ટ્રમ્પની મોટી જાહેરાત: “હોર્મુઝ હંમેશા માટે ખોલી રહ્યો છું”, જાણો શું છે સમગ્ર મામલો

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ જળમાર્ગને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપતા વૈશ્વિક રાજકીય ચર્ચાઓ તેજ બનાવી દીધી છે. ઈરાન સાથે વધતા તણાવ અને અમેરિકન નાકાબંધી વચ્ચે ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેરાત કરી કે તેઓ હોર્મુઝ જળમાર્ગને “હંમેશા માટે ખોલી રહ્યા છે”. ટ્રમ્પે પોતાના સંદેશમાં જણાવ્યું કે આ નિર્ણય માત્ર અમેરિકા માટે નહીં પરંતુ ચીન અને સમગ્ર વિશ્વ માટે લેવામાં આવ્યો છે. તેમણે દાવો કર્યો કે ચીન આ પગલાથી ખૂબ ખુશ છે અને બંને દેશો વચ્ચે સકારાત્મક સહકાર ચાલી રહ્યો છે. સાથે જ તેમણે એ પણ કહ્યું કે ચીન ઈરાનને હથિયારો ન મોકલવા માટે સંમત થયું છે. તેમણે વધુમાં જણાવ્યું કે તેઓ ટૂંક સમયમાં ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે મુલાકાત કરશે અને બંને દેશો વચ્ચેના સંબંધો…

રશિયામાં ચોંકાવનારો ખુલાસો: ગુપ્ત લેબોરેટરીઓમાં ઝેર પ્રયોગોના દાવા

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતીનને લઈને એક ગંભીર અને ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. રશિયન તપાસ સંસ્થાના અહેવાલ મુજબ, દેશમાં એક ગુપ્ત “ઝેર સંશોધન નેટવર્ક” ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં વૈજ્ઞાનિકો દ્વારા અત્યંત જોખમી પ્રયોગો કરવામાં આવતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ‘સિગ્નલ’ સેન્ટર પર ગંભીર આરોપ અહેવાલ મુજબ મોસ્કોમાં સ્થિત ‘સિગ્નલ’ નામનું એક ગુપ્ત વૈજ્ઞાનિક કેન્દ્ર વર્ષ 2010માં સ્થાપિત કરવામાં આવ્યું હતું. અહીં અંદાજે 500 જેટલા નિષ્ણાતો કામ કરે છે, જેમનું કામ અત્યંત ઘાતક ઝેરોનું સંશ્લેષણ અને તેમના ઉપયોગના નવા માર્ગો વિકસાવવાનું હોવાનું જણાવવામાં આવ્યું છે. સૈનિકો પર પ્રયોગોના આરોપ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રશિયાની મિલિટરી મેડિસિન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં સૈનિક સ્વયંસેવકો પર વિવિધ પ્રયોગો કરવામાં આવે છે. તેમાં નર્વ-એજન્ટ્સ અને શારીરિક તણાવના પરીક્ષણો શામેલ…

મલેશિયા જતી બોટ આંદામાન સાગરમાં પલટી : 9 બચાવાયા, 250 લાપત્તા

આંદામાન સમુદ્રમાં એક ગંભીર સમુદ્રી દુર્ઘટના બની છે, જેમાં બાંગ્લાદેશી અને રોહિંગ્યા શરણાર્થીઓને લઈ જઈ રહેલી બોટ પલટી જતાં મોટી સંખ્યામાં લોકો લાપત્તા થયાની આશંકા છે. બોટ પલટી જતા 250થી વધુ લોકો લાપત્તા મળતી માહિતી મુજબ આ બોટ મલેશિયા તરફ જઈ રહી હતી ત્યારે આંદામાન સમુદ્ર માં પલટી ગઈ હતી. બોટમાં અંદાજે 250થી 280 જેટલા લોકો સવાર હતા, જેમાં મોટાભાગના રોહિંગ્યા શરણાર્થીઓ અને બાંગ્લાદેશી નાગરિકો હોવાનું કહેવાય છે. હાલ સુધીમાં માત્ર 9 લોકોને બચાવી શકાયા છે, જ્યારે બાકીના લોકો વિશે કોઈ ચોક્કસ માહિતી મળી નથી. માનવ તસ્કરીના આરોપો બચાવાયેલા કેટલાક લોકોના નિવેદન મુજબ આ મુસાફરી માનવ તસ્કરીના નેટવર્ક દ્વારા આયોજન કરવામાં આવી હતી. લોકોને નોકરીની લાલચ આપી ફસાવવામાં આવ્યા હતા અને બાદમાં તેમને ગેરકાયદેસર રીતે દરિયાઈ…

ઈટાલીએ ઈઝરાયેલ સાથેના સંરક્ષણ કરારો સસ્પેન્ડ કર્યા, રાજકીય તણાવ વધ્યો

ઈટાલી અને ઈઝરાયેલ વચ્ચેના સંરક્ષણ સંબંધોમાં મહત્વપૂર્ણ રાજકીય ફેરફાર જોવા મળ્યો છે. ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ જાહેરાત કરી છે કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઈઝરાયેલ સાથેના સંરક્ષણ કરારો હાલ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સંરક્ષણ કરારો પર રોક આ કરારોમાં સૈન્ય સાધનો, ટેકનોલોજી આપલે, તાલીમ અને સંશોધન સહિતના વિવિધ ક્ષેત્રો સામેલ હતા. ઈટાલિયન ન્યૂઝ એજન્સી ANSA અનુસાર, સરકારએ આ કરારોને તાત્કાલિક અસરથી સ્થગિત કર્યા છે. 2006થી ચાલી રહેલા કરારો રિપોર્ટ્સ મુજબ, આ સંરક્ષણ સમજૂતી 2006માં અમલમાં આવી હતી અને દર પાંચ વર્ષે તેનો નવિનીકરણ થતો હતો. તેમાં બંને દેશો વચ્ચે સંરક્ષણ ઉદ્યોગ, સૈનિક તાલીમ અને માહિતી ટેકનોલોજી ક્ષેત્રે સહયોગનો સમાવેશ થતો હતો. તણાવ વધવાનું કારણ લેબેનોનમાં યુએનના શાંતિ મિશન દરમિયાન ઈટાલિયન નૌકાદળના જહાજ પર ઈઝરાયલ તરફથી…

ઈરાન તણાવ વચ્ચે ટ્રમ્પનો દાવો, જલ્દી શરૂ થશે નવી વાતચીત

અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે મોટી રાજનૈતિક હલચલ સામે આવી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ જણાવ્યું છે કે આગામી બે દિવસમાં બંને દેશો વચ્ચે ફરી વાતચીત શરૂ થઈ શકે છે, અને આ બેઠક ઇસ્લામાબાદમાં યોજાવાની સંભાવના છે. ફરી શરૂ થઈ શકે છે વાતચીત મીડિયા રિપોર્ટ મુજબ, ટ્રમ્પે કહ્યું કે અમેરિકા ફરીથી વાતચીત માટે તૈયાર છે અને જલ્દી જ પ્રગતિ થઈ શકે છે. અગાઉ શનિવાર-રવિવારે ઈસ્લામાબાદમાં યોજાયેલી બેઠક નિષ્ફળ રહી હતી, પરંતુ હવે ફરીથી પ્રયાસો તેજ થયા છે. પાકિસ્તાનની ભૂમિકા મહત્વપૂર્ણ આ સમગ્ર પ્રક્રિયામાં પાકિસ્તાન મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યું છે. ટ્રમ્પે પાકિસ્તાની સેનાના વડા અસીમ મુનીરની પ્રશંસા કરતાં કહ્યું કે તેઓ ચર્ચાને યોગ્ય દિશામાં આગળ ધપાવી રહ્યા છે. ઈરાન પર આર્થિક દબાણ ટ્રમ્પે દાવો કર્યો…

વૈશ્વિક મુદ્દાઓ પર મોદી-ટ્રમ્પની મહત્વપૂર્ણ વાતચીત, હોર્મુઝ મુદ્દે મહત્વપૂર્ણ ચર્ચા

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આશરે 40 મિનિટ સુધી મહત્વપૂર્ણ ટેલિફોનિક વાતચીત થઈ હતી. આ ચર્ચા એવા સમયે થઈ છે જ્યારે મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને ખાસ કરીને Strait of Hormuzને લઈને વૈશ્વિક ચિંતાઓ વધી રહી છે. દ્વિપક્ષીય સહયોગ અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપતા જણાવ્યું કે બંને નેતાઓએ ભારત-અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી. સાથે જ બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. મિડલ ઈસ્ટ અને હોર્મુઝ મુદ્દે ભાર ચર્ચા દરમિયાન મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી પરિસ્થિતિ, ખાસ કરીને Iran અને United States વચ્ચે વધતા તણાવ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું. બંને નેતાઓએ Strait of Hormuzને…

X (Twitter)ના મોનેટાઇઝેશન નિયમોમાં મોટો ફેરફાર, હવે ઓરિજિનલ કન્ટેન્ટને જ મળશે પ્રાથમિકતા

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xએ તેના મોનેટાઇઝેશન સિસ્ટમમાં મહત્વપૂર્ણ બદલાવ કર્યા છે. નવા નિયમો મુજબ હવે નીચી ગુણવત્તાવાળા, ક્લિકબેટ અને સ્પેમ પ્રકારના કન્ટેન્ટ પરથી કમાણી કરવી વધુ મુશ્કેલ બનશે. આ ફેરફારનો હેતુ પ્લેટફોર્મ પર ઓરિજિનલ અને ઉચ્ચ ગુણવત્તાવાળા કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો છે. એંગેજમેન્ટ ફાર્મિંગ પર કડક નિયંત્રણ લાંબા સમયથી X પર “એંગેજમેન્ટ ફાર્મિંગ” જેવી પ્રથાઓની ટીકા થઈ રહી હતી, જેમાં માત્ર વ્યૂઝ અને લાઇક્સ વધારવા માટે વાયરલ અથવા નીચી ગુણવત્તાવાળા પોસ્ટ્સ કરવામાં આવતી હતી. હવે કંપની આવા કન્ટેન્ટને ડાઉનરૅન્ક કરવાની તૈયારીમાં છે. Xના પ્રોડક્ટ હેડ નિકિતા બિયર અનુસાર, નવી સિસ્ટમ એવી રીતે ડિઝાઇન કરવામાં આવી રહી છે કે અસલી અને ઓરિજિનલ કન્ટેન્ટ બનાવનાર ક્રિએટર્સને યોગ્ય ઓળખ અને લાભ મળી શકે. ઓરિજિનલ કન્ટેન્ટને વધુ રેવન્યુ નવા અપડેટ હેઠળ…

હોર્મુઝ સંકટ વચ્ચે ઈરાનનો ભારતને ભરોસો: ભારતીય જહાજોને મળશે સુરક્ષિત થશે પસાર

મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર આવ્યા છે. ઈરાને સ્પષ્ટ જણાવ્યું છે કે ભારતીય જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે પસાર થવા માટે સંપૂર્ણ સહકાર આપવામાં આવશે. અમેરિકા દ્વારા સંભવિત નાકાબંધીના સંકેતો વચ્ચે આ નિવેદન ભારત માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભારતમાં ઈરાનના રાજદૂતે જણાવ્યું હતું કે ઈરાન અને ભારત વચ્ચે લાંબા સમયથી મજબૂત અને મિત્રતાપૂર્ણ સંબંધો છે. આ કારણે ભારતીય જહાજોને હોર્મુઝ જેવા વ્યસ્ત અને વ્યૂહાત્મક દરિયાઈ માર્ગ પરથી પસાર થવામાં કોઈ અવરોધ નહીં આવે. હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ તેલ માર્ગોમાંથી એક છે, જ્યાંથી વૈશ્વિક તેલ અને ગેસ પુરવઠાનો લગભગ 20 ટકા હિસ્સો પસાર થાય છે. ભારત માટે આ માર્ગનું મહત્વ વધુ છે, કારણ કે દેશના લગભગ 40 ટકા ક્રૂડ ઓઇલનો પુરવઠો…

મિડલ ઈસ્ટમાં વધતો તણાવ: હોર્મુઝ બાદ હવે રેડ સી પણ અસુરક્ષિત, હુમલાઓથી વૈશ્વિક વેપાર ચિંતામાં

મિડલ ઈસ્ટમાં હાલ પરિસ્થિતિ સતત ગંભીર બનતી જઈ રહી છે. Red Sea અને Strait of Hormuzમાં જહાજો પર વધતા હુમલાઓ વૈશ્વિક દરિયાઈ વેપાર માટે મોટો ખતરો ઉભો કરી રહ્યા છે. તાજેતરના બનાવોએ આ વિસ્તારમાં સુરક્ષાને લઈને નવી ચિંતા ઊભી કરી છે. રેડ સી માં જહાજ પર હુમલો, મોટી દુર્ઘટના ટળી રવિવારે United Kingdom Maritime Trade Operations (UKMTO) મુજબ, યમનના અલ હુદૈદા કિનારાથી લગભગ 54 નોટિકલ માઈલ દૂર એક વેપારી જહાજને 10થી 12 હથિયારબંધ હુમલાખોરોએ ઘેરી લીધું હતું. હુમલાખોરોમાંથી કેટલાક ઓટોમેટિક હથિયારોથી સજ્જ હતા. હુમલાખોરોએ જહાજને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ કેપ્ટને આદેશ માનવાનો ઇનકાર કર્યો. ત્યારબાદ હુમલાખોરોએ જહાજ પર ચઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ જહાજમાંથી ફ્લેયર છોડાતા તેઓ પાછા હટી ગયા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી,…

હોર્મુઝ મુદ્દે બ્રિટનનો અમેરિકાને સ્પષ્ટ સંદેશ: યુદ્ધથી દૂર રહીશું, નાકાબંધીનો વિરોધ

બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમરએ હોર્મુઝ જળમાર્ગને લઈને અમેરિકાને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે બ્રિટન કોઈપણ પ્રકારની લશ્કરી કાર્યવાહી કે નાકાબંધીમાં સામેલ નહીં થાય. તેમણે કહ્યું કે Strait of Hormuz આંતરરાષ્ટ્રીય વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને અહીં જહાજોની મુક્ત અવરજવર જાળવવી અનિવાર્ય છે. સ્ટાર્મરે ભારપૂર્વક જણાવ્યું કે હોર્મુઝમાં અવરોધ ઊભો થશે તો વૈશ્વિક ઊર્જા પુરવઠા પર ગંભીર અસર પડશે, જેનાથી દુનિયાભરમાં મોંઘવારી વધવાની શક્યતા છે. “અમે કોઈપણ દબાણમાં યુદ્ધમાં સામેલ નહીં થઈએ. હોર્મુઝ ખુલ્લો રહે તે જરૂરી છે,” એમ તેમણે સ્પષ્ટ કર્યું. પેટ્રોલ-ડીઝલ પર બ્રિટનનો રાહતનો નિર્ણય મિડલ ઈસ્ટમાં વધતા તણાવને ધ્યાનમાં રાખીને બ્રિટન સરકારે દેશની અંદર પણ તૈયારી શરૂ કરી છે. મળતી માહિતી અનુસાર, પેટ્રોલ અને ડીઝલ પર પ્રતિ લિટર આશરે 17 પેન્સનો ટેક્સ ઘટાડવામાં…