ગૃહ મંત્રાલયે કેમ આપ્યો મોકડ્રીલનો આદેશ? જાણો 1971ની મોકડ્રીલમાં શું થયું હતું

22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ કેન્દ્ર સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત અનેક ઉચ્ચ સ્તરીય બેઠકો યોજી. આ બેઠકોના પરિણામે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 7 મેના રોજ દેશભરના 244 જિલ્લાઓમાં મોક ડ્રીલ યોજવાનું નક્કી કર્યું છે. ભારતમાં છેલ્લી મોકડ્રીલ વર્ષ 1971માં યોજાઇ હતી. અને હવે દેશના 244 જિલ્લાઓમાં આ મોકડ્રીલ યોજાશે. વર્ષ 1971 માં જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું , ત્યારે ભારતમાં આટલી વ્યાપક મોક ડ્રીલ યોજાઈ હતી. તે સમયે મોકડ્રીલ યુદ્ધ દરમિયાન નાગરિક સલામતી સુનિશ્ચિત કરવા માટે યોજવામાં આવી હતી. હવે આ મોક ડ્રીલમાં, હવાઈ હુમલાની ચેતવણી આપતા સાયરન વગાડવામાં આવશે, બ્લેકઆઉટ લાગુ કરવામાં આવશે અને સામાન્ય લોકોને હુમલાની…

અથાણાના તેલનો ઉપયોગ કરી ભોજન બનાવો વધુ ચટાકેદાર અને મસાલેદાર

ઘણા વખતેઅથાણું ખતમ થયા પછી તેની બોટલમાં તેલ બચી જાય છે. મોટાભાગે લોકો આ બચેલા તેલને ફેંકી દે છે, પણ શું તમે જાણો છો કે આ તેલનો ઉપયોગ તમે તમારી રસોઈને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે કરી શકો છો? આજે આપણે જાણીએ છે કે અથાણાના તેલનો ફરીથી ઉપયોગ કેવી રીતે કરવો અને શું સાવચેતીઓ રાખવી જોઈએ. અથાણાના તેલનો ઉપયોગ કેવી રીતે કરશો? 1. મસાલા તરીકે ઉપયોગ કરો અથાણાંના તેલમાં પહેલાથી જ મસાલા મિશ્રિત હોય છે, જે ખોરાકમાં એક ખાસ તીખાશ અને ખુશબૂ ઉમેરે છે. દાળ, કઢી, શાકભાજી વગેરેમાં થોડું તેલ ઉમેરીને તમે તેમાંથી નવેસરથી સ્વાદ ઉમેરી શકો છો. 2. પરાઠા કે પુરીના લોટમાં ઉમેરો લોટ બાંધતી વખતે થોડું અથાણાનું તેલ ઉમેરો – તેનો સ્વાદ વધુ મજેદાર બનશે…

UNSC બેઠક: ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવના માહોલમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં બંધ બારણે ચર્ચા

જમ્મુ-કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા આતંકવાદી હુમલાના બે અઠવાડિયા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં આજે મહત્વની બેઠક મળી રહી છે. આ બેઠક બંધ બારણે થઈ રહી છે, જેમાં પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે અને વિશ્વશક્તિઓ તરફથી શાંતિ અને સંયમની અપીલ કરવામાં આવી છે. 🇺🇳 બેઠકના શું છે મુદ્દા? UNSCની આ બેઠક પાકિસ્તાનની વિનંતી પર મળી રહી છે, જે હાલમાં કાઉન્સિલનું કામચલાઉ સભ્ય છે. ભારત હાલમાં UNSCનું સભ્ય નથી, તેથી પ્રતિનિધિત્વ ફોર્મલ રીતે હાજર નથી. બેઠકમાં ખાલિદ મોહમ્મદ ખિયારી, શાંતિ જાળવણી વિભાગના મહાસચિવ અને એશિયા-પેસિફિક માટેના અંડર-સેક્રેટરી-જનરલ, સભ્યોને પરિસ્થિતિ અંગે માહિતગાર કરી રહ્યા છે. 5 મેના રોજ, ભારતીય સમય મુજબ રાત્રે 1 વાગે, UNSCની બેઠક શરૂ થઈ. પહેલગામ…

અમરેલી: શેત્રુંજી નદીમાં 4 બાળકો ડૂબી જતાં મોત, સમગ્ર ગામમાં શોકની લાગણી

અમરેલી જિલ્લાના ગાવડકા ગામ નજીક આજે દુકખદ ઘટના બની છે. અહીં શેત્રુંજી નદીમાં નાહવા ગયેલા ચાર બાળકો ડૂબી જતાં તેમનો траજિક મોત નિપજ્યો છે. ઘટનાને પગલે ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે અને આખા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની વિગતો પ્રાપ્ત માહિતી અનુસાર, અમરેલી તાલુકાના ગાવડકા પાસે શેત્રુંજી નદી કાંઠે સાંજના સમયે ચાર બાળકો નાહવા ગયા હતા. થોડા સમય પછી તેમની હાજરી જોવા ન મળતાં ચિંતા વધી હતી. નદી કાંઠે કપડાં જોવા મળ્યા બાદ લોકોમાં આશંકા ઊભી થઈ કે બાળકો નદીમાં ડૂબી ગયા હશે. માહિતી મળતાની સાથે જ અમરેલી તાલુકા પોલીસ અને ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. જિલ્લા ફાયર ઓફિસર શ્રી એસ.સી. ગઢવીના નેતૃત્વમાં તાત્કાલિક બચાવ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. ઓપરેશન દરમિયાન બધાં ચાર…

કુદરતી આફતનો કેર: આજે 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, 6 લોકોના મોત અને પાકને નુકસાનનો ભય

રાજ્યમાં ફરી એકવાર કુદરતનો કહેર સર્જાયો છે. હવામાન વિભાગે રાજ્યના 10 જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સાથે જ ગાજવીજ અને કરા સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. સોમવાર સાંજથી જ રાજ્યના અનેક ભાગોમાં ભારે પવન અને ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. જેના કારણે કેટલાય શહેરોમાં તબાહી સર્જાઈ હતી. વરસાદ અને પવનના કારણે કુલ 6 લોકોના મોત થયા છે, જ્યારે વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી થવાને કારણે કેટલાય વિસ્તારમાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. છ લોકોના જીવ ગયા, સૌથી વધુ નુકસાન વડોદરામાં સોમવારે સાંજે અને રાત્રે પવન સાથે પડેલા ભારે વરસાદમાં વડોદરાના 3 લોકોના મોત, અરવલ્લીમાં 2 લોકોના મોત અને અમદાવાદમાં 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે. આ તમામ દુર્ઘટનાઓ પવનના કારણે વૃક્ષો પડવાને કારણે અથવા…

SRH vs DC: વરસાદે હૈદરાબાદની પ્લેઓફની આશાઓ પર પાણી ફેરવ્યું

સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે સોમવારના રોજ રમાયેલી IPL મેચ વરસાદના ખલેલને કારણે રદ કરવી પડી હતી. મેચ રદ થતાં બંને ટીમોને 1-1 પોઈન્ટ આપવામાં આવ્યા. જેના કારણે હવે દિલ્હી 13 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને પહોંચી ગઈ છે, જ્યારે હૈદરાબાદની ટીમ માત્ર 7 પોઈન્ટ સાથે આઠમા સ્થાને રહી ગઈ છે. હૈદરાબાદ હવે પ્લેઓફની રેસમાંથી બહાર આ પરિણામ સાથે જ હૈદરાબાદ પ્લેઓફની રેસમાંથી બહાર થનારી ત્રીજી ટીમ બની છે. આ પહેલા રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ પણ બહાર થઈ ચૂક્યા છે. હૈદરાબાદે અત્યાર સુધી 11 મેચ રમી છે જેમાંથી માત્ર 3 જીતી છે. આગામી મેચમાં હૈદરાબાદનો સામનો KKR, RCB અને લખનૌ સુપરજાયન્ટ્સ સામે થવાનો છે, પણ હવે તેનું પ્લેઓફમાં પ્રવેશવાનું સપનું…

પાકિસ્તાનમાં તણાવ વચ્ચે આવ્યો જોરદાર ભૂકંપ, રિક્ટર સ્કેલ પર નોંધાઈ આટલી તીવ્રતા

ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે, પાકિસ્તાનમાં ભૂકંપના સમાચાર છે. ભૂકંપની તીવ્રતા 4.2 હોવાનું કહેવાય છે. હાલમાં કોઈ નુકસાનના અહેવાલ સામે આવી રહ્યા નથી. પાકિસ્તાન ભૌગોલિક રીતે યુરેશિયન અને ભારતીય ટેક્ટોનિક પ્લેટોને ઓવરલેપ કરે છે. જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ છે. તણાવ અને ગભરાટના વાતાવરણ વચ્ચે, પાકિસ્તાનના ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકાના અહેવાલો છે. સમાચાર મુજબ, આજે 5 મેના રોજ બપોર દરમિયાન પાકિસ્તાનમાં ધરતી ધ્રુજી ઉઠી. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર (NCS) અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.2 માપવામાં આવી હતી. આ પણ વાંચો : પુતિને વડાપ્રધાન મોદી સાથે કરી ફોન પર વાત, જાણો શું થઈ ચર્ચા પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારો ભૂકંપની દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ છે.…

ધોરણ 12માં નાપાસ થયેલા વિધાર્થીઓને રાજ્ય શિક્ષણ મંત્રીએ આપી સલાહ, જાણો શું કહ્યું

આજે જાહેર થયેલ ધોરણ 12ના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ, GUJCET-2025 અને સંસ્કૃત મધ્યમાની પરીક્ષાના પરિણામ જાહેર થયા છે. જેને લઈને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. પરીક્ષામાં સફળ થયેલ વિધાર્થીઓને શુભકામના પાઠવી છે. પ્રફુલ પાનશેરીયાએ જે વિધાર્થીઓ પરીક્ષામાં સફળ થયા છે તે બધા વિધાર્થીઓને અભિનંદનને પાઠવું છું પરંતુ જે વિધાર્થીઓને સફળ નથી થયા એ વિધાર્થીઓ રાજ્ય સરકાર દ્વારા બેસ્ટ ઓફ ટુ પરીક્ષા અંતર્ગત ફરીથી પરીક્ષા આપી પોતાનું સપનું પૂરું કરી શકશે અથવા વિધાર્થી જે વિષયમાં નાપાસ થયા છે એની પરીક્ષા આપી પોતાનું પરિણામ સુધારી શકશે. નાપાસ થયેલ વિધાર્થી માટે શું કહ્યું મંત્રીએ કહ્યું કે, કોઈ પણ વિધાર્થીને હતાશ અને ડિપ્રેશનમાં આવવાની જરૂર…

અંક જ્યોતિષ/05 મે 2025; આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…

પંચાંગ :05 મે 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ તત્વો આધારે, પંચાંગ વ્યક્તિને શુભ અને અશુભ સમય, તિથિ, નક્ષત્ર અને યોગ વિશે માહિતી આપે છે, જે હિંદુ ધર્મમાં વિધિ અને તહેવારો નિર્ધારિત કરવામાં મદદરૂપ છે. પંચાંગ તિથી અષ્ટમી (આઠમ) 07:38 AM નક્ષત્ર આશ્લેષા 02:02 PM કરણ : ભાવ 07:38 AM બાલવ 07:38 AM પક્ષ શુક્લ યોગ વૃદ્ધિ +00:19 AM દિવસ સોમવાર સૂર્ય અને ચંદ્ર ગણતરીઓ સૂર્યોદય 05:37 AM ચંદ્રોદય 12:37 PM ચંદ્ર રાશિ કર્ક સૂર્યાસ્ત 06:58 PM ચંદ્રાસ્ત +02:07 AM ઋતું ગ્રીષ્મ હિન્દૂ માસ અને વર્ષ શકે સંવત 1947 વિશ્વાવસુ કલિ સંવત 5127 દિન અવધિ…