અમદાવાદ સહિત ગુજરાતના 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર સક્રિય બન્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત સહિતના જિલ્લાઓમાં વરસાદે ભારે અસર પેદા કરી છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને પૂર જેવી સ્થિતિ સર્જાતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે રાજ્યમાં ભારે વરસાદની આગાહી જાહેર કરી છે. અમદાવાદ સહિત ગુજરાતના 20થી વધુ જિલ્લાઓમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે વિવિધ જિલ્લાઓ માટે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યા છે. 24 જુલાઈએ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગની આગાહી મુજબ 24 જુલાઈએ રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે…

7 મેટ્રો સ્ટેશન બંધ, રસ્તાઓ પર બેરિકેડથી થયું ‘દિલ્હી જામ’

રાજધાની દિલ્હીમાં ગુરુવારે જંતર-મંતર ખાતે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને કારણે સેન્ટ્રલ દિલ્હીની ટ્રાફિક વ્યવસ્થા પર ભારે અસર જોવા મળી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે અનેક મુખ્ય રસ્તાઓ પર બેરિકેડ લગાવ્યા હતા અને દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) દ્વારા 17 મેટ્રો સ્ટેશન બંધ રાખવામાં આવ્યા હતા. આ કારણે હજારો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને અનેક વિસ્તારોમાં વાહનોની લાંબી લાઈનો લાગી હતી. જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને પગલે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી હતી. પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં મોટી સંખ્યામાં જવાનો તૈનાત કર્યા હતા અને વાહન વ્યવહારને નિયંત્રિત કરવા માટે વિવિધ માર્ગો પર રોક લગાવવામાં આવી હતી. આ વ્યવસ્થાના કારણે સેન્ટ્રલ દિલ્હીના અનેક મહત્વપૂર્ણ વિસ્તારોમાં ટ્રાફિક ધીમો પડી ગયો હતો.…