કુવૈત-દિલ્હી ફ્લાઇટને મળી બોમ્બ અને હાઇજેકની ધમકી, અમદાવાદમાં કરાયું ઇમરજન્સી લેન્ડિંગ
અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, વિમાન કુવૈતથી દિલ્હી આવી રહ્યું હતું. આ દરમિયાન, વિમાનની અંદરથી એક ટીશ્યુ પેપર મળી આવ્યું જેમાં વિમાનને હાઇજેક કરીને ઉડાવી દેવાની ધમકી લખેલી હતી. ટીશ્યુ પેપર પર નોંધ મળતાં વિમાનમાં હોબાળો મચી ગયો હતો. વિમાનને તાત્કાલિક અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. કુવૈતથી દિલ્હી આવી રહેલી ઇન્ડિગોની ફ્લાઇટનું અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. ત્યારબાદ ફ્લાઇટમાં સવાર 180 મુસાફરો અને તેમના સામાનની તપાસ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, કુવૈતથી દિલ્હી આવી રહેલી ઇન્ડિગો ફ્લાઇટમાં ટીશ્યુ પેપર પર લખેલી એક નોટ મળી આવી હતી. ટીશ્યુ પેપર પર લખેલી આ નોટમાં વિમાનને હાઇજેક કરીને ઉડાવી દેવાની…







