હવે ગાંધીનગર સુધી ધક્કો ખાવાની નથી જરૂર, હર્ષ સંઘવી E-Mail પર જ લાવી રહ્યા છે પ્રશ્નનું નિરાકરણ

ડિજીટલ યુગમાં રાજ્યના સામાન્ય નાગરિકો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ગાંધીનગર સુધી ધક્કો ન ખાવો પડે તેની ચિંતા કરીને સમસ્યાના સમાધાન માટે તાત્કાલિક અને પારદર્શક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા માટે રાજ્યના ગૃહ, વાહન-વ્યવહાર અને રમત-ગમત વિભાગના રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ડિજીટલ માધ્યમથી પ્રશ્નોના નિરાકરણ લાવી રહ્યા છે.

એક વર્ષમાં ઇ મેઇલ પર કુલ-2533 પ્રશ્નો તેમજ રજૂઆતો સામાન્ય નાગરિકો તરફથી મંત્રીને મળી છે જેમાં ખૂબ ટૂંકા સમયમાં મોટા પ્રમાણમાં રજૂઆતોનો સુખદ નિકાલ આવ્યો છે.

મંત્રી હર્ષ સંઘવી કાર્યાલય ખાતે પ્રત્યક્ષ રીતે પ્રત્યેક અરજદાર , ધારાસભ્યઓ, સાંસદ તથા પદાધિકારીઓને સાંભળતા હોય છે. પરંતુ રાજ્યના કોઈ પણ નાગરિક કે જનપ્રતિનિધિ ગૃહ, વાહન-વ્યવહાર અને રમત-ગમત વિભાગ સંબંધિત પ્રશ્નો અને રજૂઆતો માટે ગાંધીનગર ઓફિસ સુધી જવું ન પડે અને ઈ-મેઈલ દ્વારા પોતાની સમસ્યાનું નિરાકરણ મેળવી શકે તે માટે ઈ મેઈલ પર આવેલી ફરિયાદો અને રજૂઆતોના ત્વરિત નિરાકરણ ઉપર પણ ખાસ ભાર મૂક્યો છે.

આ ID પર કરો મેઇલ
રાજ્યના નાગરિકો min-home@gujarat.gov.in ઈ-મેઈલ આઈડી પર ગૃહ, વાહન-વ્યવહાર અને રમત-ગમત વિભાગ સંબંધિત પોતાના પ્રશ્નો, નિમંત્રણ તેમજ રજૂઆતો મોકલી રહ્યા છે. આ મળતા ઈ-મેઈલની મંત્રી ના કાર્યાલય સ્તરેથી પ્રામાણિકતાપૂર્વક યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

સૌથી મહત્વની વાત એ છે કે, મંત્રી હર્ષ સંઘવી પોતે દરરોજ મળતા ઈ-મેઈલની સમીક્ષા કરે છે અને સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારી ને તાત્કાલિક સૂચનાઓ પાઠવે છે. સાથે સાથે, દર મહિનાના પ્રથમ અઠવાડિયામાં સમીક્ષા બેઠક યોજીને, રજૂઆત થયેલા મુદ્દાઓના ઉકેલ અને પ્રગતિ અંગે પણ બારીક સમીક્ષા કરવામાં આવે છે. આ કાર્યવાહીથી ઈ-ગવર્નન્સને વધુ બળ મળ્યું છે અને સામાન્ય નાગરિકોને પ્રાથમિકતા આપી, સરળ અને ઝડપી વહીવટની દિશામાં આગળ વધી રહ્યા છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

AMC Mega Medical Camp 2026: માધુપુરા ખાતે યોજાયો ભવ્ય ‘બ્લડ ડોનેશન’ અને ‘મેડિકલ કેમ્પ.. Free Check-up

માધુપુરામાં ‘મેગા Medical કેમ્પ’ અને ‘રક્તદાન કેમ્પ’ યોજાયો, નાગરિકોને નિઃશુલ્ક આરોગ્ય સેવાઓનો લાભ શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સેવાકીય પ્રયાસ; નિઃશુલ્ક તપાસ સાથે દવાઓનું પણ વિતરણ અમદાવાદના માધુપુરા વિસ્તારમાં સ્થાનિક નાગરિકોને આરોગ્યલક્ષી સુવિધાઓ સરળતાથી મળી રહે તે હેતુથી ‘મેગા Medical કેમ્પ’ અને ‘બ્લડ ડોનેશન કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાની ઉપસ્થિતિ અને પ્રોત્સાહક માર્ગદર્શન હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માધુપુરા અર્બન હેલ્થ સેન્ટર ખાતે આ સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. કેમ્પ દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ ઉપસ્થિત રહી વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. આ આયોજનનો મુખ્ય હેતુ સામાન્ય નાગરિકોને તેમના રહેઠાણ નજીક જ જરૂરી આરોગ્ય તપાસ અને તબીબી માર્ગદર્શન મળી રહે તેવો હતો. ઘણી વખત સામાન્ય…

Aaj Nu Rashifal 17 September 2026 : આજનો દિવસ તમારા માટે કેવો રહેશે? ૧૨ રાશિઓનું સંપૂર્ણ રાશિફળ.. Emotional Resilience & Clarity..

આજનું Rashifal — 17 સપ્ટેમ્બર 2026 Rashifal મેષથી મીન સુધી જાણો આજનો દિવસ, નોકરી-ધંધો, પૈસા, પ્રેમ, પરિવાર, શુભ રંગ અને શુભ અંક ♈ મેષ રાશિ Rashifal આજે કામકાજમાં વ્યસ્તતા રહેશે. અટકેલા કામને ફરી ગતિ મળી શકે છે. નોકરીમાં નવી જવાબદારી મળી શકે છે. વેપારીઓએ આજે ઉતાવળમાં મોટો નિર્ણય ન લેવો. પરિવાર સાથે સમય પસાર કરવાથી મન પ્રસન્ન રહેશે. પૈસાની બાબતમાં ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે.💼 કરિયર: જવાબદારી વધશે.💰 નાણાં: ખર્ચનું આયોજન કરો.❤️ પ્રેમ: ગેરસમજ વાતચીતથી દૂર થશે.🎨 શુભ રંગ: લાલ🔢 શુભ અંક: 9 ♉ વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે દિવસ આર્થિક રીતે મહત્વનો બની શકે છે. જૂના કામમાંથી લાભ મળવાની શક્યતા છે. ઓફિસમાં તમારી મહેનતની નોંધ લેવાઈ શકે છે. વેપારમાં નવા સંપર્કો ફાયદાકારક બની…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *