ઈરાન તણાવ વચ્ચે ટ્રમ્પનો દાવો, જલ્દી શરૂ થશે નવી વાતચીત

અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે મોટી રાજનૈતિક હલચલ સામે આવી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ જણાવ્યું છે કે આગામી બે દિવસમાં બંને દેશો વચ્ચે ફરી વાતચીત શરૂ થઈ શકે છે, અને આ બેઠક ઇસ્લામાબાદમાં યોજાવાની સંભાવના છે.

ફરી શરૂ થઈ શકે છે વાતચીત
મીડિયા રિપોર્ટ મુજબ, ટ્રમ્પે કહ્યું કે અમેરિકા ફરીથી વાતચીત માટે તૈયાર છે અને જલ્દી જ પ્રગતિ થઈ શકે છે. અગાઉ શનિવાર-રવિવારે ઈસ્લામાબાદમાં યોજાયેલી બેઠક નિષ્ફળ રહી હતી, પરંતુ હવે ફરીથી પ્રયાસો તેજ થયા છે.

પાકિસ્તાનની ભૂમિકા મહત્વપૂર્ણ
આ સમગ્ર પ્રક્રિયામાં પાકિસ્તાન મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યું છે. ટ્રમ્પે પાકિસ્તાની સેનાના વડા અસીમ મુનીરની પ્રશંસા કરતાં કહ્યું કે તેઓ ચર્ચાને યોગ્ય દિશામાં આગળ ધપાવી રહ્યા છે.

ઈરાન પર આર્થિક દબાણ
ટ્રમ્પે દાવો કર્યો કે ઇરાન આર્થિક દબાણ અને સંઘર્ષના કારણે સમજૂતી કરવા ઉત્સુક છે. સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું કે અમેરિકા ક્યારેય ઇરાનને પરમાણુ હથિયાર બનાવવાની મંજૂરી આપશે નહીં.

21 એપ્રિલ સુધી યુદ્ધવિરામ
અમેરિકા અને ઇરાન વચ્ચે હાલ અસ્થાયી યુદ્ધવિરામ ચાલુ છે, જે 21 એપ્રિલે પૂર્ણ થવાનું છે. જો તે પહેલાં કોઈ સમજૂતી નહીં થાય, તો વિસ્તારમાં ફરી તણાવ વધવાની શક્યતા છે. નિષ્ણાતોના મતે, જો વાતચીત નિષ્ફળ જશે તો Strait of Hormuzમાં અવરોધ સર્જાઈ શકે છે, જે વૈશ્વિક તેલ પુરવઠા અને અર્થવ્યવસ્થાને અસર કરી શકે છે.

અગાઉની બેઠક કેમ નિષ્ફળ ગઈ?
ઈસ્લામાબાદમાં થયેલી 21 કલાક લાંબી ચર્ચામાં મુખ્ય મતભેદ પરમાણુ કાર્યક્રમને લઈને હતા. અમેરિકા 20 વર્ષ માટે પ્રોગ્રામ રોકવા માગે છે, જ્યારે ઇરાન માત્ર 5 વર્ષ માટે તૈયાર છે. આ મતભેદને કારણે વાતચીત આગળ વધી શકી નહોતી.

વૈશ્વિક નજર આ બેઠક પર
આગામી દિવસોમાં થનારી સંભવિત બેઠક પર સમગ્ર વિશ્વની નજર છે. જો સકારાત્મક પરિણામ આવશે, તો માત્ર યુદ્ધવિરામ જ નહીં પરંતુ વૈશ્વિક શાંતિ અને આર્થિક સ્થિરતામાં પણ મહત્વપૂર્ણ ફાળો મળી શકે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    સંસદમાં મોટા રાજકીય ઘટનાક્રમના સંકેત : કોંગ્રેસે લોકસભા સાંસદો માટે થ્રી-લાઇન વ્હીપ જાહેર કર્યો

    સંસદના ચોમાસુ સત્ર દરમિયાન આગામી દિવસોમાં મહત્વપૂર્ણ રાજકીય ચર્ચા અને કાયદાકીય કાર્યવાહી થવાના સંકેતો મળી રહ્યા છે. મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસે પોતાના તમામ લોકસભા સાંસદો માટે થ્રી-લાઇન વ્હીપ જાહેર કરીને 10, 11 અને 12 ઓગસ્ટે ગૃહમાં ફરજિયાત હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે. બીજી તરફ કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના સાંસદોને પણ દિલ્હીમાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. બંને પક્ષોની આ તૈયારીઓને જોતા સંસદમાં આગામી દિવસોમાં કોઈ મહત્વપૂર્ણ બિલ અથવા ચર્ચા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કોંગ્રેસે શા માટે લોકસભા સાંસદો માટે જાહેર કર્યો થ્રી-લાઇન વ્હીપ? લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળ (CPP)ના મુખ્ય સચેતક (ચીફ વ્હીપ) કોડિકુન્નિલ સુરેશે તમામ કોંગ્રેસ સાંસદો માટે થ્રી-લાઇન વ્હીપ જાહેર…

    ‘ડોલ્ફિન’ વાવાઝોડાનો જાપાનમાં કહેર, 2.6 લાખ લોકોને સ્થળાંતરનો આદેશ; 500થી વધુ ફ્લાઇટ્સ રદ

    તાજેતરમાં આવેલા શક્તિશાળી ભૂકંપના આંચકાઓમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહેલા જાપાન સામે હવે વધુ એક કુદરતી પડકાર ઊભો થયો છે. ટાયફૂન ‘ડોલ્ફિન’ના કારણે દક્ષિણ-પશ્ચિમ જાપાનમાં ભારે વરસાદ, તોફાની પવન અને ઊંચા દરિયાઈ મોજાંએ જનજીવનને અસર પહોંચાડી છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જાપાનની હવામાન એજન્સી (JMA)એ લાખો લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે અને લગભગ 2.6 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસી જવાનો આદેશ આપ્યો છે. ઓકિનાવા અને કાગોશિમા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ અને તોફાની પવનને કારણે અનેક સેવાઓ પ્રભાવિત થઈ છે. સ્થાનિક વહીવટી તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. ઓકિનાવા અને કાગોશિમા સૌથી વધુ પ્રભાવિત ટાયફૂન ડોલ્ફિન સૌથી પહેલાં દક્ષિણ-પશ્ચિમ જાપાનના ઓકિનાવા વિસ્તારમાં પહોંચ્યું હતું. ત્યારબાદ તેની અસર કાગોશિમા સહિત નજીકના વિસ્તારોમાં પણ જોવા મળી…