AMTSના અકસ્માત ઘટાડવા AI કેમેરાથી ડિજિટલ મોનિટરિંગ: ડ્રાઈવર ફોન પર વાત કરશે તો કંટ્રોલ રૂમમાં તરત એલર્ટ Proactive Security 2026

AMTSના અકસ્માત ઘટાડવા AI કેમેરાથી ડિજિટલ મોનિટરિંગ: ડ્રાઈવર ફોન પર વાત કરશે તો કંટ્રોલ રૂમમાં તરત એલર્ટ અમદાવાદમાં AMTS બસોના અકસ્માત ઘટાડવા અને જાહેર પરિવહનને વધુ સુરક્ષિત બનાવવા માટે હવે ટેક્નોલોજીની મદદ લેવામાં આવી રહી છે. AMTS બસોમાં AI કેમેરા આધારિત ડિજિટલ મોનિટરિંગ સિસ્ટમ અમલમાં મૂકવાની કવાયત શરૂ કરવામાં આવી છે. આ સિસ્ટમ દ્વારા બસ ચાલતી વખતે ડ્રાઈવર દ્વારા કરવામાં આવતી વિવિધ બેદરકારી પર નજર રાખવામાં આવશે. ઓવર સ્પીડ, ડ્રાઈવરનું મોબાઈલ ફોન પર વાત કરવું, ધૂમ્રપાન કરવું અથવા ડ્રાઈવર ચાલુ બસમાં ઊંઘી જાય કે ઝોંકા ખાય તેવી સ્થિતિમાં પણ કંટ્રોલ રૂમને તાત્કાલિક એલર્ટ મળી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવાનો હેતુ છે. -> અકસ્માત ઘટાડવા ટેક્નોલોજીનો ઉપયોગ : શહેરમાં AMTS બસો મોટી સંખ્યામાં મુસાફરોને એક સ્થળેથી બીજા સ્થળે…