અમરેલી લેટરકાંડને લઈને CMને પત્ર, દિલીપ સંઘાણીએ તપાસની કરી માંગ

B INDIA અમરેલી : અમરેલી લેટરકાંડને લઈને દિલીપ સંઘાણીએ CM ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. તેમણે લખ્યું કે, હાઈકોર્ટના નિવૃત જજની અધ્યક્ષતામાં અમરેલી લેટરકાંડની તપાસ કરવામાં આવે તેવી માગ કરાઈ છે.જોકે, પોલીસ કસ્ટડીમાં ભાજપના નેતાઓનું નામ આપવા અંગેનું મનિષ વઘાશીયાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે, મનીષ વઘાશીયાએ કરેલા આક્ષેપ પણ અત્યંત ગંભીર છે. આ બાબત અત્યંત ગંભીર બાબત કહી શકાય, અમરેલી પોલીસે પોતાની જાતે, પોલીસના કોઈ ઉચ્ચ અધિકારી અથવા તો કોઈ રાજકીય પદાધિકારીના કહેવાથી આ કાર્યવાહી કરેલ હોઈ શકે તેમ મારુ માનવુ છે. કોઈ સામાન્ય વ્યક્તિના ઇશારે પોલીસ આ પ્રકારનું કૃત્ય ન જ કરે, આ કેસમાં કહેવાતા સાચા કે ખોટા પત્ર સાથે મારે કોઈ લેવા દેવા નથી.મળતી માહિતી મુજબ, અમરેલી લેટરકાંડને લઈને…