ગાંધીનગરમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી આયોજીત ત્રિદિવસીય એન્યુઅલ ટ્રેડ એક્સપોનો પ્રારંભ કરાવતા : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના બીજા એન્યુઅલ ટ્રેડ એક્સ્પોનું ગાંધીનગરમાં ઉદઘાટન કરતા સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રમોદીના માર્ગદર્શનથી ગુજરાત ટ્રેડ એન્ડ ટ્રેડિશન, કોમર્સ એન્ડ કલ્ચર તથા ઈન્ડસ્ટ્રી એન્ડ એન્ટરપ્રેન્યોરશીપના સમન્વયથી ડેવલપમેન્ટનું રોલ મોડલ બન્યુ છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ગાંધીનગરના એક્ઝીબિશન સેન્ટર ખાતે 18000 ચોરસ મિટરની વિશાળ જગ્યામાં 16થી વધુ વિવિધ સેક્ટર્સના સ્ટોલ્સ સાથેના એન્યુઅલ ટ્રેડ એક્સપોમાં ઓટોમોબાઈલ, રિન્યુએબલ એનર્જી, આઈ.ટી., ફાર્માસ્યુટીકલ્સ અને ટેક્સટાઈલ્સ તથા એ.આઈ. અને સાઈબર સિક્યુરીટી પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. આ ગુજરાત એડવાન્સ્ડ ટેક્નોલોજી એન્ડ ઈકોનોમી એક્સ્પો-2026 તા.16 થી 18 એપ્રિલ દરમિયાન યોજાઈ રહ્યો છે. મુખ્યમંત્રીએ ગુજરાત વિઝન – ગ્લોબલ એમ્બિશનની થીમ સાથે યોજાઈ રહેલો આ એક્સપો એમ.એસ.એમ.ઈ. અને યુવા સાહસિકો માટે લોકલથી ગ્લોબલનું…

લોકસભાની બેઠકો 850 કરવાની તૈયારી: 2029 સુધી મહિલાઓને મળશે દરેક ત્રીજી બેઠક?

લોકસભાની બેઠકોને 850 સુધી વધારવાની ચર્ચા અને 2029 સુધી મહિલાઓ માટે 33% આરક્ષણ લાગુ કરવાની તૈયારી દેશની રાજનીતિમાં મોટો ફેરફાર લાવી શકે છે. આ સમગ્ર મુદ્દાને સરળ રીતે સમજવા માટે અહીં 8 મુખ્ય પ્રશ્નો અને તેમના જવાબો આપવામાં આવ્યા છે: 1. લોકસભાની બેઠકો 850 સુધી કેમ વધારવાની વાત? ભારતમાં હાલ Lok Sabhaમાં 543 બેઠકો છે. વસ્તી વધતા પ્રતિનિધિત્વ વધુ સારું બનાવવા બેઠકો વધારવાની જરૂરિયાત ઉભી થઈ છે. ખાસ કરીને દક્ષિણ અને ઉત્તર રાજ્યો વચ્ચે સંતુલન જાળવવા માટે આ મુદ્દો મહત્વનો બની ગયો છે. 2. આ વધારો ક્યારે લાગુ થઈ શકે? આ સંભાવના છે કે 2026 પછીની જનગણના અને ડિલિમિટેશન (હદબંધી) પ્રક્રિયા પછી બેઠકોમાં વધારો અમલમાં આવશે. 2029ની લોકસભા ચૂંટણી સુધી આ ફેરફાર લાગુ થવાની શક્યતા છે.…

‘નારી શક્તિ વંદન સંમેલન’ : નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયું સંમેલન

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં અમદાવાદમાં ટાગોર હોલ ખાતે ‘સ્ત્રી શક્તિ’ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI)ની ‘બિઝનેસ વુમન કમિટી’ના સંયુક્ત ઉપક્રમે ‘નારી શક્તિ વંદન સંમેલન’યોજાયું હતું. આ સંમેલનમાં મોટી સંખ્યામાં મહિલા ઉદ્યોગસાહસિકો અને વિવિધ ક્ષેત્રની અગ્રણી મહિલાઓ ઉપસ્થિત રહી હતી. ‘નારી શક્તિ વંદન સંમેલન’ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પંચાયતથી લઈને સંસદ સુધી મહિલાઓની સશક્ત ભાગીદારી સુનિશ્ચિત કરવાનો અને ‘વિકસિત ભારત @ 2047’ ના ધ્યેય હેઠળ ‘વુમન લેડ ડેવલપમેન્ટ’ના સંકલ્પને મજબૂત કરવાનો રહ્યો હતો. વિકસિત ભારતના નિર્માણમાં નારી શક્તિની ભૂમિકાને નિર્ણાયક ગણાવી ઉપસ્થિત મહાનુભાવોએ મહિલાઓને નેતૃત્વના દરેક સ્તરે આગળ આવવા પ્રોત્સાહિત કરી હતી. નારી શક્તિ વંદન સંમેલનમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની સંસદમાં રજૂ થનાર ‘નારી શક્તિ વંદન…

GSRTCની ડિજિટલ ક્રાંતિ: હવે એસ.ટી. બસની સમસ્યાઓ એક ક્લિકમાં થશે હલ

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સુવિધા માટે શરૂ કરવામાં આવેલી ‘પેસેન્જર ફીડબેક અને પરફોર્મન્સ રેટિંગ સિસ્ટમ’ને રાજ્યભરમાં જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. હવે એસ.ટી. બસમાં મુસાફરી દરમિયાન કોઈ પણ સમસ્યા હોય તો મુસાફરોને ફરિયાદ કરવા માટે કચેરી સુધી જવાની જરૂર નથી. બસમાં મૂકાયેલા QR કોડને સ્કેન કરીને તેઓ તરત જ પોતાનો પ્રતિભાવ આપી શકે છે. માર્ચ 2026માં શરૂ થયેલી આ નવી સિસ્ટમમાં માત્ર એક જ મહિનામાં 1,702 મુસાફરોએ પોતાનો પ્રતિભાવ નોંધાવ્યો છે. મુસાફરોએ GSRTC સેવાઓને સરેરાશ 5 માંથી 4.5 રેટિંગ આપ્યું છે, જે જાહેર પરિવહન પ્રત્યે લોકોનો વિશ્વાસ દર્શાવે છે. આ સિસ્ટમની અસરકારકતા તાજેતરમાં ત્યારે જોવા મળી જ્યારે મુસાફરોએ AC અને Volvo બસોમાં દુર્ગંધની ફરિયાદ કરી હતી. તંત્રએ તરત જ કાર્યવાહી કરીને રાજ્યભરની…

કર્ણાટકમાં PM મોદીની આધ્યાત્મિક યાત્રા, કડક સુરક્ષા વચ્ચે સફળતાપૂર્વક પૂર્ણ થયો કાર્યક્રમ

કર્ણાટકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક દિવસીય મુલાકાતે રાજકીય અને ધાર્મિક મહત્ત્વ વધાર્યું છે. આજે વહેલી સવારે બેંગલુરુ એરપોર્ટ પર કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના અન્ય મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. વડાપ્રધાન મોદીની આ મુલાકાત દરમિયાન તેમણે માંડ્યા જિલ્લામાં આવેલ પવિત્ર ધાર્મિક સ્થળ ક્ષેત્ર અદિચુંચનગિરી ખાતે મહત્વપૂર્ણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અહીં તેમણે ગુરુ ભૈરવૈક્ય મંદિરનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું હતું. આ મંદિર અદિચુંચનગિરી મઠ સાથે જોડાયેલું એક પવિત્ર સ્થાન છે, જે ભક્તોમાં વિશેષ આસ્થા ધરાવે છે. મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં સાધુ-સંતો, ભક્તો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાને આ અવસરે ધાર્મિક વિધિઓમાં ભાગ લઈ દેશના સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. વડાપ્રધાન મોદીએ પોતાના…

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીનો અમદાવાદ એરપોર્ટ પરથી રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ ભાવસભર વિદાય આપી

માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીનો ત્રિ-દિવસીય ગુજરાત પ્રવાસ સમ્પન્ન થયો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીને અમદાવાદ એરપોર્ટ પરથી ભાવસભર વિદાય આપી હતી. આ પ્રસંગે ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ એમ. કે. દાસ, રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા કે.એલ.એન. રાવ, એર વાઇસ માર્શલ પ્રશાંત આર્ય, અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી.એસ.મલિક તથા અમદાવાદ કલેકટર સુજીત કુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓએ રાષ્ટ્રપતિને ભાવસભર વિદાય આપી હતી. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in 

ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી, અનેક વિસ્તારોમાં માવઠાની શક્યતા

ગુજરાતમાં એપ્રિલ મહિનામાં ગરમી વચ્ચે ફરી એકવાર કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે, જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત હવામાન વિભાગ મુજબ ગુજરાતમાં આગામી સાત દિવસ દરમિયાન તાપમાનમાં મોટો ઘટાડો થવાની શક્યતા નથી. સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના વિસ્તારોમાં પારો 40 ડિગ્રીથી વધુ રહેવાની શક્યતા છે. ગરમ અને ભેજવાળા પવનને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉકળાટ અને અસ્વસ્થતા વધશે. હવામાન સિસ્ટમમાં ફેરફાર હાલમાં પાકિસ્તાન અને રાજસ્થાન આસપાસ એક અપર એર સર્ક્યુલેશન સક્રિય છે, જ્યારે ઉત્તર ભારતથી દક્ષિણ સુધી ટ્રફ લાઇન પસાર થઈ રહી છે. ઉપરાંત 15 એપ્રિલ પછી પશ્ચિમ હિમાલય વિસ્તારમાં નબળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની…

CBSE 10th Result 2026: વિદ્યાર્થીઓમાં ઉત્સુકતા, પરિણામ તારીખ પર સસ્પેન્સ

સીબીએસઈ (CBSE) 10મું બોર્ડ પરિણામ 2026 અંગે વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સુકતા છે. સોશિયલ મીડિયા અને વિવિધ રિપોર્ટ્સમાં 14 એપ્રિલે પરિણામ જાહેર થવાની ચર્ચા ચાલી રહી છે, પરંતુ હકીકત શું છે? બોર્ડ તરફથી હજી સુધી સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ DigiLocker અને સત્તાવાર પ્લેટફોર્મ્સ અંગે તૈયારીઓ તેજ બની ગઈ છે. પરિણામ કોઈ પણ સમયે જાહેર થઈ શકે છે. હાલ સુધી CBSE દ્વારા કોઈ ઓફિશિયલ તારીખ જાહેર કરવામાં આવી નથી. પરંતુ વિવિધ મીડિયા રિપોર્ટ્સ અનુસાર: પરિણામ એપ્રિલના બીજા અઠવાડિયામાં (14–15 એપ્રિલ આસપાસ) આવવાની શક્યતા છે કેટલાક રિપોર્ટ્સમાં આજે (14 એપ્રિલ) પરિણામ આવી શકે તેવી અટકળો છે, પરંતુ તેની પુષ્ટિ નથી DigiLocker પર “Result Coming Soon” નોટિફિકેશન મળતા પરિણામ નજીક હોવાનું માનવામાં આવે છે એટલે કે, 14 એપ્રિલે…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેદ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિએ ગાંધીનગરમાં શ્રદ્ધાંજલિ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતીય બંધારણના નિર્માતા અને ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135 મી જન્મજયંતીએ ગાંધીનગર ખાતે આયોજિત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થઈ ને ભાવવંદના કરી હતી. મુખ્યમંત્રી એ સૌ પ્રથમ ગુજરાત વિધાનસભાના પોડિયમ ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ, તેમણે વિધાનસભા સંકુલની સામે આવેલ ડૉ. આંબેડકર પ્રતિમા સંકુલ પ્રેરણા ભૂમિ ખાતે સ્થાપિત કરવામાં આવેલી બાબા સાહેબ ની પૂર્ણ કદની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી ભાવ વંદના કરી હતી. આ પ્રસંગે રંગોળી ઈન્ટરનેશનલ શાળાની વિદ્યાર્થિનીઓએ ડૉ. ભીમરાવ આંબેડકરની જીવન ઝાંખી પ્રસ્તુત કરતું પ્રભાવશાળી વક્તવ્ય રજૂ કર્યું હતું. મુખ્યમંત્રી ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન પ્રેરણા ભૂમિ ખાતે જનમેદની સાથે બંધારણના ઘડવૈયા ની જન્મ જયંતિ ઉજવણીમાં સહભાગી થયા હતા. આ સમયે સમગ્ર વાતાવરણ ‘જય ભીમ’ ના નારાઓથી…

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લોકભવનમાં બાબાસાહેબ આંબેડકરને અર્પી શ્રદ્ધાંજલિ

ભારતના રાષ્ટ્રપતિ  દ્રૌપદી મુર્મુએ આજે તેમની ગુજરાત મુલાકાત દરમિયાન લોકભવન ખાતે ભારતીય બંધારણના શિલ્પી ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના પોટ્રેટને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે રાજ્યપાલ  આચાર્ય  દેવવ્રતજીએ પણ ડૉ. આંબેડકરને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ ગરિમાપૂર્ણ અવસરે કેન્દ્ર અને રાજ્યના ઉચ્ચ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા અને ભારત રત્ન ડૉ. આંબેડકરના પોટ્રેટને પુષ્પ અર્પણ કર્યા હતા. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in