પી.એમ.કિસાન પોર્ટલમાં ફાર્મર રજિસ્ટ્રેશન મામલે ગુજરાત દેશમાં ચોથા ક્રમે, મળી આટલા કરોડની ગ્રાન્ટ

ફાર્મર રજિસ્ટ્રેશન અંતર્ગત પી.એમ.કિસાન પોર્ટલની માહિતી આપતા પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ભારત સરકારના ડિજિટલ એગ્રી સ્ટેક પ્રોજેક્ટ હેઠળ ફાર્મર રજિસ્ટ્રેશન પ્રોગ્રામ અંતર્ગત પી.એમ.કિસાનમાં 88% ખેડૂતોના KYC અને જમીનોના લેન્ડ રેકોર્ડ્સ તેમજ રજિસ્ટ્રેશનની કામગીરી રાજ્ય સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. ફાર્મર રજીસ્ટ્રેશન અંતર્ગત પી.એમ.કિસાન પોર્ટલમાં ખેડૂતોના રજિસ્ટ્રેશનની કામગીરી પૂર્ણ કરીને ગુજરાત દેશમાં ચોથા ક્રમે છે. પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 53 લાખ લાભાર્થીઓએ ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરાવ્યું છે. રૂ.206 કરોડની ગ્રાન્ટ રાજ્ય સરકારને પ્રાપ્ત થઇ ગુજરાતના ખેડૂતોએ કરેલ ફાર્મર રજીસ્ટ્રીની નોંધ કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવી છે. જેના પરિણામે ભારત સરકાર દ્વારા સ્પેશિયલ સેન્ટ્રલ આસિસ્ટન્ટ હેઠળ રૂ.206 કરોડનું સ્પેશિયલ આસિસ્ટન્ટ તરીકેની નાણાકીય ગ્રાન્ટ રાજ્ય સરકારને…