જાતિ વસ્તી ગણતરી: મોદી સરકારનું વલણ અચાનક કેમ બદલાયું?
કેન્દ્ર સરકાર દેશમાં આગામી વસ્તી ગણતરીમાં જાતિઓની ગણતરી પણ કરશે. બુધવારે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજકીય બાબતોની કેબિનેટ સમિતિની બેઠકમાં લેવાયેલા સરકારના આ નિર્ણયની માહિતી આપતાં કહ્યું કે વસ્તી ગણતરી સાથે જાતિઓની ગણતરી પણ કરવામાં આવશે. વૈષ્ણવે કહ્યું કે વસ્તી ગણતરી એક કેન્દ્રીય વિષય છે અને અત્યાર સુધી કેટલાક રાજ્યોમાં કરવામાં આવેલા જાતિ સર્વેક્ષણો પારદર્શક નહોતા. પ્રશ્ન એ છે કે, અત્યાર સુધી જાતિગત વસ્તી ગણતરીથી દૂર રહેતી મોદી સરકાર તેના માટે શા માટે સંમત થઈ? જાતિગત વસ્તી ગણતરીનો અચાનક નિર્ણય કેમ?:- કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ સહિત ઘણા વિપક્ષી પક્ષો દેશમાં જાતિગત વસ્તી ગણતરીની સતત માંગ કરી રહ્યા છે. ગયા મહિને, ગુજરાતમાં બે દિવસીય કોંગ્રેસ પરિષદ દરમિયાન, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જાતિ વસ્તી ગણતરીનો…
પાકિસ્તાનનો ફરી LoC પર યુદ્ધવિરામનો ભંગ, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
30 એપ્રિલ અને 1 મે 2025 ની રાત્રે, પાકિસ્તાની સેનાની ચોકીઓએ જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશમાં કુપવાડા, ઉરી અને અખનૂરની સામેના વિસ્તારોમાં નિયંત્રણ રેખા પાર નાના હથિયારોથી કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર શરૂ કર્યો. ભારતીય સેનાએ પણ આનો યોગ્ય જવાબ આપ્યો.પહેલગામ આતંકવાદી હુમલા બાદથી, પાકિસ્તાન દ્વારા સરહદ પર યુદ્ધવિરામનું સતત ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ગઈકાલે રાત્રે ફરી પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું. ભારતીય સેનાએ માહિતી આપી છે કે ૩૦ એપ્રિલ અને 1 મે 2025 ની રાત્રે, પાકિસ્તાની સેનાની ચોકીઓએ જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશમાં કુપવાડા, ઉરી અને અખનૂરની સામેના વિસ્તારોમાં નિયંત્રણ રેખા પાર નાના હથિયારોથી કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર શરૂ કર્યો હતો. ભારતીય સેનાએ પણ આનો યોગ્ય જવાબ આપ્યો. 29-30 એપ્રિલની રાત્રે પણ, પાકિસ્તાની સેનાની…
ગુજરાતના ખેડા જિલ્લામાં હસતા-રમતા પરિવાર પર કાળ બનીને તૂટ્યો પાણીનો પ્રવાહ, એક જ પરિવારના 6 સભ્યોનાં મોત
ગુજરાતના ખેડા જિલ્લામાં આજે એક મોટી દુર્ઘટના બની છે. અહીં બુધવારે સાંજે, એક જ પરિવારના છ સભ્યો, જેમાંથી મોટાભાગના કિશોર પિતરાઈ ભાઈ-બહેન હતા, નદીમાં ડૂબી ગયા. પરિવારના 6 સભ્યોના ડૂબી જવાના સમાચાર મળતા જ પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. પરિવારના વૃદ્ધ સભ્યો ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. મૃતકની ઉંમર 14 થી 21 વર્ષની વચ્ચે છે:- પોલીસે જણાવ્યું કે આ ઘટના કનીઝ ગામમાં બની હતી. ખેડાના પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે, “૧૪-૨૧ વર્ષની વયના છ વ્યક્તિઓ, જે ભાઈ-બહેન અથવા પિતરાઈ ભાઈઓ હતા, મેશ્વો નદીમાં નહાવા ગયા હતા અને ડૂબી ગયા હતા. તેમાં ચાર છોકરીઓ અને બે છોકરાઓ હતા. છ લોકોના મૃતદેહ મળી આવ્યા છે.” બધા ભાઈ-બહેન હતા:- તેમણે કહ્યું કે છ મૃતકોમાંથી બે…
આજે છે 1લી મે: એક હતા બે રાજ્ય થયું આંદોલન અને આ રોતે મેળવ્યો ભરોસો ગુજરાતનો
ગુજરાત આજે 65મો સ્થાપના દિવસ ઊજવી રહ્યો છે. 1 મે, 1960ના રોજ ગુજરાતને મહારાષ્ટ્રથી અલગ કરી નવું રાજ્ય બનાવાયું હતું. ભાષાના આધારે થયેલા પુનર્ગઠન પછી ગુજરાતી ભાષા બોલનારા વિસ્તારોને એકત્ર કરીને ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી. અમદાવાદ રાજ્યની પહેલી રાજધાની રહી, ત્યારબાદ 1970માં નવી રાજધાની ગાંધીનગરમાં ખસેડવામાં આવી. પૌરાણિક અને ઐતિહાસિક ગુજરાત ગુજરાતનો ઇતિહાસ પૌરાણિક યુગથી જોડાયેલો છે. મહાભારતના યુગમાં શ્રીકૃષ્ણ દ્વારા દ્વારિકા નગરીની સ્થાપના, યાજ્ઞવલ્કય ઋષિનો નર્મદા કાંઠે વાસ, અને ગિરનાર-સોમનાથ જેવા પવિત્ર સ્થળો ગુજરાતના આધ્યાત્મિક વારસાને દર્શાવે છે. વૈદિક કાળમાં ગુજરાતને “આનર્ત દેશ” તરીકે ઓળખવામાં આવતું. સિંઘુ ખીણ સંસ્કૃતિના મુખ્ય સ્થળો ધોળાવીરા અને લોથલ ગુજરાતના ઐતિહાસિક ગૌરવના જીતી જીવીતા પુરાવા છે. અહીંથી મળેલા અવશેષો અને જળસંગ્રહ વ્યવસ્થાઓ પ્રાચીન ભારતની સંરચનાત્મક સમૃદ્ધિને દર્શાવે છે. સ્વતંત્ર…
અંક જ્યોતિષ/01 મે 2025; આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…
પંચાંગ :01 મે 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ
પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ તત્વો આધારે, પંચાંગ વ્યક્તિને શુભ અને અશુભ સમય, તિથિ, નક્ષત્ર અને યોગ વિશે માહિતી આપે છે, જે હિંદુ ધર્મમાં વિધિ અને તહેવારો નિર્ધારિત કરવામાં મદદરૂપ છે. પંચાંગ તિથી ચતુર્થી (ચોથ) 11:26 AM નક્ષત્ર મૃગશીર્ષા 02:22 PM કરણ : વિષ્ટિ ભદ્ર 11:26 AM ભાવ 11:26 AM પક્ષ શુક્લ યોગ : અતિગંડ 08:33 AM સુકર્મા 08:33 AM દિવસ ગુરુવાર સૂર્ય અને ચંદ્ર ગણતરીઓ સૂર્યોદય 05:40 AM ચંદ્રોદય 08:22 AM ચંદ્ર રાશિ મિથુન સૂર્યાસ્ત 06:56 PM ચંદ્રાસ્ત 11:17 PM ઋતું ગ્રીષ્મ હિન્દૂ માસ અને વર્ષ શકે સંવત 1947 વિશ્વાવસુ…
રાશિફળ/01 મે 2025: કુંભ સહિત આ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ, ખૂલી શકે છે પ્રગતિના દ્વાર; જાણો તમારું રાશિ ભવિષ્ય
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ તમારો માયાળુ સ્વભાવ આજે અનેક ખુશીભરી ક્ષણો લાવશે. જો ભવિષ્ય માં તમારે નાણાકીય રીતે મજબૂત થવું છે તો આજ થીજ ધન ની બચત કરો. તમારા ઘરના વાતાવરણમાં તમે કોઈ ફેરફાર કરો તે પૂર્વે સૌની મંજૂરી છે કે નહીં તેની ખાતરી કરો. ઉત્સાહજનક દિવસ કેમ કે આજે તમને તમારા પ્રિયપાત્ર તરફથી ભેટ-સોગાદ મળશે. તમારા બૉસને તમારા બહાનામા રસ નહીં પડે-તેની ગૂડ બુક્સમાં રહેવા…
પાકિસ્તાનના સ્વાત પ્રદેશમાં 4.4 તીવ્રતાનો ભૂકંપ, જાનમાલનું કોઈ નુકસાન નહીં
પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં આવેલા સ્વાત પ્રદેશમાં બુધવાર રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભારતીય સમય પ્રમાણે રાત્રે 9:58 વાગ્યે આ ભૂકંપ આવ્યો હતો, જેને રિક્ટર સ્કેલ પર 4.4 ની તીવ્રતાથી નોંધવામાં આવ્યો છે. ભૂકંપનો કેન્દ્રબિંદુ અને ઊંડાઈ નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી મુજબ, ભૂકંપનું કેન્દ્રબિંદુ હિન્દુકુશ પર્વતમાળામાં હતું અને તે ધરતીના અંદાજિત 50 કિલોમીટર ઊંડાણે ઉદ્ભવ્યો હતો. આ વિસ્તારમાં ભૂકંપીય પ્રવૃત્તિ સામાન્યથી વધુ રહેતી હોવાથી અહીં મોટા અને નાનાં આંચકા વારંવાર અનુભવાતા રહે છે. સ્વાત તેમજ આસપાસના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા તીવ્રતાથી અનુભવાયા હતા. સ્થાનિક લોકોને થોડીવાર માટે ઘરો બહાર નીકળવાનું પડ્યું હતું. જોકે, અધિકૃત સ્રોતો અનુસાર હાલમાં સુધી કોઇ પણ પ્રકારના જાનમાલના નુકસાનના અહેવાલ પ્રાપ્ત થયા નથી. મધ્યમ તીવ્રતાનો આંચકો ભૂકંપ તીવ્રતાની દૃષ્ટિએ મધ્યમ શ્રેણીનો હતો.…
ભરૂચ: મૂલદ ટોલ પ્લાઝા પર મારામારીનો વીડિયો વાયરલ, ચાર શખ્સો ટોલ કર્મચારી પર તૂટી પડ્યા
ભરૂચ જિલ્લાના મૂલદ ટોલ પ્લાઝા નજીક ગમગીન ઘટના સામે આવી છે, જેમાં ટોલ કર્મચારી અને કારચાલકો વચ્ચે ઝઘડો ઉગ્ર બની ગયો અને મારામારી સુધી પહોંચ્યો. CCTV ફૂટેજ સોશ્યલ મીડિયામાં વાયરલ થયા પછી સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ છે. ભરૂચ પોલીસએ ઘટનાને ગંભીરતાપૂર્વક લઇ તપાસ શરૂ કરી દીધી છે. કેવી રીતે શરૂ થયો વિવાદ? પ્રાથમિક માહિતી અનુસાર, ઘટના ત્યારે બની જ્યારે કારચાલકે ટોલ પર લગાવવામાં આવેલા બેરિકેટ હટાવવાનો પ્રયાસ કર્યો. ટોલ કર્મચારીએ નિયમો મુજબ વિરોધ કર્યો તો કારચાલક અને તેની સાથે આવેલા ત્રણ શખ્સોએ ટોલ કર્મચારી સાથે ઝઘડો શરૂ કરી દીધો. ઝઘડો તંગદિલીભર્યો બનીને શારીરિક હુમલામાં ફેરવાયો હતો. મારામારીનો સમગ્ર દૃશ્ય CCTV કેમેરામાં કેદ થઈ ગયો અને તેનું ફૂટેજ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયું. વીડિયોમાં સ્પષ્ટ…
IPL 2025: પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 4 વિકેટથી હરાવ્યું, શ્રેયસ ઐયર અને ચહલ બન્યા વિજયના નાયક
IPL 2025ની 49મી મેચમાં પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને 4 વિકેટથી હરાવી, પ્લેઓફની દોરથી બહાર ફેંકી દીધી. ચેન્નઈ માટે આ શારમજનક હાર સાબિત થઈ છે કારણ કે તે સતત બીજી વાર પ્લેઓફ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ ગઈ છે. ચેન્નઈની પહેલી બેટિંગ અને ચહલનો ચમત્કાર ચેપોક સ્ટેડિયમમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર CSKએ સેમ કરનના શાનદાર 88 રનના ઇનિંગ પર ભરોસો રાખીને 20 ઓવરમાં 190 રન બનાવ્યા. જોકે તેમની આ મજબૂત બેટિંગ લાઇન અપ યુઝવેન્દ્ર ચહલની લેજન્ડરી બોલિંગ સામે ટકી શકી નહીં. ચહલે એક જ ઓવરમાં હેટ્રિક કુલ 4 વિકેટ ઝડપી, જેના કારણે ચેન્નઈનો મિડલ ઓર્ડર અને ટેલ એન્ડ ધરાશાયી થઈ ગયો. પ્રભસિમરન અને ઐયરની ધમાકેદાર બેટિંગ 191 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની શરૂઆત…
















