ધારાસભ્યોના ભથ્થાં અને સુવિધાઓમાં વધારાની ચર્ચા ફરી શરૂ, જાણો વિગત

રાજ્યના ચૂંટાયેલા ધારાસભ્યોને મળતી સુવિધાઓ અને ભથ્થાંમાં વધારો કરવાની દિશામાં ફરી એકવાર પ્રક્રિયા શરૂ થતાં રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. હાલ પહેલેથી જ ઓછા ખર્ચે વિવિધ હાઈફાઈ સુવિધાઓનો લાભ લેતા ધારાસભ્યોને વધુ સસ્તી અને વધારાની સુવિધાઓ આપવાની વિચારણા ચાલી રહી હોવાની માહિતી સામે આવી છે, જેનાથી રાજ્યની જનતા પર વધારાનો આર્થિક બોજ પડે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. વિધાનસભામાં ધારાસભ્યોના ભથ્થાં અને સુવિધાઓની સમીક્ષા કરવા માટે રચાયેલી સમિતિની તાજેતરમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રેલવે તથા હવાઈ મુસાફરી માટે મળતા ભથ્થાંમાં વધારો કરવાની સંભાવનાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સાથે સાથે ધારાસભ્યોના કાર્યાલય ખર્ચ તેમજ મતવિસ્તાર વિકાસ માટે મળતા ભથ્થાં વધારવા અંગે પણ ચર્ચા થઈ હતી. સમિતિ દ્વારા…