મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર PM મોદીએ અર્પણ કરી શ્રદ્ધાંજલિ, CM ભૂપેન્દ્ર પટેલે આ રીતે કર્યા યાદ
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ આજે શુક્રવારે શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવી રહી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી. મહાત્મા ગાંધીના આદર્શોને યાદ કરીને, વડાપ્રધાને વિકસિત અને આત્મનિર્ભર ભારત બનાવવા પર ભાર મૂક્યો હતો. વડાપ્રધાને મહાત્મા ગાંધીના સ્વદેશીના આહ્વાનને વિકસિત ભારતના મૂળભૂત સિદ્ધાંત તરીકે વર્ણવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર પોસ્ટ કરતાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ પર હું હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. પૂજ્ય બાપુએ હંમેશા સ્વદેશી પર ભાર મૂક્યો હતો, જે વિકસિત અને આત્મનિર્ભર ભારતના આપણા સંકલ્પનો પાયો પણ છે. તેમનું વ્યક્તિત્વ અને સિદ્ધિઓ હંમેશા આપણા દેશવાસીઓને ફરજના માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે…







