Elon Muskની સ્ટાર લિન્કને ભારતે આપી લીલી ઝંડી, હવે સેટેલાઈટથી ચાલશે ઈન્ટરનેટ
એલોન મસ્કની કંપની સ્ટારલિંક ભારતમાં સેટેલાઇટ-આધારિત ઇન્ટરનેટ સેવા શરૂ કરવાની નજીક પહોંચી ગઈ છે. ટેલિકોમ વિભાગ (DoT) એ સ્ટારલિંકને લેટર ઓફ ઇન્ટેન્ટ (LOI) જારી કર્યો છે. સ્ટારલિંક દ્વારા સેટકોમ ઓપરેટરો માટે નવી રાષ્ટ્રીય સુરક્ષા માર્ગદર્શિકાનું પાલન કરવા સંમત થયા બાદ આ મંજૂરી આપવામાં આવી છે. અહેવાલો અનુસાર, સ્ટારલિંકને હવે ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર (IN-SPACE) પાસેથી અંતિમ મંજૂરીની જરૂર છે. કંપનીએ સ્પેક્ટ્રમ ફાળવણી માટે જરૂરી દસ્તાવેજો પહેલાથી જ સબમિટ કરી દીધા છે. મંજૂરી મળ્યા પછી, સ્ટારલિંક ભારતમાં તેની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા શરૂ કરી શકશે. ભારતમાં રોકાણ અંગે ચર્ચા ગયા મહિને, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે સ્ટારલિંકના ટોચના અધિકારીઓ, ઉપપ્રમુખ ચાંદ ગિબ્સ અને વરિષ્ઠ ડિરેક્ટર રાયન ગુડનાઈટ સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન, સ્ટારલિંકની…
જૂનાગઢમાં ગેસ પાઇપલાઇનનાં ખોદકામ દરમ્યાન બ્લાસ્ટ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
પરેશ બુદ્ધભટ્ટી, જૂનાગઢ/ શહેરના ઝાંઝરડા ચોકડી નજીક ખોદકામ દરમિયાન ગેસની પાઇપલાઇનમાં લીકેજ થતા બ્લાસ્ટ થયો હતો જેમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે. ઘટનાના પગલે અધિકારીઓ પદાધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. જૂનાગઢના ઝાંઝરડા ચોકડી પાસે સવારના સમયે JCB દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન ટોરેન્ટ ગેસની લાઈનમાં લીકેજ થતા બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ એટલો ગંભીર હતો કે અડધો કિલોમીટર દૂર સુધી તેનો અવાજ સાંભળવા મળ્યો હતો. જ્યારે ઝાંઝરડા ચોકડી પાસે રહેલી ખાણીપીણીની દુકાનોમાં કામ કરી રહેલા અને પસાર થઈ રહેલા લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા. જેમાં સારવાર દરમિયાન ત્રણ લોકોના મોત નિપજ્યા છે. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. ખાણી પીણીની દુકાન ચલાવી રહેલા શૈલેષભાઈ સોલંકી…
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મોકડ્રીલ અંગે આપી વિસ્તૃત જાણકારી, જાણો કાલે ક્યારે થશે બ્લેકઆઉટ
ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા તા.7 મે ના રોજ સિવિલ ડીફેન્સ મોક ડ્રીલનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે. જેને લઈને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સામાન્ય નાગરિકોએ મોકડ્રીલ સંદર્ભમાં શું કરવું જોઈએ તેની વિગતો આપી હતી. ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું કે, ચેતવણી આપવામાં આવે ત્યારે નાગરિકોએ સતર્ક રહી બે પ્રકારના સાયરનને સમજવા જોઈએ. જેમાં (1) વોર્નિંગ સિગ્નલ: સંભવિત હવાઈ હુમલાનો સંકેત આપતો લાંબો સાયરન વાગશે. (2) ઓલ ક્લીયર સિગ્નલ: ટૂંકો અને સ્થિર સાયરન જે ખતરો પસાર થઈ ગયો છે, તે દર્શાવે છે. કોઈપણ પ્રકારની ઈમરજન્સી પરિસ્થિતિમાં તાત્કાલિક નાગરિક પ્રતિભાવ તરીકે તમામ બાહ્ય પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરી વૃદ્ધો, બાળકો અને દિવ્યાંગ નાગરિકોને સહાય કરવી જોઈએ. આ ઉપરાંત લિફ્ટનો ઉપયોગ ટાળવો જોઈએ તથા સ્થળાંતર સમયે…
ગામતળની બહાર તથા વાડી વિસ્તારમાં વસવાટ કરતા પરિવારો માટે રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય, જાણો વિગત
રાજ્ય સરકાર દ્વારા ગામતળની બહાર વસવાટ કરતા નાગરિકોના હિતમાં ત્રણ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા છે. ગુજરાતના અનેક ગામડાઓમાં કેટલાક પરિવારો ગામતળની બહાર અથવા વાડી વિસ્તારમાં વસવાટ કરે છે. આવા પરિવારો ગામતળની બહાર પણ 24 કલાક પૂરતી વીજળી મેળવી શકે તે માટે ગામતળ બહાર વિવિધ હેતુ માટે વીજ જોડાણો આપવાની સર્વગ્રાહી નીતિના નિયમોમાં કેટલાક મહત્વના સુધારા કરવામાં આવ્યા છે. ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ આ નિર્ણયો અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના પ્રવર્તમાન નિયમો અનુસાર ગામતળની બહારના કોઈપણ વિસ્તારમાં આવેલા રહેણાક હેતુના મકાનમાં નવીન સિંગલ ફેજ વીજ જોડાણ માટે ખેતીવાડી ફીડર પરથી ફકત 03 કિલોવોટ (KW)ના વીજ ભારની મર્યાદામાં રહીને વીજ જોડાણ આપવામાં આવે છે. આ માટે થતા કુલ વાસ્તવિક ખર્ચ અથવા રૂ. 1 લાખ,…
હવે ગાંધીનગર સુધી ધક્કો ખાવાની નથી જરૂર, હર્ષ સંઘવી E-Mail પર જ લાવી રહ્યા છે પ્રશ્નનું નિરાકરણ
ડિજીટલ યુગમાં રાજ્યના સામાન્ય નાગરિકો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ગાંધીનગર સુધી ધક્કો ન ખાવો પડે તેની ચિંતા કરીને સમસ્યાના સમાધાન માટે તાત્કાલિક અને પારદર્શક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા માટે રાજ્યના ગૃહ, વાહન-વ્યવહાર અને રમત-ગમત વિભાગના રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ડિજીટલ માધ્યમથી પ્રશ્નોના નિરાકરણ લાવી રહ્યા છે. એક વર્ષમાં ઇ મેઇલ પર કુલ-2533 પ્રશ્નો તેમજ રજૂઆતો સામાન્ય નાગરિકો તરફથી મંત્રીને મળી છે જેમાં ખૂબ ટૂંકા સમયમાં મોટા પ્રમાણમાં રજૂઆતોનો સુખદ નિકાલ આવ્યો છે. મંત્રી હર્ષ સંઘવી કાર્યાલય ખાતે પ્રત્યક્ષ રીતે પ્રત્યેક અરજદાર , ધારાસભ્યઓ, સાંસદ તથા પદાધિકારીઓને સાંભળતા હોય છે. પરંતુ રાજ્યના કોઈ પણ નાગરિક કે જનપ્રતિનિધિ ગૃહ, વાહન-વ્યવહાર અને રમત-ગમત વિભાગ સંબંધિત પ્રશ્નો અને રજૂઆતો માટે ગાંધીનગર ઓફિસ સુધી જવું ન પડે અને ઈ-મેઈલ દ્વારા પોતાની સમસ્યાનું નિરાકરણ…
ધોરણ 12માં નાપાસ થયેલા વિધાર્થીઓને રાજ્ય શિક્ષણ મંત્રીએ આપી સલાહ, જાણો શું કહ્યું
આજે જાહેર થયેલ ધોરણ 12ના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ, GUJCET-2025 અને સંસ્કૃત મધ્યમાની પરીક્ષાના પરિણામ જાહેર થયા છે. જેને લઈને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. પરીક્ષામાં સફળ થયેલ વિધાર્થીઓને શુભકામના પાઠવી છે. પ્રફુલ પાનશેરીયાએ જે વિધાર્થીઓ પરીક્ષામાં સફળ થયા છે તે બધા વિધાર્થીઓને અભિનંદનને પાઠવું છું પરંતુ જે વિધાર્થીઓને સફળ નથી થયા એ વિધાર્થીઓ રાજ્ય સરકાર દ્વારા બેસ્ટ ઓફ ટુ પરીક્ષા અંતર્ગત ફરીથી પરીક્ષા આપી પોતાનું સપનું પૂરું કરી શકશે અથવા વિધાર્થી જે વિષયમાં નાપાસ થયા છે એની પરીક્ષા આપી પોતાનું પરિણામ સુધારી શકશે. નાપાસ થયેલ વિધાર્થી માટે શું કહ્યું મંત્રીએ કહ્યું કે, કોઈ પણ વિધાર્થીને હતાશ અને ડિપ્રેશનમાં આવવાની જરૂર…
Earthquake: વાવની ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર નોંધાઈ 3.4ની તીવ્રતા
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ભૂકંપના આંચકાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ દરમિયાન ગઈકાલે મોડી રાત્રે 3:35 કલાકે વાવમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. હાલમાં ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયાના સમાચાર નથી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) અનુસાર, ભૂકંપની તીવ્રતા 3.4 માપવામાં આવી હતી. વાવમાં મોડી રાત્રે આવેલ ભૂકંપથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે ભૂકંપની તીવ્રતા ઘણી ઓછી હતી. ગાંધીનગર સ્થિત ISRએ જણાવ્યું હતું કે ભૂકંપ મોડી રાત્રે 3.35 વાગ્યે નોંધાયો હતો, તેનું કેન્દ્ર વાવથી 27 કિમી દૂર નોંધાયું હતું. ભૂકંપથી લોકોમાં ભયનો માહોલ છવાયો છે. જોકે રાહતની વાત તો એ છે કે, હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. મે મહિનાની શરૂઆતના પ્રથમ ત્રણ દિવસમાં જ રાજ્યમાં બે ભૂકંપના આંચકા અનુભવાયા છે.…
દેશની 28 ટકા મહિલા સાંસદો અને ધારાસભ્યો સામે ફોજદારી કેસ, ADR રિપોર્ટમાં દાવો
દેશભરમાં 28 ટકા મહિલા સાંસદો અને ધારાસભ્યો સામે ફોજદારી કેસ નોંધાયેલા છે, જ્યારે 17 ટકા મહિલા સાંસદોએ પોતાને અબજોપતિ જાહેર કર્યા છે. ચૂંટણી અધિકારો સાથે સંકળાયેલી સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) એ તેના વિશ્લેષણમાં આ વાતનો ખુલાસો કર્યો છે. રિપોર્ટ મુજબ, 78 મહિલા સાંસદો-ધારાસભ્યો, એટલે કે 15 ટકા, પર હત્યાનો પ્રયાસ અને હત્યા જેવા ગંભીર ગુનાઓનો આરોપ છે. 17 અબજોપતિ સાંસદો અને ધારાસભ્યોમાં લોકસભામાં 75 મહિલા સાંસદોમાંથી 6, રાજ્યસભામાં 37 મહિલા સાંસદોમાંથી ત્રણ અને રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાનસભાઓમાં 400 મહિલા ધારાસભ્યોમાંથી આઠનો સમાવેશ થાય છે. વર્તમાન 513 મહિલા સાંસદો અને ધારાસભ્યોમાંથી 512 દ્વારા રજૂ કરાયેલા સોગંદનામાના આધારે તૈયાર કરાયેલા અહેવાલમાં જણાવાયું છે કે 143 એટલે કે 28 ટકાએ તેમની સામે ફોજદારી કેસ નોંધાયેલા હોવાનું…
AAPના નેતા મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનની વધી મુશ્કેલી, ACBએ નોંધ્યો કેસ; જાણો શું છે મામલો
આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારના ભૂતપૂર્વ મંત્રી મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન ભ્રષ્ટાચાર વિરોધી શાખા (ACB) એ સરકારી શાળાઓમાં વર્ગખંડોના બાંધકામ સંબંધિત કથિત ભ્રષ્ટાચાર કૌભાંડ સાથે સંબંધિત કેસ નોંધ્યો છે. જેમાં અંદાજે 2000 કરોડનું કૌભાંડ થયું હોવાની ચર્ચાઓ છે. આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારના ભૂતપૂર્વ મંત્રી મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન સામે ACB એ કેસ નોંધ્યો છે. દિલ્હીમાં AAP સરકારના કાર્યકાળ દરમિયાન 12,748 વર્ગખંડો અને સંબંધિત ઇમારતોના બાંધકામ સાથે સંબંધિત આ કેસ છે. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 17-A હેઠળ સક્ષમ અધિકારી પાસેથી જરૂરી મંજૂરી મેળવ્યા બાદ ACB એ કેસ નોંધ્યો. એજન્સીએ જણાવ્યું હતું કે સમગ્ર પ્રોજેક્ટમાં નોંધપાત્ર અનિયમિતતાઓ અને ખર્ચમાં વધારો જોવા મળ્યો હતો.…
kolkata: હોટલમાં લાગી ભીષણ આગ, 14 લોકો જીવતા ભૂંજાયા
કોલકાતાથી અકસ્માતના મોટા સમાચાર આવી રહ્યા છે. ગઈકાલે સાંજે બડા બજાર વિસ્તારમાં મેચુઆ ફ્રૂટ પટ્ટી વિસ્તારમાં આવેલી ઋતુરાજ હોટેલમાં લાગેલી આગમાં 14 લોકોના મોત થયા હતા. આ ઘટના ગઈકાલે રાત્રે 8.15 વાગ્યે કોલકાતાના સૌથી વ્યસ્ત વિસ્તારો પૈકીના એક મચ્છુઆ ફાલ પટ્ટીના એક રેસ્ટોરન્ટમાં બની હતી. આગ લાગતાની સાથે જ રેસ્ટોરન્ટની અંદર અફડાતફડી મચી ગઈ. તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી પરંતુ સાંકડો રસ્તો હોવાથી ફાયર બ્રિગેડ ટીમને ભારે મહેનત કરવી પડી હતી. આગની ઘટનામાં મૃત્યુ પામેલા 14 લોકોમાં 11 પુરુષો, 1 મહિલા, 1 યુવક અને એક યુવતીનો સમાવેશ થાય છે. જેમાંથી 8 મૃતદેહોની ઓળખ થઈ ગઈ છે. અકસ્માત સમયે ધુમાડાના કારણે ઘણા લોકો અંદર ફસાયા હતા અને કેટલાક લોકો જીવ બચાવવા માટે ઉપરના માળ તરફ…
















