સંતરામપુરમાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો, 70 વિદ્યાર્થીઓને કરવામાં આવ્યા સન્માનિત
સલમાન મોરાવાલા, સંતરામપુર/ ગઇકાલે તારીખ 26 ઓક્ટોબર, 2025ના લાભ પંચમના પવિત્ર દિવસે સંતરામપુર ખાતે સંતરામપુર-કડાણા વિકાસ મંડળ દ્વારા તેજસ્વી તારલા સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં મુખ્ય અધ્યક્ષ તરીકે પૂર્વ મંત્રી કુબેર ડિંડોર ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે આમંત્રિત મુખ્ય અતિથિ આઇપીએસ સફીન હસન વ્યક્તિગત કારણોસર ઉપસ્થિત રહી શક્યા ન હતા. વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા કાર્યક્રમ દરમિયાન પૂર્વ મંત્રી તથા ઉપસ્થિત માનનીય મહેમાનો દ્વારા સંતરામપુર અને કડાણા તાલુકાના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓના ઉત્તમ શૈક્ષણિક અને અન્ય ક્ષેત્રોમાંના પ્રદાનને માન આપી તેમને ટ્રોફી અને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા. આ પ્રસંગે 70 જેટલા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ અને વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, અને સમગ્ર વાતાવરણમાં આનંદ, ગૌરવ અને પ્રેરણાની લાગણી છવાઈ…







