સંતરામપુરમાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો, 70 વિદ્યાર્થીઓને કરવામાં આવ્યા સન્માનિત

સલમાન મોરાવાલા, સંતરામપુર/ ગઇકાલે તારીખ 26 ઓક્ટોબર, 2025ના લાભ પંચમના પવિત્ર દિવસે સંતરામપુર ખાતે સંતરામપુર-કડાણા વિકાસ મંડળ દ્વારા તેજસ્વી તારલા સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ સમારોહમાં મુખ્ય અધ્યક્ષ તરીકે પૂર્વ મંત્રી કુબેર ડિંડોર ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે આમંત્રિત મુખ્ય અતિથિ આઇપીએસ સફીન હસન વ્યક્તિગત કારણોસર ઉપસ્થિત રહી શક્યા ન હતા.

વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા
કાર્યક્રમ દરમિયાન પૂર્વ મંત્રી તથા ઉપસ્થિત માનનીય મહેમાનો દ્વારા સંતરામપુર અને કડાણા તાલુકાના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓના ઉત્તમ શૈક્ષણિક અને અન્ય ક્ષેત્રોમાંના પ્રદાનને માન આપી તેમને ટ્રોફી અને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા. આ પ્રસંગે 70 જેટલા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ અને વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, અને સમગ્ર વાતાવરણમાં આનંદ, ગૌરવ અને પ્રેરણાની લાગણી છવાઈ ગઈ હતી.

સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સંતરામપુર-કડાણા આદિવાસી વિકાસ મંડળની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રશંસનીય આયોજન કર્યું હતું.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

બિન-લશ્કર તેલના પ્રવાહમાં વધારો થતાં Indiaના આયાત ડેટામાં રશિયન બેરલનો ભાવ ઘટ્યો…

નવી દિલ્હી : ભારતના ક્રૂડ ઓઇલ આયાત બજારમાં છેલ્લા કેટલાક અઠવાડિયામાં મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળી રહ્યો છે. રશિયન ક્રૂડ India માટે હજુ પણ મહત્વનો સપ્લાયર છે, પરંતુ આયાતના ડેટામાં રશિયન બેરલનો દેખાતો હિસ્સો ઘટતો જોવા મળી રહ્યો છે. બીજી તરફ, ઓળખ અજ્ઞાત અથવા અન્ય સ્ત્રોત તરીકે વર્ગીકૃત કરવામાં આવેલા ક્રૂડ ઓઇલના બેરલ્સનો પ્રવાહ વધી રહ્યો છે, જેના કારણે Indiaની વાસ્તવિક રશિયન ઓઇલ ખરીદી અને આયાત ડેટામાં દેખાતી માત્રા વચ્ચેનો તફાવત ચર્ચાનો વિષય બન્યો છે. તાજેતરના Kpler આધારિત આંકડાઓ અનુસાર, સપ્ટેમ્બરના પ્રથમ 14 દિવસમાં ભારતે રશિયા પાસેથી આશરે 1.42 મિલિયન બેરલ પ્રતિદિન (mbpd) ક્રૂડ આયાત કર્યું હતું. આ ઓગસ્ટના સરેરાશ આશરે 2.1 mbpdની સરખામણીએ લગભગ 30 ટકા ઓછું છે. જોકે, સપ્ટેમ્બરનો આ આંકડો પ્રારંભિક છે અને મહિનાના…

આદિજાતિ વિસ્તારોમાં 108 Ambulance હવે 10 મિનિટમાં પહોંચાડવાનું આયોજન, Life Save

આદિજાતિ વિસ્તારોમાં 108 Ambulance હવે 10 મિનિટમાં પહોંચાડવાનું આયોજન, 89 નવી Ambulance મૂકાશે Ambulance ગુજરાતના આદિજાતિ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને વધુ ઝડપી અને સુલભ બનાવવા રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને ઇમરજન્સીની સ્થિતિમાં દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે 108 ઇમરજન્સી Ambulance સેવાનો રિસ્પોન્સ ટાઈમ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આદિજાતિ વિસ્તારોમાં ભૌગોલિક પરિસ્થિતિ અને અંતરના કારણે હાલમાં 108 Ambulanceને પહોંચવામાં રાજ્યના સરેરાશ સમય કરતાં વધુ સમય લાગે છે. આ સમસ્યાના ઉકેલ માટે આ વિસ્તારોમાં ભૌગોલિક પરિસ્થિતિને અનુકૂળ 89 નવી એમ્બ્યુલન્સ મૂકવામાં આવશે.રાજ્ય સરકારના આયોજનનો મુખ્ય ઉદ્દેશ આદિજાતિ વિસ્તારોમાં ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા વધુ ઝડપી બનાવવાનો છે. નવી એમ્બ્યુલન્સના ઉમેરા બાદ ઇમરજન્સી રિસ્પોન્સ ટાઈમ ઘટાડીને આશરે 10 મિનિટ સુધી લાવવાનું આયોજન કરવામાં આવ્યું…