#Transfer/ 72 IAS ની બદલી, હજુ અનેક ઉચ્ચ સનદી અધિકારીઓની બદલીની શક્યતા

સમય આમુલ પરિવર્તન પાર દર્શક વહીવટનો પાયો કહેવામાં આવે છે. પરિવર્તન સંસારનો નિયમ છે તેવું ગીતામાં કહેવાયુ છે, હા પરિવર્તન અનેક પ્રકારનાં હોય છે જ્યારે વાત વહીવટી તંત્રની હોય. સજા, સરાહના, સંભાવના, સમર્થતા વિગેરે વિગેરે પણ હાલ વાત પરિવર્તન એટલે કે બદલીની છે તો તેના જ ગીત ગાઇ શકાય.

ગુજરાત સરકારે રાજ્યના વહીવટી વિભાગમાં આમુલ ફેરફારોને બહાલી આપી છે. ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલા આદેશો અનુસાર રાજ્યનાં કુલ 72 જેટલા સનદી અધિકારીઓ (IAS Officers)ની બદલી કરવામાં આવી છે. રાજ્યના અનેક મહત્વના જિલ્લાઓના કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર તેમજ વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓને પરિવર્તીત કરી નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે.

આ પણ વાંચો – PM મોદીની અપીલ બાદ ગુજરાત યુનિવર્સિટી એક્શનમાં, ‘કાર પુલિંગ’ અમલમાં મૂકવાનો નિર્ણય

અમદાવાદ, સુરત, કચ્છ-ભુજ, ભરૂચ, નર્મદા, મોરબી, નવસારી, દાહોદ, ખેડા, ગીર સોમનાથ, અરવલ્લી, બોટાદ, જૂનાગઢ, વાવ-થરાદ સહિતના જિલ્લાઓના કલેક્ટરોની બદલી કરવામાં આવી છે. સાથે સાથે તાપી, ડાંગ અને વલસાડ જિલ્લાના કલેક્ટરો પણ બદલાયા છે. અમદાવાદના કલેક્ટર સુજીત કુમારની બદલી કરી તેમને સ્પેશિયલ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ, અમદાવાદ તરીકે નિમણૂક આપવામાં આવી. સુરતના કલેક્ટર સૌરભ પારધીની બદલી કરી તેમને ખાદ્ય અને નાગરિક પુરવઠા નિયામકના અધિક સચિવ તરીકે નિમણૂક આપવામાં આવી છે. ભરૂચના કલેક્ટર ગૌરાંગ મકવાણીને ગુજરાત ઊર્જા વિકાસ એજન્સીના ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરાયા છે. ભરૂચના નવા કલેક્ટર તરીકે ડૉ. નવનાથ ગૌહાનેની નિમણૂક મળી છે. ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર જે.એન. વાઘેલાની ગીર સોમનાથ કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. વાવ-થરાદના કલેક્ટર જે.એસ. પ્રજાપતિ હવે ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર તરીકે કાર્યભારનો નિભાવ કરશે. જામનગર મનપા કમિશનર ડી.એન. મોદીને ગાંધીનગરના વિકાસ કમિશનર તરીકે જવાબદારી સોંપાઈ છે. કચ્છ-ભુજના કલેક્ટર આનંદ પટેલની પણ બદલી કરવામાં આવી છે. ટુરિઝમ વિભાગના MD પ્રભવ જોશીને જૂનાગઢ મનપા કમિશનરનો ચાર્જ સોંપાયો છે. જૂનાગઢના નવા કલેક્ટર તરીકે યોગેશ ચૌધરીની નિમણૂક પામ્યા છે. દેવ ચૌધરીને તાપી-વ્યારા કલેક્ટર તરીકે નિયુક્ત કરાયા. ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર પણ બદલાયા અને વાવ-થરાદના કલેક્ટર જે.એસ. પ્રજાપતિને ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારના આ નિર્ણય બાદ બંને અધિકારીઓને નવી જવાબદારીઓ સાથે મહત્વપૂર્ણ કામગીરી સંભાળવાની રહેશે.

આ પણ વાંચો – પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો: વિસ્ફોટકોથી ભરેલી રિક્ષામાં બ્લાસ્ટ, 8ના મોત, 35થી વધુ ઘાયલ

રાજ્ય સરકારે એક સાથે 72 જેટલા IAS અધિકારીઓની બદલી કરીને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે આગામી સમયમાં વહીવટી કાર્યક્ષમતા અને વિકાસ કાર્યોને વધુ ગતિ આપવા સરકાર ગંભીર છે. ખાસ કરીને મહાનગરપાલિકા, ટુરિઝમ, ઊર્જા અને રેવન્યુ વિભાગોમાં મોટા ફેરફારો કરાયા છે. સાથે સાથે રાજ્ય સરકારના આ નિર્ણય બાદ અનેક જિલ્લાઓમાં નવા કલેક્ટરોની નિમણૂક થવાને કારણે વહીવટી તંત્રમાં નવી ગતિ જોવા મળશે. ખાસ કરીને વિકાસ કામો, શહેરી આયોજન અને સરકારની યોજનાઓના અમલીકરણમાં હવે નવા અધિકારીઓની કામગીરી પર લોક નજર રહેશે.

મહત્વની સંભાવનાં આ પણ જોવામાં આવી રહી છે:
72 જેટલા સનદી અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે. સાથે સાથે બ્યુરોક્રસી અને પોલીટીકલ સર્કલમાં હજુ પણ વધુ બદલીની સંભાવનાની ચર્ચા પણ જોવામાં આવી રહી છે. અનેક વિવિધ વિભાગોનાં પ્રિન્સીપલ સેક્રેટરી અને સેક્રેટરીની બદલીની સંભાવના જોવામાં આવી રહી છે. મહત્વનાં સરકારી વિભાગોમાં આવનાર નજીકનાં સમયમાં મોટા ફેરફારો થવાની પ્રબળ સંભાવના જોવામાં આવી રહી હોવાની ચર્ચા સંભળાય રહી છે. 

#Transfer #IAS #Gujarat_IAS #senior_civil_servants #Changes #Bureaucracy #Government_of_Gujarat

Follow us on

  • Related Posts

    Gandhinagar : ભાજપમાં ‘નો રિપીટ થીયરી’ નહીં, નવા ચહેરાઓ પર દાવ: 10થી 12 વર્તમાન કોર્પોરેટરોને ફરી ટિકિટ મળવાની શક્યતા

    Gandhinagar : ભાજપમાં ‘નો રિપીટ થીયરી’ નહીં, નવા ચહેરાઓ પર દાવ: 10થી 12 વર્તમાન કોર્પોરેટરોને ફરી ટિકિટ મળવાની શક્યતા Gandhinagar મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. 11 વોર્ડની કુલ 44 બેઠકો માટે 11 ઓક્ટોબરે મતદાન યોજાવાનું છે, જ્યારે 13 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. ચૂંટણી કાર્યક્રમ જાહેર થયા બાદ હવે ભાજપ સહિત તમામ રાજકીય પક્ષોમાં ઉમેદવારોની પસંદગીને લઈને અંતિમ તબક્કાની ચર્ચાઓ ચાલી રહી છે.આ દરમિયાન ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં Gandhinagar મનપાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી અંગે મંથન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. અહેવાલો મુજબ ભાજપ આ વખતે સંપૂર્ણ ‘નો રિપીટ થીયરી’ અપનાવવાને બદલે મોટા ભાગના વોર્ડમાં નવા ચહેરાઓને તક આપવાની દિશામાં આગળ વધી શકે છે. -> 44 બેઠકો માટે 700થી વધુ દાવેદારો :…

    Sola સિવિલમાં એક જ દિવસમાં 13 જટિલ ઓર્થોપેડિક સર્જરી સફળ, PMJAY-MA હેઠળ દર્દીઓને વિનામૂલ્યે સારવાર

    Sola સિવિલમાં એક જ દિવસમાં 13 જટિલ ઓર્થોપેડિક સર્જરી સફળ, PMJAY-MA હેઠળ દર્દીઓને વિનામૂલ્યે સારવાર અમદાવાદની  Sola GMERS મેડિકલ કોલેજ અને Sola સિવિલ હોસ્પિટલ ખાતે તબીબી ક્ષેત્રે વધુ એક નોંધપાત્ર કામગીરી સામે આવી છે. હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગ દ્વારા 23 સપ્ટેમ્બર 2026ના રોજ એક જ દિવસમાં કુલ 13 જેટલી જટિલ ઓર્થોપેડિક સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી હતી. આ તમામ સર્જરીઓ દરમિયાન દર્દીઓની સલામતી, સારવારની ગુણવત્તા અને આધુનિક તબીબી પદ્ધતિઓને પ્રાથમિકતા આપવામાં આવી હતી. Sola સિવિલ હોસ્પિટલમાં થયેલી આ સર્જરીઓમાં વિવિધ પ્રકારની જટિલ અને પડકારજનક ઓર્થોપેડિક પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. જેમાં 3 ટોટલ ની-રિપ્લેસમેન્ટ, 1 યુનિકોન્ડાઇલર ની-રિપ્લેસમેન્ટ, સ્કેફોઇડ નોન-યુનિયન માટે બોન ગ્રાફ્ટ તથા ફિક્સેશન ઉપરાંત વિવિધ પ્રકારની ગંભીર ટ્રોમા સર્જરી કરવામાં આવી હતી. -> PMJAY-MA યોજના હેઠળ વિનામૂલ્યે સારવાર : આ…