આસામમાં સુખોઈ-30 MKI ફાઈટર જેટ ગુમ, વાયુસેનાએ શરૂ કર્યું સર્ચ ઓપરેશન

આસામના કાર્બી આંગલોંગ જિલ્લામાં સુખોઈ-30 MKI ફાઈટર જેટનો રડાર સાથે સંપર્ક તૂટી ગયો છે. વિમાન નેજરહાટથી ઉડાન ભર્યું હતું, પરંતુ થોડા સમય બાદ રડાર પર તેનો સંપર્ક ગુમ થઈ ગયો. હાલ વિમાન હજુ સુધી મળ્યું નથી. સ્થાનિક લોકોએ જણાવ્યું કે સાંજના સમયે એક જોરદાર વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો અને તરત જ ટેકરીઓમાંથી ધુમાડો જોવા મળ્યો. આ વિસ્તાર વસાહતથી દૂર હોવાથી સ્થાનિકોમાં ચકચાર મચી ગઈ છે. વાયુસેનાએ તાત્કાલિક સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે અને વિમાન શોધવા માટે ટીમો રવાના કરી છે. સંરક્ષણ પીઆરઓએ જણાવ્યું કે તપાસ ચાલી રહી છે અને વિમાન ક્રેશ અંગે વધારે વિગતો પ્રાપ્ત થાય ત્યારે જાહેર કરવામાં આવશે. હાલ કોઈ જાનહાનિની માહિતી મળી નથી. લોકો અને સેનાની ટીમો બેફામ ભયભીત અને ચિંતિત છે. Follow…

ચૂંટણી પહેલા આસામ કોંગ્રેસને મોટો ફટકો, આ દિગ્ગજ નેતાએ ધરી દીધું રાજીનામું

આગામી થોડા મહિનામાં આસામમાં ચૂંટણીઓ યોજાવાની છે, અને તે પહેલાં જ કોંગ્રેસ પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ રિપુન બોરાએ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે પ્રાથમિક સભ્યપદ સહિત તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસ પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યા બાદ રિપુન બોરાએ 2021 માં પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું. તેઓ રાજ્યસભાના સભ્ય પણ હતા. તરુણ ગોગોઈ સરકારના સતત બે કાર્યકાળ દરમિયાન તેમણે મંત્રી તરીકે સેવા આપી હતી અને 2001 માં તેઓ પહેલી વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે લગભગ પાંચ વર્ષ સુધી આસામ કોંગ્રેસના પ્રમુખ તરીકે સેવા આપી. તેમણે 2016 માં પાર્ટીનું નેતૃત્વ સંભાળ્યું. તે જ વર્ષે, તેઓ રાજ્યસભામાં પણ ચૂંટાયા, તેમનો કાર્યકાળ 2022…

આસામમાં ભાજપને લાગ્યો મોટો ફટકો, પૂર્વ કેન્દ્રીય મંત્રીએ ધરી દીધું રાજીનામું

આસામમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ને મોટો ઝટકો લાગ્યો છે. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને ચાર વખત ભાજપના સાંસદ રહી ચૂકેલા રાજેન ગોહૈને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમની સાથે 17 અન્ય સભ્યો પણ જોડાયા છે. રાજેન ગોહૈને રાજ્ય ભાજપ પ્રમુખ દિલીપ સૈકિયાને લખેલા પત્રમાં પોતાનો નિર્ણય જાહેર કર્યો છે, જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓ તાત્કાલિક અસરથી પ્રાથમિક સભ્યપદ અને પાર્ટીની તમામ જવાબદારીઓ પરથી રાજીનામું આપી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજીનામું આપનારા મોટાભાગના સભ્યો ઉપલા અને મધ્ય આસામના છે. પત્રકારો સાથે વાત કરતા, રાજેન ગોહૈને કહ્યું કે ભાજપ આસામના લોકોને આપેલા વચનો પૂરા કરવામાં નિષ્ફળ ગઈ અને સ્થાનિક સમુદાયો સાથે દગો કર્યો, જ્યારે બહારના લોકોને રાજ્યમાં સ્થાયી થવા દીધા.” ગોહૈનનું જાણો રાજકીય કરિયર રાજેન ગોહૈન…

અમિત શાહ 2 દિવસના નોર્થ-ઇસ્ટના પ્રવાસે, આસામમાં નવી પોલીસ એકેડેમીના પ્રથમ તબક્કાનું કર્યુ ઉદઘાટન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે બે દિવસીય મુલાકાતે નોર્થ ઇસ્ટ પહોંચ્યા. અમિત શાહનો આ પ્રવાસ આસામથી શરૂ થયો હતો. જ્યાં શનિવારે અમિત શાહે ગોલાઘાટ જિલ્લાના ડેરગાંવ ખાતે નવીનીકૃત પોલીસ એકેડેમીના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું. અમિત શાહે તેના આગામી તબક્કાનો શિલાન્યાસ પણ કર્યો. ઉદ્ઘાટન પછી, પોલીસ મહાનિર્દેશક હરમીત સિંહે શાહને ‘લચિત બરફૂકન પોલીસ એકેડેમી’માં સ્થિત અન્ય કેન્દ્રો વિશે માહિતી આપી. આ પછી, શાહે ઇમારતની મુલાકાત લીધી, જે દરમિયાન વરિષ્ઠ અધિકારીઓએ ગૃહમંત્રી સાથે ફોટોગ્રાફ પણ લીધા. આ પણ વાંચો :- કર્ણાટકમાં સરકારી ટેન્ડરોમાં મુસ્લિમ કોન્ટ્રાક્ટરોને 4 ટકા અનામતને કેબિનેટની મંજુરી લચિત બરફૂકન પોલીસ એકેડેમી 340 એકર જમીન પર બનાવવામાં આવી રહી છે તેમની સાથે મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા અને કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ સહિત અન્ય લોકો પણ હતા.…

સમય રૈના અને રણવીર અલ્હાબાદીયા સામે દેશભરમાં આક્રોશ, મુંબઇ થી લઇ આસામ સુધી કેસ નોંધાયા

ગયા અઠવાડિયે ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટમાં રણવીરે એવી અભદ્ર ટિપ્પણી કરી કે દેશ આખો ગુસ્સામાં છે. આ મામલે આસામ સુધી FIR નોંધાઈ છે..રણવીર માફી માંગી રહ્યો છે, પણ દેશ જવાબ માંગી રહ્યો છે કે મનોરંજનના નામે અશ્લીલતા કેમ પીરસવામાં આવી રહી છે? -> શોમાં એવી અશ્લીલ ટિપ્પણીઓ કરવામાં આવી હતી કે તેનું વર્ણન કરવું પણ મુશ્કેલ છે :- એક પ્લેટફોર્મ પર માતા-પિતા વિશે ખૂબ જ અભદ્ર અને અશ્લીલ ટિપ્પણીઓ કરવામાં આવી રહી હતી અને લોકો તેને કોમેડીનો ભાગ સમજીને બેશરમીથી હસતા હતા. ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ નામના શોમાં એવી ટિપ્પણીઓ કરવામાં આવી હતી જે અમે તમને કહી પણ શકતા નથી. આ ટિપ્પણીઓ કરનારા લોકો બીજું કોઈ નહીં પણ એવા લોકો છે જેઓ પોતાને સોશિયલ મીડિયાના ભગવાન માને છે…

બાંગ્લાદેશે પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને આસામને બાંગ્લાદેશના ભાગ તરીકે દર્શાવતો નક્શો જાહેર કરતા વિવાદ

મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની બાંગ્લાદેશની વચગાળાની સરકારના ‘સલાહકાર’ તરીકે કામ કરનાર મહફૂઝ આલમે વિજય દિવસના અવસર પર મોટો વિવાદ ઉભો થાય તેવો નકશો જાહેર કરી પોતાના નાપાક ઇરાદા છતા કરી દીધા. 1971 ના બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધમાં પાકિસ્તાની સેના પર બાંગ્લાદેશી સેનાની જીતની યાદમાં 16 ડિસેમ્બરે વિજય દિવસ ઉજવવામાં આવે છે. સોમવારે ફેસબુક પર પોસ્ટ કરીને, કટ્ટર ઇસ્લામવાદી મહફૂઝ આલમે સૌથી પહેલા ઉત્તર-પૂર્વ ભારત અને ઉત્તર ભારતમાં રહેતા લોકો વચ્ચે સંસ્કૃતિના આધારે મતભેદ ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં તેણે વિવાદાસ્પદ નકશો બહાર પાડ્યો, જેમાં પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને આસામને બાંગ્લાદેશના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યા હતા. જોકે, વિવાદ વધ્યા બાદ તેણે પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. -> ઉત્તર પૂર્વ ભારતને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો :- મહફૂઝ આલમે પોતાની…