જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કરશે મગફળીના બિયારણનું વેચાણ, આજથી આ તારીખ સુધી કરી શકાશે ઓનલાઈન નોંધણી
આજથી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી મગફળીના બિયારણનું વેચાણ ચાલુ કર્યું છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા મગફળીની GJG-22 અને OJG-32 તેમજ સોયાબીનની GS-4 ના બિયારણના વેચાણ માટેની ઓનલાઈન નોંધણી આજથી શરુ થઈ છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેબસાઈટ www.jau.in પર 27/03/2025 થી 7/04/2025 સુધી નોંધણી કરાવી શકાશે. ખેડૂતમિત્રોએ બંને પાકમાંથી કોઈ પણ એક પાકનું એક જ જાતનું બિયારણ મેળવવા માટે અરજી કરવી જરૂરી છે. એટલે કે જે ખેડૂતમિત્રએ જે પાક અને જાત માટે અરજી કરી હશે. તે જ પાક અને જાતનું બિયારણ મળવાનું રહેશે. જેમની અરજી મંજૂર થશે, તેમને અરજીમાં નોંધાયેલ મોબાઈલ નંબર પર બિયારણના વેચાણ અથવા વિતરણ અંગે SMS દ્વારા જાણ કરવામાં આવશે. બિયારણ લેવા માટે ખેડૂતમિત્રોએ સીડ હબ ગોડાઉન (યુનિવર્સિટી ગેટ નંબર-3), બીજ વિજ્ઞાન અને તકનીકી વિભાગ,…







