રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ‘visitor’s desk’ શરૂ કરાયો, હવે અરજદારોની ફરિયાદનું થશે ઝડપી નિરાકરણ

નાગરિકોને ધ્યાને લઈને રાજકોટ મહાનગરપાલિકાની અનોખી પહેલ કરી છે. રાજકોટ મનપામાં ‘visitor’s desk’ નામનો એક નવો વિભાગ શરૂ થયો છે. રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરે કહ્યું હતું કે, ઓનલાઇન એક આખી સિસ્ટમ બનાવવામાં આવી છે. જેમાં Visitor help desk અરજદારો માટે ખાસ રીતે કામગીરી કરશે. અરજદારોના પ્રશ્ન મ્યુનિસિપલ કમિશનરને મળશે. તેમનો ફોટો પાડવામાં આવશે. તેમને ડોક્યુમેન્ટ સ્કેન કરવામાં આવશે. ત્યારબાદ રજીસ્ટ્રેશન કરવામાં આવશે. તેમજ અરજદારોને ક્યુઆર કોડ આપવામાં આવશે. અરજદારોની ફરિયાદ અંતર્ગત અધિકારીઓ જ્યાં પણ હશે ત્યાં તેમને મોબાઇલમાં નોટિફિકેશન જશે. બાદમાં તે વિભાગના અધિકારી જ્યાં હશે ત્યાંથી તેમને મોબાઇલમાં જ જવાબ આપવાનો રહેશે.મળતી માહિતી મુજબ, આ માટે અલગ અલગ 5 ચેનલ બનાવવામાં આવી છે જે એલોટ કરવાની રહેશે. જેમાં ગ્રીન ચેનલ જેમાં અધિકારીઓ પોતે એ પ્રશ્નો સોલ્વ…

આપણે સંભવિત ત્રીજા વિશ્વયુદ્ધ માટે તૈયારી કરવી જોઇએ, રશિયન સંસદની સંરક્ષણ સમિતિના નાયબ વડાનું નિવેદન

રશિયન સંસદની સંરક્ષણ સમિતિના નાયબ વડા એલેક્સી ઝુરાવલ્યોવે તાજેતરમાં યુવાનોને સંબોધિત કરતા કહ્યું કે રશિયાએ આગામી ત્રણ વર્ષમાં સંભવિત ત્રીજા વિશ્વયુદ્ધ માટે તૈયારી કરવી જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે રશિયા અને પશ્ચિમી દેશો વચ્ચે વધતા સંઘર્ષને કારણે આ શક્યતા વધી રહી છે.ઝુરાવલ્યોવે કહ્યું કે યુરોપ 2028-2029 સુધીમાં રશિયા સાથે યુદ્ધની તૈયારી કરી રહ્યું છે. તેમણે સૂચન કર્યું કે રશિયાએ પણ કોઈપણ ખચકાટ વિના આ મુદ્દા પર ચર્ચા કરવી જોઈએ અને તેના લશ્કરી અનામત અને તાકાત વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. રશિયાના યુક્રેન યુદ્ધના સંદર્ભમાં આ નિવેદન વધુ ગંભીર બને છે, જ્યાં લશ્કરી પ્રવૃત્તિઓ પહેલાથી જ તીવ્ર બની રહી છે. -> રશિયાનો યુદ્ધનો ખતરો અને પરમાણુ શસ્ત્રોની ચર્ચા :- યુક્રેન યુદ્ધ પછી, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર…

અખિલેશ મહાકુંભમાં મુલાયમ સિંહનું સ્ટેચ્યૂ મુક્યું, તો ભાજપે સફાઇ કર્મીઓને વહેંચી બંધારણની કોપી

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન સમાજવાદી પાર્ટીના સ્થાપક સ્વર્ગસ્થ મુલાયમ સિંહ યાદવની પ્રતિમા સ્થાપિત કર્યા પછી, હવે ભારતીય જનતા પાર્ટીએ એક મોટું પગલું ભર્યું છે. ભારતીય જનતા પાર્ટીના ઉત્તર પ્રદેશ એકમે રાજ્યના પ્રયાગરાજમાં મહાકુંભ મેળામાં સફાઈ કર્મચારીઓમાં બંધારણની નકલોનું વિતરણ કર્યું. તેમણે કહ્યું કે પ્રયાગરાજમાં ધાર્મિક મેળાવડો એકતાનો મહાન તહેવાર છે. તમને જણાવી દઈએ કે ભારતીય બંધારણના 75 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી માટે ભાજપે બંધારણ ગૌરવ અભિયાન શરૂ કર્યું છે. આ અંતર્ગત, ભાજપ દલિતોનું સન્માન કરી રહી છે.મહાકુંભ મેળામાં, સફાઈ કર્મચારીઓને હાર પહેરાવવામાં આવ્યા હતા અને બંધારણની નકલો આપવામાં આવી હતી. આ પછી, ગુરુવારે, ભાજપના ઉત્તર પ્રદેશ એકમના સચિવ અભિજાત મિશ્રાએ કહ્યું, “અમે અહીં એવા લોકોનું સન્માન કરવા આવ્યા છીએ જેમને બિન-ભાજપ રાજકીય પક્ષો અને સરકારો…

ખંભાતમાં લાચિયો કોન્સ્ટેબલ ઝડપાયો, ફરિયાદનાં આધારે ACBએ છટકું ગોઠવી કરી ધરપકડ

ખંભાતમાં ACBએ ફરી લાચિયો કોન્સ્ટેબલ ઝડપી પાડ્યો છે. કોન્સ્ટેબલે રૂપિયા 2 લાખની માંગણી કરતા ACBએ છટકું ગોઠવ્યું હતું. અને આરોપી રોશનકુમાર વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, ફરિયાદી સામે ખંભાત રૂરલ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનનો ગુનો દાખલ થયેલો હતો. જે ગુનાની તપાસ કરનાર પોલીસ સબ ઇન્સ્પેક્ટરના રાઇટર તરીકે ફરજ બજાવતા હોવાનું જણાવી ફરિયાદીના મિત્રને હાજર કરાવવા તથા ફરિયાદીનું નામ પ્રોહિબિશનના ગુનામાં નહીં ખોલવા માટે આ કામના આરોપીએ ફરિયાદી પાસે પ્રથમ રૂપિયા 200000ની લાંચની માંગણી કરી હતી. જોકે, રકમની રકઝકના અંતે રૂપિયા 120000 આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આરોપીએ ફરીથી ફરિયાદીને બીજા રૂપિયા 30000 રૂપિયા ઉમેરીને કુલ રૂપિયા 150000ની લાંચની માગણી કરી હતી. પરંતુ ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી…

શા માટે અમેરિકામાં કોઇપણ નવા રાષ્ટ્રપતિની શપથવિધિ 20 જાન્યુઆરીએ જ થાય છે?

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. આ પ્રસંગે, વોશિંગ્ટનમાં એક ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવશે, જેમાં વિશ્વભરના દેશોના નેતાઓ અને ઉદ્યોગપતિઓ પહોંચશે. ભારત તરફથી વિદેશ મંત્રી એસ. જયશંકર ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ ઉપરાંત, અન્ય ઘણા દેશોના નેતાઓ પણ આવવાની શક્યતા છે. પરંતુ શું તમે જાણો છો કે અમેરિકાના ઇતિહાસમાં 20 જાન્યુઆરીની તારીખ શા માટે આટલી મહત્વપૂર્ણ છે? આજે અમે તમને આ પાછળનું કારણ જણાવીશું. -> ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ શપથ લેશે :- અમેરિકાના બધા રાષ્ટ્રપતિઓ ફક્ત 20 જાન્યુઆરીએ જ શપથ લે છે. આ જ ક્રમમાં, ડોનાલ્ડ ટ્રમ્પ પણ 20 જાન્યુઆરી 2025 ના રોજ શપથ લેશે. પણ શું તમે જાણો છો કે 20 જાન્યુઆરીએ શપથ લેવા પાછળનો ઇતિહાસ શું છે?…

રોહિત-વિરાટ સહિતના આ ક્રિકેટરો નહીં રમી શકે IPL ?, BCCIના નિયમે વધાર્યું ટેન્શન

ઓસ્ટ્રેલિયા સામે હાર બાદ BCCI ખૂબ જ સક્રિય થઈ ગયું છે. એક નવી ‘૧૦-પોઇન્ટ પોલિસી’ લાગુ કરવામાં આવી છે. જેમાં ૧૦ નિયમો નક્કી કરવામાં આવ્યા છે જે ખેલાડીઓએ હવેથી અનુસરવા પડશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ટીમમાં શિસ્ત, એકતા અને સકારાત્મક વાતાવરણ બનાવવા માટે આ કરવામાં આવ્યું છે. પરંતુ એક એવો નિયમ છે, જેના કારણે ખેલાડીને પગાર કાપ અને IPLમાંથી પ્રતિબંધ જેવી સજાનો સામનો કરવો પડી શકે છે. -> BCCI દ્વારા આ સ્પષ્ટ કહેવાયું :- હવે બધા ખેલાડીઓ માટે ઘરેલુ ક્રિકેટમાં ભાગ લેવો ફરજિયાત રહેશે. આ ઉપરાંત, ઘણા કડક નિયમો પણ જારી કરવામાં આવ્યા છે. બોર્ડે ચેતવણી પણ આપી છે કે, જો કોઈ ખેલાડી નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેને સજા ભોગવવી પડશે. એક નવા નિયમમાં…

BZ ગ્રુપ કૌભાંડ: આરોપી ભૂપેન્દ્ર ઝાલાના આર્થિક વ્યવહારોની કરાઈ તપાસ

B india અમદાવાદ : BZ ગ્રુપના કરોડોના કૌભાંડનો મામલે CIDની તપાસમાં દિવસે દિવસે ચોકાવનારા ખુલાસાઓ થઈ રહ્યાં છે. 6 હજાર કરોડનું ફુલેકું ફેરવનાર ભૂપેન્દ્ર ઝાલાના આર્થિક વ્યવહારોને લઈને CID દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. હિંમતનગરની આંગડિયા પેઢીમાં હિસાબોની તપાસ હાથ ધરવામાં આવશે. CIDએ આંગડિયા સંચાલકો પાસેથી તમામ વિગતો મંગાવી છે. વ્યવહારોની વિગતો લઈ હાજર થવા સંચાલકોને નોટિસ આપવામાં આવી છે. કેટલાક વ્યવહારોને લઈને પણ અનેક ખુલાસા થઈ શકે છે. અનેક વ્યવહારો શંકાસ્પદ હોવાને લઈને CIDએ તપાસ હાથ ધરી છે. રોકાણકારોના કરોડો રૂપિયા મોજશોખમાં ઉડાવ્યાની વિગતો પણ સૂત્રો પાસેથી મળી રહી છે. પોન્ઝી સ્કીમના પ્રોટેક્શન માટે મોટી રકમ ખર્ચી હોવાનું પણ સામે આવી રહ્યું છે. જો કે, હવે રોકડ અને ગિફ્ટ મેળવનારા લોકોમાં પણ ફફડાટ જોવા…

સુરત: આરોપી પોલીસ સકંજામાં, આરોપીએ યુવતી સાથે લીવઇનમાં રહેવા કર્યો મોટો કાંડ

B india સુરત : સુરત પોલીસે એક અભિયાન શરૂ કર્યું છે. જેમાં ગુનાખોરી ડામવા માટે ગુનેગારો સાથે ખોટા નામ ધારણ કરીને અથવા તો ગેરકાયદેસર ભારતમાં પ્રવેશ કરીને રહેતા હોય તેવા ઈસમોને પકડી પાડવામાં આવી રહ્યા છે. ત્યારે સુરત પોલીસને માહિતી મળી હતી કે, રાંદેર વિસ્તારમાં રહેતો એક મુસ્લિમ યુવકે હિન્દુ યુવકનું નામ ધારણ કરી ખોટા ડોક્યુમેન્ટસના આધારે રહે છે. આ યુવકને પકડી પાડવા સુરત એસોજી પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી હતી અને આરોપીને ઝડપી પાડી એની પૂછપરછ શરૂ કરી હતી.સુરત શહેર ખાતે રહેતો 26 વર્ષનો મુસીબુલ ઉર્ફે રાજ ઉર્ફે પ્રદિપ મકબુલ શેખ છેલ્લા 14 વર્ષથી અલગ-અલગ સ્પામાં નોકરી કરતો હતો. તે દરમ્યાન દોઢ વર્ષ પહેલા તેની ઓળખાણ મુંબઈમાં રહેતી એક હિંદુ યુવતી સાથે થઇ. તેની સાથે…

બોલીવુડના સૌથી ધનિક અભિનેતાઓમાંથી એક છે સૈફ અલી ખાન, જાણો છોટે નવાબ પાસે છે કેટલી સંપતિ

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો થયો છે. તેઓ હાલમાં મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ છે. ઘરમાં ઘુસેલા ચોરોએ સૈફ પર હુમલો કર્યા બાદ હાલ સૈફ ખતરાની બહાર છે, પરંતુ આ ઘટના બાદ સૈફ સાથે જોડાયેલા સમાચારો ચર્ચામાં છે.. ચર્ચામાં એ સવાલ પણ છે કે સૈફ પાસે કુલ કેટલી સંપતિ છે. સૈફ બોલિવૂડનો ‘છોટે નવાબ’ છે. સૈફ અલી ખાન પટૌડી પરિવારના 10મા નવાબ છે. એટલા માટે તેમને બોલિવૂડમાં છોટે નવાબ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમનો જન્મ ૧૬ ઓગસ્ટ ૧૯૭૦ના રોજ નવી દિલ્હીમાં થયો હતો. સૈફે બોલીવુડમાં પોતાની કારકિર્દીની શરૂઆત યશ ચોપરાની ફિલ્મ ‘પરંપરા’થી કરી હતી. પરંતુ તેને તેની ખરી ઓળખ ‘યે દિલ્લગી’ અને ‘મૈં ખિલાડી તુ અનાડી’ ફિલ્મો પછી મળી. અત્યાર સુધી તેમણે ઘણી ઉત્તમ…

ગુજરાત પોલીસની નવી પહેલ, મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે શરૂ થશે ‘સાંત્વના કેન્દ્ર’

B india અમદાવાદ : ગુજરાત પોલીસે નવી પહેલ શરૂ કરી છે. હવે દરેક પોલીસ સ્ટેશનમાં ‘સાંત્વના કેન્દ્ર’ શરૂ થશે. ‘સાંત્વના કેન્દ્ર’ એક એવું સ્થળ હશે જ્યાં પોલીસ સ્ટેશનમાં આવતા તમામ બાળકો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને સંવેદનશીલતા અને સહાનુભૂતિ સાથે સાંભળવામાં આવશે. વુમન હેલ્પ ડેસ્ક, ચાઇલ્ડ વેલ્ફેર પોલીસ ઓફિસર, 181-અભયમ અને PSBSS(પોલીસ સ્ટેશન બેઇઝડ્ સપોર્ટ સેન્ટર) જેવી વિવિધ સેવાઓ એક જ છત નીચે ‘સાંત્વના કેન્દ્ર’માં ઉપલબ્ધ બનશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસ રાજ્યના નાગરિકો, ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો(સિનીયર સિટીઝન)ની સુરક્ષા અને સલામતી માટે સતત પ્રયત્નશીલ છે. આ ચાર સેવાઓ “સાંત્વના કેન્દ્ર”માં ઉપલબ્ધ બનશે -વુમન હેલ્પ ડેસ્ક: વુમન હેલ્પ ડેસ્ક પોલીસ સ્ટેશનમાં આવતી મહિલાઓને મદદરૂપ થવા…