હોર્મુઝ મુદ્દે બ્રિટનનો અમેરિકાને સ્પષ્ટ સંદેશ: યુદ્ધથી દૂર રહીશું, નાકાબંધીનો વિરોધ

બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમરએ હોર્મુઝ જળમાર્ગને લઈને અમેરિકાને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે બ્રિટન કોઈપણ પ્રકારની લશ્કરી કાર્યવાહી કે નાકાબંધીમાં સામેલ નહીં થાય. તેમણે કહ્યું કે Strait of Hormuz આંતરરાષ્ટ્રીય વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને અહીં જહાજોની મુક્ત અવરજવર જાળવવી અનિવાર્ય છે.

સ્ટાર્મરે ભારપૂર્વક જણાવ્યું કે હોર્મુઝમાં અવરોધ ઊભો થશે તો વૈશ્વિક ઊર્જા પુરવઠા પર ગંભીર અસર પડશે, જેનાથી દુનિયાભરમાં મોંઘવારી વધવાની શક્યતા છે. “અમે કોઈપણ દબાણમાં યુદ્ધમાં સામેલ નહીં થઈએ. હોર્મુઝ ખુલ્લો રહે તે જરૂરી છે,” એમ તેમણે સ્પષ્ટ કર્યું.

પેટ્રોલ-ડીઝલ પર બ્રિટનનો રાહતનો નિર્ણય
મિડલ ઈસ્ટમાં વધતા તણાવને ધ્યાનમાં રાખીને બ્રિટન સરકારે દેશની અંદર પણ તૈયારી શરૂ કરી છે. મળતી માહિતી અનુસાર, પેટ્રોલ અને ડીઝલ પર પ્રતિ લિટર આશરે 17 પેન્સનો ટેક્સ ઘટાડવામાં આવ્યો છે. આ રાહત આગામી બે મહિના માટે અમલમાં રહેશે, જેથી સંભવિત ઈંધણના ભાવવધારા સામે સામાન્ય નાગરિકોને થોડી રાહત મળી શકે.

“યુદ્ધ ઉકેલ નથી”: સ્ટાર્મર
સ્ટાર્મરે કહ્યું કે યુદ્ધ કે નાકાબંધી કોઈ સમસ્યાનો ઉકેલ નથી. બ્રિટન હંમેશા આંતરરાષ્ટ્રીય કાયદા અને સમુદ્રી સુરક્ષાનું સમર્થન કરે છે. તેમણે ઉમેર્યું કે વેપારી જહાજોની સુરક્ષા માત્ર લશ્કરી મુદ્દો નથી, પરંતુ વૈશ્વિક અર્થતંત્રની સ્થિરતા માટે પણ અગત્યની છે.

હોર્મુઝનું વૈશ્વિક મહત્વ
હોર્મુઝ જળમાર્ગ ઈરાન અને ઓમાન વચ્ચે આવેલો સાંકડો દરિયાઈ માર્ગ છે, જ્યાંથી વિશ્વના કુલ તેલ વેપારનો લગભગ 20 ટકા હિસ્સો પસાર થાય છે. આ કારણે આ વિસ્તારમાં કોઈપણ તણાવ કે અવરોધ સમગ્ર વિશ્વના બજારોને અસર કરી શકે છે. ઈરાન અગાઉ અનેક વખત આ માર્ગ બંધ કરવાની ધમકી આપી ચૂક્યું છે, જેના કારણે આ વિસ્તાર સતત સંવેદનશીલ રહ્યો છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    Gujaratના 31 જિલ્લામાં 1 ઓક્ટોબરથી ESIC યોજના અમલી 8 લાખ નવા શ્રમિકોને મળશે લાભ! Protection

    Gujaratના 31 જિલ્લામાં 1 ઓક્ટોબરથી ESIC યોજના અમલી, 8 લાખ નવા શ્રમિકોને મળશે લાભ! Gujarat ગાંધીનગર: Gujaratના શ્રમિકો માટે સામાજિક સુરક્ષાને લગતા ક્ષેત્રમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી ગેઝેટ સૂચના મુજબ 1 ઓક્ટોબર 2026થી Gujaratના 31 જિલ્લાઓમાં કર્મચારી રાજ્ય વીમા યોજના એટલે કે ESICના કવરેજનો વિસ્તાર થશે. તેમાં અગાઉ ESIC હેઠળ સંપૂર્ણપણે આવરી લેવાયેલા ન હોય તેવા 15 જિલ્લાઓ અને આંશિક રીતે આવરી લેવાયેલા 16 જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ નિર્ણય બાદ સંબંધિત વિસ્તારોમાં પાત્ર કર્મચારીઓ અને તેમના નોકરીદાતાઓ માટે ESIC હેઠળ યોગદાનની જોગવાઈ લાગુ થશે અને કર્મચારીઓને યોજના હેઠળના લાભો મળવા પાત્ર બનશે. -> 1 ઓક્ટોબરથી લાગુ થશે નવી વ્યવસ્થા : શ્રમ અને રોજગાર મંત્રાલયે 25 સપ્ટેમ્બર…

    Ankleshwarમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત ઝૈનબ પાર્ક ખાતે સફાઈ અભિયાન Infrastructure Growth 2026

    Ankleshwarમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત ઝૈનબ પાર્ક ખાતે સફાઈ અભિયાન Ankleshwar, 29 સપ્ટેમ્બર: Ankleshwar શહેરમાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર નગરપાલિકાના સહયોગથી ઝૈનબ પાર્ક ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો, નગરપાલિકાના હોદ્દેદારો અને કાર્યકરોએ શ્રમદાન કરીને સફાઈ કરી હતી. ઝૈનબ પાર્ક વિસ્તારમાં યોજાયેલા આ સફાઈ અભિયાન દરમિયાન ભાજપના આગેવાનો અને કાર્યકરોએ હાથમાં ઝાડુ લઈને આસપાસના વિસ્તારમાં સફાઈ કરી હતી. જાહેર સ્થળો સ્વચ્છ રહે અને નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વધે તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતા જાળવવા તથા આસપાસનો વિસ્તાર કચરામુક્ત રાખવા અંગે પણ સંદેશ આપવામાં આવ્યો હતો. -> ઝૈનબ પાર્ક ખાતે સફાઈ અભિયાન : Ankleshwar શહેરના વિવિધ…