દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ દરમિયાન વિવિધ વિષયો પર સેમિનારો, B2B અને B2G બેઠકો, પ્રદર્શનો વગેરે બહુ આયામી આયોજનો હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત કોન્ફરન્સના બીજા દિવસે એટલે કે, તા. 10 એપ્રિલ, 2026ના રોજ ‘MSME…

અજિત પવારના મૃત્યુ અંગે સંજય રાઉતે ઉઠાવ્યા ગંભીર પ્રશ્નો, જાણો શું કહ્યું

શિવસેના યુબીટી નેતા સંજય રાઉતે અજિત પવારના મૃત્યુ અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. બજેટ સત્રમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચેલા સંજય રાઉતે કહ્યું કે અજિત પવારના વિમાન દુર્ઘટના અંગે પ્રશ્નો ઉભા થવા જોઈએ. તેમણે કહ્યું કે આ ઘટના તેમને જસ્ટિસ લોયા કેસની યાદ અપાવે છે. તેમણે કહ્યું કે આ અકસ્માતમાં કંઈક ખોટું છે અને તેની સંપૂર્ણ તપાસ થવી જોઈએ. રાજ્યના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખે પણ આવા જ પ્રશ્નો ઉઠાવ્યા છે. દેશમુખે કહ્યું કે હવામાન એકદમ સ્પષ્ટ હતું, દૃશ્યતા સારી હતી, તો પછી વિમાન અચાનક કેવી રીતે ઝૂકી ગયું. આ ઘટનાની સંપૂર્ણ તપાસ થવી જોઈએ. સંજય રાઉતે કહ્યું કે અજિત પવારનું મૃત્યુ કોઈ સામાન્ય ઘટના નહોતી પણ શંકાસ્પદ ઘટના હતી. ભાજપના સભ્યો તેમને સિંચાઈ કૌભાંડની ફાઇલ લઈને…

બજેટને લઈ CM ભૂપેન્દ્ર પટેલની પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નાણાંમંત્રી મતિ નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલું 2026-27ના વર્ષનું બજેટ વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતું બજેટ છે તેવો સ્પષ્ટ મત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યો હતો. કેન્દ્રીય બજેટ અંગે પ્રતિભાવમાં તેમણે કહ્યું કે, કર્તવ્ય ભવનમાં તૈયાર થયેલું બજેટ ત્રણ કર્તવ્યો પર ઝોંક આપતું બજેટ છે. આ ત્રણ કર્તવ્યોમાં, પ્રથમ કર્તવ્ય આર્થિક વિકાસને વેગ આપીને તેને ટકાવી રાખવાનું, બીજું કર્તવ્ય લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા અને તેમની કેપેસિટી બિલ્ડીંગનું છે. ત્રીજું કર્તવ્ય, સૌના સાથ, સૌના વિકાસના વિઝન સાથે સુસંગત છે અને કૃષિ, પશુપાલન-મત્સ્યોદ્યોગ, સ્વસહાય જૂથો, ગ્રામીણ અર્થતંત્ર, સૌના વિકાસને પ્રાધાન્ય આપે છે. મુખ્યમંત્રી એ કહ્યું કે, આ બજેટમાં ગ્યાન એટલે કે ‘ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ’ તથા દિવ્યાંગજનના પીલર્સ મજબૂત…

પોરબંદરમાં રાજ્યકક્ષાના 8મા આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનારનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો, જાણો શું કહ્યું વનમંત્રીએ

ગુજરાત ઈકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (GEER) ફાઉન્ડેશન દ્વારા સાંદિપની આશ્રમ, પોરબંદર ખાતે ‘વિશ્વ વેટલેન્ડ દિવસ’ ના પૂર્વે દિને ‘વેટલેન્ડ્સ એન્ડ ટ્રેડિશનલ નોલેજ: સેલિબ્રેટિંગ કલ્ચરલ હેરીટેજ’ વિષય પર બે દિવસીય ‘8માં આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનાર’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન સેમીનારના અધ્યક્ષ સ્થાને વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વેટલેન્ડ્સના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, પોરબંદર જિલ્લો કુદરતી રીતે સમૃદ્ધ છે અને અહીં ૨૨૫ થી વધુ નાના-મોટા વેટલેન્ડ્સ આવેલા છે. વેટલેન્ડ્સએ માત્ર જળાશયો નથી પણ પૃથ્વીની સુરક્ષા માટે અનિવાર્ય છે, તેથી તેમણે શાળાઓમાં ‘વેટલેન્ડ ક્લબ’ બનાવી નવી પેઢીને પ્રકૃતિ સાથે જોડવા પર ભાર મૂક્યો હતો. રાજ્યમાં સિંહોની વસ્તીમાં 32% નો નોંધપાત્ર વધારો…

Budget 2026 : ઇલેક્ટ્રિક વાહનો સસ્તા થશે! લિથિયમ-આયન સેલ પર કસ્ટમ ડ્યુટી મામલે કરી મોટી જાહેરાત

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2026-27 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. આ તેમનું સતત નવમું બજેટ છે. ઓટોમોટિવ ઉદ્યોગને બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. ખાસ કરીને ઇલેક્ટ્રિક વાહન (EV) ઉત્પાદકો ચોક્કસ છૂટછાટોની આશા રાખતા હતા. આને ધ્યાનમાં રાખીને, સરકારે બેટરી ઉત્પાદનમાં વપરાતી સામગ્રી પર કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણ દરમિયાન જણાવ્યું હતું કે, “હું પ્રસ્તાવ મૂકું છું કે બેટરી ઉત્પાદનમાં વપરાતા લિથિયમ-આયન સેલ માટે મશીનરી અને મૂડી માલ પર કસ્ટમ ડ્યુટી પર જે મુક્તિ પહેલાથી જ ઉપલબ્ધ છે, તે જ મુક્તિ હવે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમમાં વપરાતા લિથિયમ-આયન સેલના ઉત્પાદન માટે વપરાતા ઉપકરણો પર પણ ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, સોલાર કાચના ઉત્પાદનમાં વપરાતા સોડિયમ એન્ટિમોનેટની આયાત પર મૂળભૂત…

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ, ‘છારી-ઢંઢ’ હવે સત્તાવાર રીતે ‘રામસર સાઇટ’ જાહેર

કચ્છના ગૌરવમાં વધારો: બન્નીનું રતન ‘છારી-ઢંઢ’ હવે સત્તાવાર રીતે ‘રામસર સાઇટ’ જાહેર કરાઈ છે.ગુજરાતનું આ પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છે છારી-ઢંઢ.ગુજરાત રાજ્ય માટે ગૌરવની વાત છે કે કચ્છ જિલ્લામાં આવેલ ‘છારી ઢંઢ પક્ષી અભયારણ્ય’ને આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતા રામસર વેટલેન્ડ્સની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. આ સાથે ગુજરાતમાં રામસર સાઇટ્સની સંખ્યા હવે વધીને પાંચ થઈ છે. આ અંગે વધુ માહિતી આપતા વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ, જૈવ વૈવિધ્યતા, સ્થાનિક વિકાસ અને વૈશ્વિક ઓળખ સહિતના ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે. દેશના કુલ વેટલેન્ડ ક્ષેત્રફળના 21 ટકા કરતાં વધુ હિસ્સો ગુજરાતનો મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત વેટલેન્ડ્સના સંરક્ષણ અને સંવર્ધનમાં હંમેશા અગ્રેસર…

રાજ્યના 2666 ગામોને મળશે પોતીકા ગ્રામ પંચાયત ઘર, એક જ સ્થળેથી કરાયું ઈ-ખાતમૂહર્ત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની 2666 ગ્રામ પંચાયતો માટે પોતીકા ગ્રામ પંચાયત ઘર કમ તલાટી આવાસના એક સાથે એક જ સ્થળેથી ઈ-ખાતમૂહર્ત કરતા સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારત માટે ગામોના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર જે ફોકસ કર્યુ છે તેમાં ગુજરાત અગ્રેસર રહેવા પ્રતિબદ્ધ છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન એ 100 ટકા લક્ષ્યાંક સિદ્ધીનો આપેલો સેચ્યુરેશન એપ્રોચ ગુજરાતમાં સાકાર કરવા આગામી દિવસોમાં રાજ્યની બધી જ ગ્રામ પંચાયતોને પોતીકા પંચાયત ઘર કમ તલાટી આવાસ આપવાનો મહત્વકાંક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. રાજ્યના આ 2666 ગામોમાં કુલ રૂ. 663 કરોડના ખર્ચે નિર્માણ થનારા ગ્રામ પંચાયત ઘર કમ તલાટી આવાસને પરિણામે ગ્રામીણ નાગરિકોને સ્થાનિક સ્તરેથી જ સરકારી સેવાઓ સરળતાએ ઉપલબદ્ધ થશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ આ પ્રસંગે વ્યક્ત…

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ: ટેકનોલોજી, પારદર્શિતા અને ‘ઝીરો એરર’નો ત્રિવેણી સંગમ

ગુજરાતના લાખો યુવાનોના ‘ખાખી’ પહેરવાના સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI અને LRD કેડરની કુલ 13591 જગ્યાઓ માટે સંપૂર્ણ પારદર્શકતા સાથે ભરતી પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજ્યના 15 નિર્ધારીત શહેરો અને SRP તાલીમ કેન્દ્રો ખાતે અંદાજે 10 લાખથી વધુ ઉમેદવારો પોતાની શારીરિક ક્ષમતા સાબિત કરી રહ્યા છે. આ આયોજન અંતર્ગત પુરૂષ ઉમેદવારો માટે 11 ગ્રાઉન્ડ પર તા. 13 માર્ચ, 2026 સુધી અને મહિલા તથા માજી સૈનિકો માટે 4 ગ્રાઉન્ડ પર 6 માર્ચ, 2026 સુધી કસોટીઓ યોજાશે. ખાસ વાત એ છે કે ઉમેદવારોની શારીરિક કસોટી આરોગ્ય વિભાગના નિષ્ણાંત તબીબી અધિકારીઓની દેખરેખ હેઠળ કરવામાં આવે છે તેમ, ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ નીરજા ગોટરુએ જણાવ્યું હતું. નીરજા ગોટરુએ વધુ વિગતો આપતાં કહ્યું હતું…

Ahmedabad : રિવરફ્રન્ટ ખાતે ‘પરંપરાગત આદિવાસી હસ્તકલાકૃતિ, આહાર, વનૌષધિય વેચાણ-પ્રદર્શન મેળા’નો ભવ્ય પ્રારંભ કરાયો

આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના વરદ હસ્તે ‘પરંપરાગત આદિવાસી હસ્તકલાકૃતિ, આહાર, વનૌષધિય વેચાણ અને પ્રદર્શન મેળા’નું ઉદ્ઘાટન તા. 28 જાન્યુઆરી, 2026ના રોજ સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. આદિજાતિ વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી દ્વારા આયોજિત આ વેચાણ અને પ્રદર્શન મેળો આગામી તા. 03 ફેબ્રુઆરી સુધી યોજાશે. આ મેળામાં તમામ આદિવાસી ભાઈ-બહેનોને નિઃશુલ્ક સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. અહી દરરોજ રાત્રે પ્રખ્યાત આદિવાસીઓ નૃત્ય ટીમો દ્વારા વિવિધ આદિવાસી નૃત્યોની પ્રસ્તુતિ કરશે તેમજ કુલ 75 સ્ટોલ તથા 112 હસ્ત કલાકારો-વૈદુ ભગતો ઉપસ્થિત રહ્યા છે. મંત્રી એ આદિવાસી હસ્ત કલાકારો અને વૈદુ ભગતોના સ્ટોલોની મુલાકાત લઈને પ્રોત્સાહિત કર્યા હતા. બ્રાન્ડિંગ તેમજ આધુનિક અભિગમ ખૂબ જરૂરી આ મેળાના ઉદ્ઘાટન પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે…

સ્માર્ટ સિટી સુરતનું સ્માર્ટ મોડેલ… હવે ‘ડાયમંડ સિટી’ બનશે ‘ઝીરો વેસ્ટ સિટી ;જાણો વિગત

એક સમયે માત્ર હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગ માટે જાણીતું સુરત શહેર આજે પર્યાવરણ જાળવણી અને કચરાના નિકાલ માટે સમગ્ર દેશમાં પથદર્શક બની રહ્યું છે. સુરત હવે માત્ર ‘ડાયમંડ સિટી’ તરીકે નહીં, પણ ‘ઝીરો વેસ્ટ સિટી’ તરફ આગળ વધી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા ‘અર્બન ડેવલપમેન્ટ વર્ષ’ – શહેરી વિકાસ વર્ષની ઉજવણીના અવસરે સુરત મહાનગરપાલિકાએ આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે ‘ગ્રીન ગ્રોથ’ને પણ પ્રાથમિકતા આપી છે. વિકાસની હરણફાળ ભરી રહેલું સુરત શહેર હવે પર્યાવરણની જાળવણીમાં પણ દેશનું નેતૃત્વ કરી રહ્યું છે. મહાનગરપાલિકાએ આગામી બે વર્ષમાં શહેરમાંથી નીકળતા ઘન બાંધકામ કચરા (C&D Waste)ના 100 ટકા રિસાયકલિંગનું લક્ષ્ય રાખ્યું છે. એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે કે શહેરનો કોઈપણ બાંધકામ કચરો ડમ્પિંગ સાઈટ સુધી પહોંચવાને બદલે સ્થળ પર જ…