મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સાસણ ગીરમાં ગીર જંગલ સફારીની લીધી મુલાકાત, કર્યા સિંહ દર્શન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વહેલી સવારે સાસણ ગીરમાં જંગલ સફારીનો નજારો માણ્યો હતો. મુખ્યમંત્રીએ ગીર સફારીમાં સિંહ દર્શન કર્યા હતા. નિર્ભય મુક્ત રીતે વિહરતા સિંહ સહિતના વન્યજીવો નિહાળી મુખ્યમંત્રી આનંદિત થયા હતા. મુખ્યમંત્રીએ આજે ગીર સફારીમાં કેરંભા થાણા વિસ્તારની મુલાકાત લીધી હતી. આ વિસ્તારમાં મુખ્યમંત્રી એ જુદા જુદા બે વિસ્તારમાં સિંહોને નિહાળ્યા હતા. ગીર અને સમગ્ર સૌરાષ્ટ્રના સિહોની વસાહત વાળા વિસ્તારમાં વર્ષ 2025 ની વસ્તી ગણતરી પ્રમાણે 891 સિંહ વિહરે છે. વન્ય જીવ દર્શનના 13 રુટ કાર્યરત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં વન્યજીવ ખાસ કરીને સિંહના સંરક્ષણ માટે પ્રોજેક્ટ લાઈનની અમલવારી કરવામાં આવી છે. જે સિંહોના સંરક્ષણ માટે બહુ આયામી સંરક્ષણ શૃંખલાને સાર્થક કરે છે. ગીર સફારી પાર્ક અને સંલગ્ન વિસ્તારમાં હાલ પ્રવાસીઓના જંગલ મુલાકાત અને…
‘112’ ઇમરજન્સી સેવા હેઠળ છેલ્લા 4 મહિનામાં કુલ 3.82 લાખથી વધુ ઇમરજન્સી કેસ એટેન્ડ કરાયા, જાણો વિગત
રાજ્યના પોલીસ વડા ડો. કે.એલ.એન. રાવે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે અત્યાધુનિક ‘112’ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ ઇમરજન્સી સેવાઓની કામગીરી બારીકાઈથી સમજવાનો અને તેને વધુ ઝડપી બનાવવાનો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા શરૂ કરવામાં આવેલી ‘112’ ઈમરજન્સી નંબર પોલીસ, ફાયર બ્રિગેડ, મેડિકલ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ચાઈલ્ડ હેલ્પલાઈન અને મહિલા હેલ્પલાઈન માટે એક જ ‘સિંગલ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ’ તરીકે સફળતાપૂર્વક કાર્યરત છે. મુલાકાત દરમિયાન ડો. રાવે ઈમરજન્સી કોલને કેવી રીતે એટેન્ડ કરવામાં આવે છે, તેને કઈ કેટેગરીમાં વહેંચવામાં આવે છે અને જીપીએસ સિસ્ટમ દ્વારા નજીકની ગાડીને કેવી રીતે સ્થળ પર મોકલવામાં આવે છે તે અંગે વિસ્તૃત જાણકારી મેળવી હતી. આ ઉપરાંત ડેટા એનાલિટિક્સના ઉપયોગ દ્વારા ઇમરજન્સીમાં મદદ પહોંચાડવાનો સમય ઘટાડીને ૧૦ મિનિટથી…
Mahisagar : સંતરામપુરની બચપન પ્લે સ્કૂલે દેશભક્તિભર્યા કાર્યક્રમો સાથે 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવ્યો
સલમાન મોરાવાલા, મહીસાગર / સંતરામપુર સ્થિત બચપન પ્લે સ્કૂલે સોમવારે ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી ઉત્સાહ, આનંદ અને દેશભક્તિના માહોલ સાથે કરી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શાળાના સ્ટાફની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય બંધારણના મૂલ્યોને ઉજાગર કરવામાં આવ્યા હતા. શાળાનું સમગ્ર પરિસર ત્રિરંગાના રંગોથી સજાવવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત ધ્વજારોહણ અને રાષ્ટ્રગીત સાથે કરવામાં આવી, જેમાં સૌએ એકતા, લોકશાહી અને સમાનતાના આદર્શોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. “વિવિધતામાં એકતા” વિષયક પ્રવૃત્તિઓનું આયોજન વિદ્યાર્થીઓમાં પ્રજાસત્તાક દિવસના મહત્વ અંગે જાગૃતિ લાવવા માટે વિશેષ વાર્તાકથન સત્રો યોજાયા હતા. સાથે સાથે બાળકો માટે ત્રિરંગા આધારિત કલા-હસ્તકલા, ધ્વજ રંગકામ, દેશભક્તિ રમતો તેમજ “વિવિધતામાં એકતા” વિષયક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં સર્જનાત્મકતા સાથે…
Bharuch : આમોદ તાલુકાના કેરવાડા ગામે યોજાયો મેગા બ્લડ ડોનેશન કેમ્પ, જોવા મળ્યું કોમી એકતાનું ઉદાહરણ
અકબર બેલીમ, આમોદ / આમોદ તાલુકાના કેરવાડા ગામે કેરવાડા અંબાજીધામ વિકાસ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ (AVCT) તથા રેડ ક્રોસ બ્લડ બેંક, ભરૂચના સહયોગથી આજે AVCT કેન્દ્ર ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કેરવાડા સહિત કોલવણા, તણછા, આમોદ, પખાજણ વગેરે ગામોના રક્તદાતાઓએ મોટી સંખ્યામાં ભાગ લઈ રક્તદાન કર્યું હતું. ખાસ નોંધનીય બાબત એ રહી કે હિંદુ-મુસ્લિમ ભાઈ-બહેનોએ એકતાનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં પોતાની સામાજિક જવાબદારી નિભાવી હતી. ટ્રસ્ટના મંત્રી ડૉ. યોગેશભાઈ કોઠારીના સંયોજનમાં 1995માં પ્રથમ વખત રક્તદાન કરનાર અને અત્યાર સુધીમાં 96 વખત રક્તદાન કરી રાજ્યપાલના હસ્તે સન્માનિત થયેલા દાહોદ જિલ્લાના રક્તદાતા અમિતભાઈ નાથાણી તથા કેરવાડાના મુસ્લિમ અગ્રણી મુમતાજખાનના હસ્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અમિતભાઈ નાથાણીએ આ કેમ્પમાં…
ગુજરાતના ટેબ્લોએ 77-મા પ્રજાસત્તાક પર્વમાં કર્તવ્ય પથ પર જમાવ્યું આકર્ષણ, જાણો વિશેષતા
નવી દિલ્હી : પ્રત્યેક ભારતીયોમાં સ્વદેશી, સ્વાશ્રયીતા અને સ્વતંત્રતાની અહાલેક જગાવતો મંત્ર એટલે- “વંદે માતરમ” ! ‘વંદે માતરમ’ ગીતની 150-મી વર્ષગાંઠના ઉપલક્ષમાં આ વિષયના પ્રતિઘોષરૂપે ‘વંદે માતરમ’ શબ્દની પૃષ્ઠભૂમિથી જ શરુ થયેલી ભારતીય રાષ્ટ્રધ્વજની નિર્માણયાત્રા, તેની બદલાતી તાસીર અને તવારિખની રોચક પ્રસ્તુતિ 77-મા પ્રજાસત્તાક પર્વમાં ગુજરાતના ટેબ્લોનું મુખ્ય આકર્ષણ બની રહ્યો હતો. ગુજરાતના નવસારીમાં જન્મેલા તથા ગુર્જરભૂમિના તેમના નામાંકિત ક્રાંતિવીર સાથીઓ : શ્યામજી કૃષ્ણવર્મા અને સરદારસિંહ રાણાની સાથે વિદેશની ભૂમિ પરથી ક્રાંતિજ્યોત જગાવનારા મેડમ ભિખાઈજી કામાએ તૈયાર કરેલા ‘વંદે માતરમ’ લિખિત ધ્વજની યશોગાથાનું વર્ણન, ‘ચરખા’ના માધ્યમથી સ્વદેશીનો મંત્ર આપનારા મહાત્મા ગાંધીની સ્મૃતિ સાથે પ્રવર્તમાન ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનનો સુભગ સમન્વય આ ટેબ્લોની અનોખી ભાત ઉભી કરી હતી. જાણો ટેબ્લોની વિશેષતા આ ટેબ્લોના અગ્રભાગમાં વીરાંગના મેડમ ભિખાઈજી કામાને…
ગુજરાત હાઇકોર્ટના પ્રાંગણમાં 77માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી, જાણો વિગત
77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ગુજરાત હાઇકોર્ટના પ્રાંગણમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગરવાલ દ્વારા ગરિમાપૂર્ણ રીતે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી. આ ગૌરવશાળી પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિઓ, નિવૃત્ત ન્યાયમૂર્તિઓ, એડવોકેટ જનરલ, એડિશનલ એડવોકેટ જનરલ તથા સરકારી વકીલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ન્યાયિક અધિકારીઓ, સિનિયર વકીલો, ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના સભ્યો તેમજ હાઇકોર્ટના રજીસ્ટ્રીના અધિકારીઓ અને કર્મચારીગણે બહોળી સંખ્યામાં હાજર રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
ગૌરવની ક્ષણ/ રાષ્ટ્રપતિ પોલીસ મેડલ જાહેર, રાજ્યના આટલા પોલીસ અધિકારીઓ અને જવાનોનું થશે સન્માન
પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ પોલીસ મેડલની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય પોલીસ દળના કુલ 16 અધિકારી અને જવાનોને રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ મેડલ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાત પોલીસના 2 અધિકારીઓને વિશિષ્ટ સેવા પોલીસ મેડલ (PSM) જ્યારે 14 અધિકારી અને જવાનોને ‘પ્રશંસનીય સેવા પોલીસ મેડલ (MSM)’ આપવા માટે પસંદગી કરવામાં આવી છે. આજે 25 જાન્યુઆરી પર સમગ્ર દેશના પોલીસ અધિકારીઓની સેવાને બિરદાવવા માટે રાષ્ટ્રપતિ મેડલની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગુજરાત કેડરના IPS અધિકારી નિપૂણા તોરવણે તથા એસ. એસ. રઘુવંશીને શ્રેષ્ઠ કામગીરી બદલ ‘વિશિષ્ટ સેવા પોલીસ મેડલ’ (PSM) એનાયત કરાયા છે. આ સાથે જ 14 પોલીસ કર્મીઓને તેમની પ્રશંસનીય સેવાઓ બદલ સન્માનિત કરવામાં આવ્યા છે. Follow us On Social…
નવ સર્જિત વાવ-થરાદ જિલ્લાને આગામી દિવસોમાં મળશે નવું અદ્યતન જિલ્લા સેવા સદન, નાગરિકોને મળશે રાહત
77માં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીના પ્રથમવાર યજમાન બનેલા વાવ-થરાદ જિલ્લામાં આ મહત્વપૂર્ણ વિકાસ કામનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે થરાદ ખાતે અંદાજે રૂપિયા 70 કરોડના ખર્ચે 39 એકરના વિસ્તારમાં નિર્માણ થનારા જિલ્લા સેવા સદનનું ભૂમિ પૂજન અને તકતી અનાવરણ સંપન્ન કર્યું હતું. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી તથા રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સુશાસનના દ્રષ્ટિકોણ અનુસાર નાગરિકોને તમામ સરકારી સેવાઓ એક જ સ્થળેથી સરળતાથી ઉપલબ્ધ થાય તે હેતુથી જિલ્લા મથકોએ જિલ્લા સેવા સદનના નિર્માણનો અભિગમ અપનાવવામાં આવ્યો છે. વહીવટી કાર્યક્ષમતામાં વધારો થશે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા આ અભિગમને આગળ ધપાવતા નવ સર્જિત વાવ-થરાદ જિલ્લામાં આ આધુનિક સેવા સદનનું નિર્માણ કરવામાં આવશે. આ નવા જિલ્લા સેવા…
મહીસાગર: જિલ્લા કક્ષાની શ્રેષ્ઠ શાળા તરીકે યુ. આર પટેલ વિદ્યાલયની પસંદગી, મોટી સરસણનું વધાર્યું ગૌરવ
સલમાન મોરાવાલા- સંતરામપુર/ મહીસાગર જિલ્લાના મોટી સરસણ ખાતે આવેલ સ્વામી વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ સંચાલિત યુ .આર .પટેલ વિદ્યાલયલનું નામ સમગ્ર જિલ્લામાં ગુંજયું છે. શૈક્ષણિક અને સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ, ભૌતિક સુવિધાઓ, બોર્ડના જાહેર પરિણામો ને ધ્યાનમાં રાખીને વર્ષ 2025/ 26 માટે મહીસાગર જિલ્લાની ગ્રામ્ય કક્ષાની શ્રેષ્ઠ શાળા તરીકેનો એવોર્ડ તેમજ રૂપિયા 1 લાખનો પુરસ્કાર પ્રાપ્ત થશે. અગાઉ 2020-21 માં પણ આ શાળાને ઉપરોક્ત વિગતો ને ધ્યાને લઈ એવોર્ડ અને પૂરસ્કાર પ્રાપ્ત થયો હતો. ત્યારે હવે ફરી એક વખત આ શાળાને પુરસ્કાર પ્રાપ્ત થયો છે. જેને લઈ ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી છે. આ ઉત્કૃષ્ટ સિદ્ધિનો શ્રેય સંસ્થાના પ્રમુખ આર. પી .પટેલ ની પ્રેરણા, આચાર્ય મીનાક્ષીબેન પટેલનું માર્ગદર્શન અને સમગ્ર સ્ટાફને જાય છે. તમામ લોકોના સઘન પ્રયત્નોથી…
નવરચિત વાવ-થરાદ જિલ્લામાં રાજ્યકક્ષાના 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી, જાણો કેવી છે તૈયારી
તા.26 જાન્યુઆરી, 2026ના રોજ 77મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી નવીન વાવ–થરાદ જિલ્લામાં યોજાનાર છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરીમામય ઉપસ્થિતિમાં યોજાનાર આ મહત્વપૂર્ણ ઉજવણીને સફળ બનાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વ્યાપક આયોજન અને વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. આ અંગે મીડિયાના મિત્રોને આયોજન અને કાર્યક્રમોની સંપૂર્ણ માહિતી આપવા માટે આજે જિલ્લા કલેક્ટર જે.એસ. પ્રજાપતિના અધ્યસ્થાને કલેક્ટર કચેરી, થરાદ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા કલેક્ટર જે.એસ. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, “આપણો જિલ્લો ભાગ્યશાળી છે કે તેને રાજ્યકક્ષાની પ્રજાસત્તાક પર્વ ઉજવણીનું આયોજન મળ્યું છે. નવીન જિલ્લા માટે આ એક ઉત્તમ તક છે અને આ ઉજવણી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.” તેમણે જણાવ્યું કે, તા. 26 જાન્યુઆરીના રોજ સવારે 9.00 વાગે…
















