ગુજરાતને AI અને ગ્લોબલ ફાઇનાન્સનું નવું હબ બનાવવાનું વિઝન, CM ભૂપેન્દ્ર પટેલે વર્લ્ડ બેંક સમક્ષ રજૂ કરી રણનીતિ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમેરિકાની મુલાકાત દરમિયાન વોશિંગ્ટનમાં વર્લ્ડ બેંક ખાતે યોજાયેલી ઉચ્ચસ્તરીય રાઉન્ડ ટેબલ બેઠકમાં ગુજરાતના ભવિષ્યના વિકાસનું મહત્વાકાંક્ષી વિઝન રજૂ કર્યું હતું. તેમણે ગુજરાતને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ગ્લોબલ ફાઇનાન્સિયલ સર્વિસીસ, અદ્યતન ટેકનોલોજી અને વૈશ્વિક મૂડી માટેના નવા કેન્દ્ર તરીકે વિકસાવવાની રાજ્ય સરકારની યોજના અંગે વિશ્વ બેંકના વરિષ્ઠ અધિકારીઓને માહિતી આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ કરીને ગુજરાતના GIFT Cityના વિકાસને કેન્દ્રમાં રાખીને રાજ્યમાં તૈયાર થઈ રહેલી વૈશ્વિક નાણાકીય અને ટેકનોલોજીકલ ઇકોસિસ્ટમ અંગે વિસ્તૃત રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે GIFT City હવે માત્ર એક નાણાકીય કેન્દ્ર પૂરતું મર્યાદિત ન રહે, પરંતુ આગામી તબક્કામાં ફાઇનાન્સ, ફિનટેક, AI, ડેટા અને ઇનોવેશનને એકસાથે જોડતી વૈશ્વિક ઇકોસિસ્ટમ તરીકે વિકસે તે દિશામાં સરકાર આગળ વધી રહી છે. AIને…
તહેવારો પહેલાં ખાંડના ભાવમાં ઉછાળો: ગુજરાતમાં કિલો ₹70 સુધી પહોંચવાની શક્યતા
ભારતભરમાં ખાંડના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ગુજરાતમાં સામાન્ય ખાંડનો છૂટક ભાવ હવે પ્રતિ કિલો ₹60ની આસપાસ પહોંચી ગયો છે, જ્યારે રિફાઇન્ડ ખાંડ ₹65 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. વેપારીઓના જણાવ્યા મુજબ, ઊંચા ભાવ ચૂકવવા છતાં બજારમાં ખાંડનો પૂરતો જથ્થો મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. જો તહેવારો પહેલાં પુરવઠાની સ્થિતિમાં સુધારો નહીં થાય તો ખાંડનો છૂટક ભાવ ₹70 પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે. અગાઉ ગુજરાતમાં સામાન્ય ખાંડનો ભાવ પ્રતિ કિલો આશરે ₹38 હતો. 1 જુલાઈના રોજ તેમાં વધારો થઈને ₹41.50 થયો હતો. ત્યારબાદ થોડા જ સમયમાં ભાવમાં વધુ મોટો ઉછાળો આવ્યો છે. 1 જુલાઈએ GST સિવાય S/30 ગ્રેડ ખાંડનો એક્સ-મિલ ભાવ ₹4,001થી ₹4,031 પ્રતિ ક્વિન્ટલ અને M/30 ગ્રેડનો ભાવ ₹4,141થી…
અમેરિકા અને કેનેડામાં ગુંજશે ગુજરાત: VGGS 2027 માટે CM ભૂપેન્દ્ર પટેલનો પ્રથમ વૈશ્વિક રોડ શૉ….
B india ગાંધીનગર : જાન્યુઆરી 2027માં યોજાનારી 11મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લૉબલ સમિટ એટલે કે VGGS 2027ને સફળ બનાવવા માટે ગુજરાત સરકારે વૈશ્વિક સ્તરે રોકાણ અને ટેકનોલોજી ભાગીદારી માટે પ્રયાસોને વધુ ગતિ આપી છે. આ દિશામાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં VGGS 2027 પૂર્વે પ્રથમ આંતરરાષ્ટ્રીય રોડ શૉ અમેરિકા અને કેનેડામાં યોજાઈ રહ્યો છે. આ હાઇ-લેવલ ડેલિગેશન વૉશિંગ્ટન ડી.સી., ન્યૂયૉર્ક, સાન ફ્રાન્સિસ્કો અને ટોરોન્ટોની મુલાકાત લઈને વૈશ્વિક રોકાણકારો, ઉદ્યોગ જગતના અગ્રણીઓ, ટેકનોલોજી ક્ષેત્રના પાયોનિયર્સ અને ભારતીય તથા ગુજરાતી ડાયસ્પૉરા સાથે સંવાદ કરી રહ્યું છે. આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતને વૈશ્વિક રોકાણ, આધુનિક ટેકનોલોજી, ઇનોવેશન અને વ્યૂહાત્મક ભાગીદારી માટે એક મજબૂત અને વિશ્વસનીય કેન્દ્ર તરીકે રજૂ કરવાનો છે. VGGS 2027 માટે ગુજરાતનો ગ્લૉબલ આઉટરીચ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લૉબલ સમિટે…
Surat રેગિંગ પ્રકરણ: આરોગ્ય મંત્રીના આદેશથી ડૉ. સુમૈયા મુલ્લા 90 દિવસ માટે સસ્પેન્ડ
B india સુરત : સરકારી મેડિકલ કોલેજ, Suratમાં રેગિંગની ગંભીર અને દુઃખદ ઘટનાને લઈને રાજ્ય સરકારે કડક વલણ અપનાવ્યું છે. માઇક્રોબાયોલોજી વિભાગના પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડૉક્ટર સ્વ. ડૉ. હર્ષ પંડ્યાના આત્મહત્યાના કેસમાં રેગિંગની ઘટના રોકવામાં અને ફરજ બજાવવામાં ગંભીર નિષ્કાળજી દાખવવાના મુદ્દે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની કડક સૂચનાના આધારે માઇક્રોબાયોલોજી વિભાગના વર્ગ-1ના પ્રાધ્યાપક ડૉ. સુમૈયા મુલ્લાને તાત્કાલિક અસરથી 90 દિવસ માટે ફરજમોકૂફ એટલે કે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લીધી છે અને સ્પષ્ટ કર્યું છે કે રાજ્યની કોઈપણ શૈક્ષણિક કે તબીબી સંસ્થામાં રેગિંગ, માનસિક ઉત્પીડન અથવા વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે બેદરકારી સહન કરવામાં આવશે નહીં. સ્વ. ડૉ. હર્ષ…
Bhavnagarમાં નકલી વિદેશી દારૂ કે લઠ્ઠાકાંડ? FSL રિપોર્ટ પહેલાં જ ‘લઠ્ઠાકાંડ’ જાહેર કરવા સામે ઊઠ્યા સવાલો!
Bindia ભાવનગર : Bhavnagar જિલ્લાના ખરકડી ગામમાં શંકાસ્પદ દારૂના સેવન બાદ લોકોની તબિયત લથડવાની ઘટના ગંભીર બની છે. કેટલાક લોકોનાં મોત અને અનેક લોકો સારવાર હેઠળ હોવાના અહેવાલો વચ્ચે સમગ્ર મામલો ચર્ચાના કેન્દ્રમાં છે. પ્રાથમિક તપાસમાં નકલી અથવા ભેળસેળયુક્ત વિદેશી દારૂની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ FSL અને તબીબી તપાસના અંતિમ પરિણામો આવ્યા પહેલાં જ ઘટનાને ‘લઠ્ઠાકાંડ’ તરીકે જાહેર કરવાના શબ્દપ્રયોગ અંગે સવાલો ઉઠી રહ્યા છે. -> ખરકડીની ઘટનાથી ચકચાર મળતી માહિતી મુજબ ખરકડી ગામમાં એક પ્રસંગ બાદ કેટલાક લોકોએ શંકાસ્પદ દારૂનું સેવન કર્યું હતું. ત્યારબાદ કેટલાક લોકોની તબિયત બગડવા લાગી હતી અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર ઘટનામાં અનેક લોકો અસરગ્રસ્ત થયા છે અને કેટલાકનાં મોત પણ થયા છે. આ…
Restaurants : ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની લાલ આંખ: 187 સ્થળોએ તપાસ સાથે 137 રેસ્ટોરન્ટ્સ તત્કાલ બંધ…
Gujaratમાં Restaurants સામે મોટી કાર્યવાહી: 187 સ્થળોએ તપાસ, 137 રેસ્ટોરન્ટ્સ બંધ, 6 સીલ Gujaratમાં જાહેર આરોગ્યની સુરક્ષા અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જાળવવા રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા Restaurants સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં રાજ્યભરમાં હાથ ધરાયેલી સ્પેશિયલ ડ્રાઈવની કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.આ કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 187 Restaurantsમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન અનેક સ્થળોએ ગંભીર પ્રકારની અસ્વચ્છતા અને બિનઆરોગ્યપ્રદ પરિસ્થિતિ જોવા મળતાં તંત્રએ કડક પગલાં લીધા છે. -> 137 Restaurantsમાં ગંભીર ગેરરીતિ : રાજ્યભરમાં કરવામાં આવેલી તપાસ દરમિયાન 137 Restaurantsમાં ગંભીર કક્ષાની અસ્વચ્છતા અને બિનઆરોગ્યપ્રદ સ્થિતિ જોવા મળી હતી. જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને આ તમામ Restaurantsને તાત્કાલિક…
Gambhira Bridge: 22 લોકોના મોત અને 50 કિમીના ચક્કરમાંથી મુક્તિ! મહી નદી પર નવો ગંભીરા બ્રિજ તૈયાર…
વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં મુજપુર-ગંભીરા નજીક મહી નદી પર આવેલા Gambhira Bridgeના એક સ્પાન ધરાશાઈ થવાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી હતી. આ દુર્ઘટનામાં 22 લોકોના મોત થયા હતા અને વડોદરા તથા આણંદ તરફ જતો મહત્વપૂર્ણ માર્ગ પ્રભાવિત થયો હતો. બ્રિજ બંધ થતાં સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોને લાંબા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડ્યો હતો. હવે આ વિસ્તારમાં રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. જૂના બ્રિજની નજીક સમાંતર નવો બ્રિજ બનાવવાની મંજૂરી મળ્યા બાદ માત્ર એક વર્ષના ગાળામાં આશરે 854 મીટર લાંબા નવા બ્રિજનું બાંધકામ પૂર્ણ થવાની વિગતો સામે આવી છે. હાલ નવા બ્રિજ પર લોડ ટેસ્ટિંગ સહિતની અંતિમ પ્રક્રિયા ચાલી રહી છે અને ઓગસ્ટ 2026ના અંત સુધીમાં તેને વાહનચાલકો માટે ખુલ્લો મૂકવાની તૈયારી ચાલી રહી…
Ahmedabadમાં પાંચમી ફૂડ ડિલિવરી સમિટ-2026નો પ્રારંભ… Exciting
Ahmedabadમાં પાંચમી ફૂડ ડિલીવરી સમિટ-2026નો પ્રારંભ, ફૂડ સેક્ટરને નવી તકો આપવાની સરકારની તૈયારી Ahmedabad : ગુજરાતમાં ફૂડ અને ફૂડ ડિલીવરી સેક્ટરને નવી દિશા આપવાના ઉદ્દેશ સાથે Ahmedabadમાં નેશનલ રેસ્ટોરન્ટ એસોસિયેશન ઑફ ઇન્ડિયા (NRAI) દ્વારા આયોજિત પાંચમી ફૂડ ડિલીવરી સમિટ-2026નો પ્રારંભ થયો છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ સમિટમાં દેશભરમાંથી રેસ્ટોરન્ટ, ફૂડ ડિલીવરી અને હોસ્પિટાલિટી ક્ષેત્ર સાથે જોડાયેલા ઉદ્યોગકારો અને નિષ્ણાતોએ ભાગ લીધો હતો. ગુજરાતના મુખ્ય આર્થિક અને સાંસ્કૃતિક કેન્દ્ર એવા Ahmedabad શહેરમાં ફૂડ એન્ડ બેવરેજ તથા ડિલિવરી ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે પાંચમી ફૂડ ડિલિવરી સમિટ-2026 (Food Delivery Summit 2026) નો ભવ્ય પ્રારંભ થયો છે. આ સમિટમાં ફૂડ ટેકનોલોજી, લોજિસ્ટિક્સ, ક્લાઉડ કિચન અને ડિજિટલ ફૂડ એગ્રીગેટર્સ ક્ષેત્રના દિગ્ગજો એક મંચ પર એકત્રિત…
CM ભૂપેન્દ્ર પટેલની વોલમાર્ટ સાથે મહત્વની બેઠક…
CM ભૂપેન્દ્ર પટેલની વોલમાર્ટ સાથે મહત્વની બેઠ ભૂપેન્દ્ર પટેલની વોલમાર્ટ સાથે મહત્વની બેઠક, ગુજરાતના MSME અને કારીગરો માટે વૈશ્વિક બજારની તકો પર ચર્ચા ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલની વોલમાર્ટ સાથે મહત્વની બેઠ શ્રી ભૂપેન્દ્ર પટેલના અમેરિકા પ્રવાસના ચોથા દિવસે વોશિંગટન ડી.સી. ખાતે મહત્વપૂર્ણ વન-ટુ-વન બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રીશ્રીએ વોલમાર્ટના ગ્લોબલ પબ્લિક પોલિસી એન્ડ ગવર્નમેન્ટ અફેર્સના એક્ઝિક્યુટીવ વાઈસ પ્રેસિડેન્ટ શ્રી ડેન બ્રાયન્ટ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં ગુજરાતના MSME ક્ષેત્ર, નાના કારીગરો અને તેમના ઉત્પાદનોને વૈશ્વિક બજાર સુધી પહોંચાડવાની સંભાવનાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.CM ભૂપેન્દ્ર પટેલની વોલમાર્ટ સાથે મહત્વની બેઠ શ્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત ડેલિગેશન સાથે યુ.એસ.-કેનેડાના સાપ્તાહિક પ્રવાસે છે. સાન ફ્રાન્સિસ્કોની સફળ મુલાકાત પૂર્ણ કર્યા બાદ તેઓ વોશિંગટન ડી.સી. પહોંચ્યા હતા. અહીં વિવિધ વૈશ્વિક…
પોતાના જ ઝેરી ખેલનો શિકાર બન્યો માસ્ટરમાઇન્ડ! Bhavnagar નકલી દારૂ કાંડ પાછળનું ભયાનક રહસ્ય!
B india ભાવનગર : Bhavnagar જિલ્લામાં નકલી દારૂના સેવનથી સર્જાયેલા લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક અને સમગ્ર ઘટનાને લઈને ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. નકલી દારૂના કારણે અત્યાર સુધીમાં 9 લોકોનાં મોત થયાની માહિતી સામે આવી છે. ઘટનામાં દારૂ તૈયાર કરવાની કથિત ફોર્મ્યુલા આપનાર તરીકે ચર્ચામાં આવેલા એક ‘ડૉક્ટર’નું પણ મોત થયું હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ એક શિક્ષકનું ઘરે લોહીની ઊલટી થયા બાદ મોત થતાં સમગ્ર ઘટનાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. આ ઘટનાને પગલે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તપાસ વધુ તેજ કરવામાં આવી છે. નકલી દારૂ ક્યાંથી આવ્યો, તેને કોણે તૈયાર કર્યો અને તેનું વિતરણ કયા વિસ્તારોમાં થયું હતું તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. -> નકલી દારૂથી 9 લોકોનાં મોત:- Bhavnagarમાં બનેલી…
















