સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ), ગોતા-રાણીપને રાજ્યસ્તરીય દ્વિતીય શ્રેષ્ઠ આઈ.ટી.આઈ.નો એવોર્ડ એનાયત
*સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ), ગોતા-રાણીપને રાજ્યસ્તરીય દ્વિતીય શ્રેષ્ઠ આઈ.ટી.આઈ.નો એવોર્ડ એનાયત* *શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા અને રાજ્યકક્ષાના મંત્રી શ્રી કાંતિલાલ અમૃતિયા દ્વારા વર્ષ 2023-24 માટે એવોર્ડ એનાયત કરાયો* ___________ અમદાવાદ સ્થિત સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ), ગોતા-રાણીપને રાજ્યસ્તરીય શ્રેષ્ઠ આઈ.ટી.આઈ. સ્પર્ધામાં દ્વિતીય ક્રમનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા અને રાજ્યકક્ષાના મંત્રી શ્રી કાંતિલાલ અમૃતિયા દ્વારા વર્ષ 2023-24 માટે ગુજરાત રાજ્યની શ્રેષ્ઠ આઈ.ટી.આઈ. સ્પર્ધામાં દ્વિતીય ક્રમનો એવોર્ડ આઈ.ટી.આઈ ગોતા (રાણીપ)ને એનાયત કરવામાં આવ્યો હતો. ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વર્ષ 2022-23 થી વર્ષ 2025-26 દરમ્યાન દર વર્ષે, ઉત્કૃષ્ટ કામગીરી કરનાર રાજ્યની પ્રથમ ત્રણ આઈ.ટી.આઈ. સંસ્થાઓને સન્માનિત કરવામાં આવી હતી, જેના ભાગરૂપે રાજ્યની કુલ 12…
7 મે, વિશ્વ એથ્લેટિક્સ દિવસ
7 મે, વિશ્વ એથ્લેટિક્સ દિવસ ગુજરાતમાં ખેલ મહાકુંભની પહેલથી એથ્લેટિક્સને મળી નવી ઉડાન, ગ્રામ્યથી રાજ્યકક્ષા સુધી ખેલાડીઓની પ્રતિભા ખીલી * ખેલ મહાકુંભ 2025 અંતર્ગત નડિયાદ ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં 9,383 ખેલાડીઓ ઝળક્યા * રાજ્યકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં દોડ, લાંબી કૂદ, ઊંચી કૂદ, ગોળા ફેંક, હેમર થ્રો સહિત 390 ઇવેન્ટનું આયોજન, વિજેતા ખેલાડીઓને મૅડલ, ટ્રેકસૂટ આપી કરાયું સન્માન ગાંધીનગર, 7 મે 2026: ગુજરાતના યુવાનો આજે રમતગમત ક્ષેત્રે રાજ્યનું નામ રોશન કરી રહ્યા છે અને સ્પોર્ટ્સને પ્રોફેશન બનાવી રહ્યા છે તેનો શ્રેય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી વિઝનને જાય છે. 2010માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે તેમણે ખેલ મહાકુંભની નવતર પહેલ કરી હતી, જેનાથી રાજ્યના ખેલાડીઓમાં નવું જોમ આવ્યું છે અને અંતરિયાળ વિસ્તારોમાંથી પ્રતિભાઓ સામે આવી રહી છે. ઉલ્લેખનીય…
ગુજરાતમાં હવામાનમાં અચાનક પલટો: આગામી 24 કલાકમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
રાજ્યમાં હવામાનમાં અચાનક ફેરફાર જોવા મળી રહ્યો છે. India Meteorological Department દ્વારા આગામી 24 કલાક માટે ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ જેવી બે સિસ્ટમ સક્રિય થતાં આ પરિસ્થિતિ સર્જાઈ છે. 6 મેના રોજ કચ્છ, મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદ સહિતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ કમોસમી વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે ગાજવીજ અને તેજ પવનની શક્યતા પણ છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા મુજબ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં આ સિસ્ટમની અસર જોવા મળશે. બીજી તરફ અમદાવાદમાં આજે દિવસ દરમિયાન આંશિક વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. આગામી 7થી 12 મે દરમિયાન રાજ્યમાં મોટાભાગે સૂકું હવામાન રહેવાનું અનુમાન છે.…
24 હજાર દર્દીઓને જીવનદાયી સહારો: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ₹2.39 કરોડના ઇન્સ્યુલિન ઈન્જેકશન મફત
રાજ્યના અંતિમ પંક્તિના, ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓની આરોગ્ય વિષયક સુખાકારી સુનિશ્ચિત કરવાના ઉમદા હેતુ સાથે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ લોકકલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ખાસ કરીને ડાયાબિટીસ જેવા બિન-ચેપી રોગો (Non-Communicable Diseases) સામેના જંગમાં રાજ્યનો આરોગ્ય વિભાગ અત્યંત સક્રિય અને પરિણામલક્ષી કામગીરી કરી રહ્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોષીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના નોન-કોમ્યુનિકેબલ ડિસીઝ પ્રોગ્રામ હેઠળ છેલ્લા એક વર્ષમાં ડાયાબિટીસના કુલ 24,727 દર્દીઓને અંદાજે ₹2.39 કરોડની કિંમતના ઇન્સ્યુલિન ઇન્જેક્શન મફત પૂરા પાડવામાં આવ્યા છે. ડાયાબિટીસના મેનેજમેન્ટમાં ઇન્સ્યુલિન અત્યંત અનિવાર્ય છે, પરંતુ તેની ઊંચી કિંમત ગરીબ પરિવારો માટે આર્થિક બોજ સમાન હોય છે. આવા સંજોગોમાં રાજ્ય સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલ મારફતે પૂરી પાડવામાં આવતી આ…
છૂટા પૈસાની ઝંઝટ ખતમ! GSRTC બસોમાં 30 ટકા આવક હવે ડિજિટલ પેમેન્ટથી થાય છે.
છૂટા પૈસાની ઝંઝટ ખતમ! GSRTC બસોમાં 30 ટકા આવક હવે ડિજિટલ પેમેન્ટથી થાય છે. રાજ્યમાં 8,000થી વધુ બસોમાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને યુપીઆઇ થકી ઓનનાલઇન બૂકીંગ, મોબાઇલ એપ અને કરંટ બૂકીંગ દ્વારા ડિજિટલ પેમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પહેલ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારના ડિજિટલ ગવર્નન્સના વ્યાપક પ્રયાસોને સાર્થક સાબિત કરે છે . નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ પણ અંતરિયાળ વિસ્તારોમાં બસની સુવિધા વધારવા અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. મુસાફરોને વધુ સુવિધા મળે અને દૈનિક મુસાફરોની સંખ્યા વધે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે ગાંધીનગર: May 6; 2026: ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા ડિજિટલ પેમેન્ટ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે અને મુસાફરો માટે પેમેન્ટ…
ગોતાનું ગૌરવ: લોહાણા સમાજની દીકરી વેદાંશી ઠક્કરે ધોરણ-10માં મેળવી ઐતિહાસિક સિદ્ધિ, બે વિષયમાં 100માંથી 100 ગુણ મેળવ્યા
અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા જાહેર કરવામાં આવેલ ધોરણ-10ના પરિણામોમાં ગોતા વિસ્તારની તેજસ્વી પ્રતિભા વેદાંશી ઠક્કર (રાણા) એ 98.72 પર્સન્ટાઈલ મેળવીને સફળતાનો નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. વેદાંશીની આ અસાધારણ સફળતાએ સાબિત કરી દીધું છે કે દ્રઢ સંકલ્પ અને સખત પરિશ્રમ દ્વારા કોઈપણ લક્ષ્ય હાંસલ કરી શકાય છે. શૈક્ષણિક ક્ષેત્રે વિજય પતાકા: સ્કોર કાર્ડ પર એક નજર વેદાંશીએ પરીક્ષામાં જે પ્રદર્શન કર્યું છે તે ખરેખર પ્રશંસનીય છે: કુલ ગુણ: 600 માંથી 565 ગુણ મેળવી મેરિટમાં સ્થાન મેળવ્યું. પરફેક્ટ 100: વિજ્ઞાન (Science) અને સામાજિક વિજ્ઞાન (Social Science) જેવા અઘરા વિષયોમાં 100 માંથી 100 ગુણ પ્રાપ્ત કરી સૌને ચોંકાવી દીધા છે. અન્ય વિષયો: ગણિતમાં 95 અને સંસ્કૃતમાં 93 ગુણ સાથે તમામ વિષયોમાં A1…
ધોરણ 10નું પરિણામ આવતીકાલે સવારે 8 વાગ્યે થશે જાહેર, WhatsApp દ્વારા પણ મળશે રિઝલ્ટ
ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. Gujarat Secondary and Higher Secondary Education Board (GSEB) આવતીકાલે એટલે કે 6 મેના રોજ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ જાહેર કરશે. પરિણામ સવારે 8 વાગ્યે સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ થશે. આ વર્ષે ધોરણ 10ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ દરમિયાન યોજાઈ હતી, જેમાં રાજ્યભરના 15 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ઓનલાઈન અને WhatsAppથી સરળતાથી પરિણામ વિદ્યાર્થીઓ GSEB Official Website પર જઈને પોતાનો બેઠક ક્રમાંક (Seat Number) દાખલ કરીને પરિણામ જોઈ શકશે. આ ઉપરાંત, બોર્ડ દ્વારા WhatsApp સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વિદ્યાર્થીઓ પોતાનો બેઠક ક્રમાંક 6357300971 નંબર પર WhatsApp કરીને પણ તરત જ પોતાનું પરિણામ મેળવી શકશે, જે ઝડપી અને સરળ વિકલ્પ સાબિત થશે. ગુણપત્રક…
કેન્દ્ર સરકારનો ગુજરાત માટે મોટો નિર્ણય: બે સેમિકન્ડક્ટર પ્લાન્ટ અને શિપ રિપેર ફેસિલિટીને મંજૂરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ગુજરાત માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણયો હેઠળ રાજ્યમાં ₹3,900 કરોડથી વધુના રોકાણ સાથે બે નવા સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે. સાથે જ વાડીનાર ખાતે આધુનિક શિપ રિપેર ફેસિલિટી સ્થાપવા માટે પણ લીલીઝંડી અપાઈ છે. 2,230 લોકોને મળશે રોજગારી આ નવા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ દ્વારા ભારત કમ્પાઉન્ડ સેમિકન્ડક્ટર આધારિત મિની અને માઇક્રો LED ડિસ્પ્લે ઉત્પાદન ક્ષેત્રે મહત્વપૂર્ણ પગલું ભરી રહ્યું છે. આ પ્રોજેક્ટ્સથી અંદાજે 2,230 કુશળ પ્રોફેશનલ્સ માટે રોજગારીની નવી તકો ઉભી થશે. ‘ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન’ને વેગ આ પ્રોજેક્ટ્સ India Semiconductor Mission હેઠળ મંજૂર કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં આ મિશન અંતર્ગત કુલ 12 પ્રોજેક્ટ્સને મંજૂરી મળી છે, જેમાં કુલ રોકાણ ₹1.64 લાખ કરોડ…
રાજકોટમાં સાયબર ઠગો બેફામ: RUDAના CEOના નામે અધિકારીને બનાવ્યો નિશાનો
રાજકોટમાં સાયબર ગુનેગારો હવે સામાન્ય નાગરિકોને છોડીને સરકારી કચેરીઓ સુધી પહોંચ્યા છે. તાજેતરમાં રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (RUDA) ના એક અધિકારી સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ થયો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. માહિતી મુજબ, અજાણ્યા નંબર પરથી RUDAના એક જવાબદાર અધિકારીને મેસેજ મોકલવામાં આવ્યો હતો. મેસેજ કરનાર વ્યક્તિએ પોતાની ઓળખ RUDAના CEO જી.વી. મિયાણી તરીકે આપી હતી. વિશ્વાસ જમાવવા માટે ઠગે ઉચ્ચ અધિકારીની જેમ ભાષા અને પ્રોફાઇલનો ઉપયોગ કર્યો હતો. ઠગ દ્વારા “તાત્કાલિક જરૂરિયાત” બતાવીને નાણાં ટ્રાન્સફર કરવાની માંગ કરવામાં આવી હતી. એટલું જ નહીં, પૈસા મોકલવા માટે બેંક એકાઉન્ટની વિગતો પણ મોકલવામાં આવી હતી. જોકે, અધિકારીને શંકા જતા તેમણે સાવચેતી રાખી અને નાણાં ટ્રાન્સફર કર્યા નહોતા, જેના કારણે મોટી છેતરપિંડી ટળી ગઈ. ઉલ્લેખનીય છે કે…
મહેસૂલ વિભાગની ત્રિદિવસીય ચિંતન શિબિરનો અડાલજ ત્રિમંદિરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો
મહેસૂલ વિભાગની ત્રિદિવસીય ચિંતન શિબિરનો અડાલજ ત્રિમંદિરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો —— કોલોબરેટ-ઈનોવેટ એન્ડ ટ્રાન્સફોર્મ ફોર બેટર લેન્ડ ગવર્નન્સ થીમ સાથે મહેસૂલી અધિકારીઓ-જિલ્લા કલેક્ટરોનું સામૂહિક ચિંતન-મંથન —— *ચિંતન શિબિર એ પોતાની જાત સાથે સંવાદ અને નાનામાં નાના માનવીના સુખાકારી કલ્યાણના ચિંતનનું સક્ષમ માધ્યમ છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ* —— _*::મુખ્યમંત્રીશ્રી::*_ * *વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા લોકોની સુખાકારી અને લોકહિત કામોથી દેશનું ગૌરવ વધાર્યુ છે.* * *આપણે પ્રજાલક્ષી કામો કરવા જ બેઠા છીએ ત્યારે ચિંતા મુક્ત થઈને સ્પષ્ટતા અને સંવેદના સાથે કાર્યરત રહીએ.* * *સામૂહિક તાકાતથી સૌના સાથ-સૌના વિકાસ-સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના વડાપ્રધાનશ્રીના કાર્યમંત્રને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતથી પાર પાડીએ.* ———- *પૂજ્ય શ્રી દીપકભાઈ દેસાઈએ મહેસૂલી અધિકારી-કર્મચારીઓને પ્રેરણાદાયી પ્રવચનથી પ્રોત્સાહિત કર્યા* ———-…
















