ભારત માટે સારા સમાચાર: ભારત-ન્યૂઝીલેન્ડ FTA પર આવતીકાલે હસ્તાક્ષર

મધ્યપૂર્વમાં ચાલી રહેલા તણાવ અને અમેરિકા-ઈરાન વચ્ચેના વિવાદ વચ્ચે ભારત માટે એક સકારાત્મક આર્થિક સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચાઓ બાદ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર આવતીકાલે, 27 એપ્રિલે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે હસ્તાક્ષર થવાના છે.

આ સમજૂતી દરમિયાન કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલ તથા ન્યૂઝીલેન્ડના વેપાર અને રોકાણ મંત્રી ટોડ મેક્લે હાજર રહેશે. બંને દેશોએ આ કરારને અંતિમ સ્વરૂપ ડિસેમ્બર 2025માં યોજાયેલી ચર્ચાઓ બાદ આપ્યું હતું.

વેપારમાં મોટો વધારો થવાનો અંદાજ
આ FTA હેઠળ બંને દેશો વચ્ચે વેપાર વધારીને બમણો કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આગામી પાંચ વર્ષમાં દ્વિપક્ષીય વેપાર 5 અબજ ડોલર સુધી પહોંચાડવાનો પણ ટાર્ગેટ છે.

ભારતને શું ફાયદો થશે?
– ભારતીય કંપનીઓ ન્યૂઝીલેન્ડમાં ટેક્સ વગર માલ નિકાસ કરી શકશે
– ફાર્મા અને મેડિકલ સાધનોની નિકાસમાં સરળતા આવશે
– પ્રોફેશનલ્સ માટે અસ્થાયી રોજગાર વિઝામાં વધારો થવાની શક્યતા
– ન્યૂઝીલેન્ડથી આયાત થતી લગભગ 95% પ્રોડક્ટ્સ પર ટેરિફ ઘટાડાશે અથવા દૂર થશે
– આ પ્રોડક્ટ્સમાં ઉન, કોલસો, વાઈન, એવોકાડો અને બ્લૂબેરી જેવી વસ્તુઓ સામેલ છે.

કૃષિ ક્ષેત્રનું રક્ષણ પણ જાળવાયું
ભારતે પોતાના ખેડૂતોના હિતોને ધ્યાનમાં રાખીને ડેરી, ખાદ્ય તેલ અને કેટલીક શાકભાજી જેવી વસ્તુઓને આ કરારમાંથી બહાર રાખી છે, જેથી સ્થાનિક કૃષિ ક્ષેત્રને સુરક્ષા મળી રહે.

રોકાણ અને સહકારમાં વધારો
આ સમજૂતીથી આગામી 15 વર્ષમાં ભારતમાં અંદાજે 20 અબજ ડોલર સુધીનું રોકાણ આવવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ બંને દેશો વચ્ચે સેવા ક્ષેત્ર, કૃષિ અને અન્ય ઉદ્યોગોમાં સહયોગ વધવાની આશા છે.

  • Related Posts

    હિમાચલમાં ચોમાસાનો કહેર: કિન્નૌરમાં ભૂસ્ખલનથી NH-05 બંધ, ચંબામાં નાળામાં તણાઈ જતાં યુવતીનું મોત

    હિમાચલ પ્રદેશમાં ચોમાસાએ ફરી એકવાર ભારે તબાહી મચાવી છે. ગુરુવાર સાંજથી શરૂ થયેલા ભારે વરસાદે રાજ્યના અનેક જિલ્લાઓમાં જનજીવનને અસર પહોંચાડી છે. કિન્નૌર જિલ્લામાં ભૂસ્ખલનને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH-05 સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, જ્યારે ચંબા જિલ્લામાં નાળામાં તણાઈ જવાથી 19 વર્ષીય યુવતીનું કરુણ મોત થયું છે. મનાલી અને આસપાસના વિસ્તારોમાં સતત વરસાદને કારણે રસ્તાઓ પર કાટમાળ જમા થયો છે, જેના કારણે વાહનવ્યવહારને અસર પહોંચી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરતાં વહીવટીતંત્રને સતર્ક રહેવા સૂચના આપી છે. હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં ભૂસ્ખલનથી NH-05 બંધ હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાના ચૌરા નજીક ભારે વરસાદ બાદ મોટું ભૂસ્ખલન થયું હતું. પહાડ પરથી મોટા પથ્થરો અને કાટમાળ સીધા NH-05 પર આવી પડતાં માર્ગ સંપૂર્ણપણે…

    BRICS સમિટ માટે દિલ્હીમાં ભેગા થશે વિશ્વના મોટા નેતાઓ, પુતિન અને જિનપિંગની મુલાકાત પર નજર

    BRICS સમિટ માટે ભારત આગામી સપ્ટેમ્બરમાં મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય કૂટનીતિક કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહ્યું છે. નવી દિલ્હીમાં યોજાનારી BRICS શિખર બેઠકમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ઈરાનના પ્રતિનિધિમંડળની હાજરીની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વૈશ્વિક રાજકારણમાં ચાલી રહેલા તણાવ, મિડલ ઈસ્ટની સ્થિતિ અને અમેરિકા સાથે વિવિધ દેશોના મતભેદ વચ્ચે આ બેઠકને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. BRICS સમિટ માટે ભારત 12 અને 13 સપ્ટેમ્બરના રોજ BRICS શિખર સંમેલનની યજમાની કરશે. આ બેઠકમાં વિશ્વની ઉभरતી અર્થવ્યવસ્થાઓના નેતાઓ એકત્રિત થશે અને વૈશ્વિક અર્થતંત્ર, વેપાર, સુરક્ષા તેમજ આંતરરાષ્ટ્રીય સહયોગ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરશે. BRICS સમિટ માટે શી જિનપિંગની ભારત યાત્રા પર સૌની નજર BRICS સમિટ માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ…