રાજકોટના આ મેદાન પર રમાશે મેચ, ભારતીય મહિલા ટીમ આયર્લેન્ડ સામે ત્રણ મેચની ODI સીરિઝ રમશે

B INDIA રાજકોટ :- ભારતીય મહિલા ટીમ અને આયરલેન્ડની મહિલા ટીમ વચ્ચે 3 મેચની વનડે સીરિઝની પહેલી મેચ 10 જાન્યુઆરીના રોજ યોજાવા જઈ રહી છે. બંન્ને ટીમ વચ્ચે પહેલી મેચ રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય મહિલા ટીમ 2025 ની શરૂઆતમાં આયર્લેન્ડ મહિલા ટીમ સામે ત્રણ મેચની ODI સીરિઝ રમશે, જેના માટે બંને ટીમોની જાહેરાત પહેલાથી જ થઈ ગઈ છે.ભારતીય ટીમની નિયમિત કેપ્ટન હરમનપ્રીત કૌરને આરામ આપવામાં આવ્યો છે અને તેમના સ્થાને સ્મૃતિ મંધાના કેપ્ટનશીપની જવાબદારી સંભાળશે. દીપ્તિ શર્માને વાઈસકેપ્ટન બનાવવામાં આવી છે. ભારતીય મહિલા ટીમ આજ સુધી આયર્લેન્ડ મહિલા ટીમ સામે ક્યારેય ODI મેચ હારી નથી.આપને જણાવી દઈએ કે, આ મેચ રાજકોટમાં રમાવાની છે. બંન્ને ટીમ વચ્ચે પહેલી મેચ રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં…

સુરત કોર્ટે આરોપીઓને 15 વર્ષની સજા ફટકારી, 6 વર્ષ પૂર્વે ઝડપાયા હતા ડ્રગ્સ કેસમાં

B INDIA સુરત :- સુરત કોર્ટે MD ડ્ર્ગ્સ સાથે ઝડપાયેલા 2 આરોપીઓને 15 વર્ષની સજા ફટકારી છે આ બંને આરોપી 6 વર્ષ પૂર્વે પહેલા 7.59 કિલો MD ડ્ર્ગ્સ સાથે ઝડપાયા હતા. બંન્ને આરોપી નવી દિલ્હીમાં રુમ ભાડે રાખી ડ્રગ્સ બનાવી દેશના અલગ અલગ ભાગમાં સપ્લાય કરતા હોવાનું સામે આવ્યું હતુ.ઉલ્લેખનિય છે કે, DRIએ 24 ઓક્ટોબર 2019 ના દિવસે રાજધાની ટ્રેનમાંથી પકડ્યા હતા. અને આજે સુરત કોર્ટે આ બંને આરોપીને 15 વર્ષની કેદની સજા અને રૂપિયા 1.50 લાખનો દંડ ફટકાવ્યો છે. -> રાજકોટમાંથી પણ ઝડપાયું ડ્રગ્સ :- રાજકોટમાં ડ્રગ્સ જથ્થા સાથે યુવાન ઝડપાયો છે. યુનિવર્સિટી રોડ પર આવેલા ભવાનીનગર નજીક ડ્રગ્સ સાથે યુવાન ઝડપાયો હતો. યુવાન પાસેથી 21.35 ગ્રામ ડ્રગ્સ કિંમત 2.13 લાખ, મોબાઈલ અને મોપેડ સહિત…

ગુજરાતની શાળાઓ બની સતર્ક, HMPV વાયરસને લઈને બાળકોને સોશિયલ ડિસ્ટન્સિંગથી બેસાડયા

B INDIA અમદાવાદ :- ગુજરાતમાં HMPV વાયરસને લઈને સ્કૂલો સતર્ક બની છે. સ્કૂલમાં બાળકોને સોશિયલ ડિસ્ટન્સિંગથી બેસાડવામાં આવ્યા છે. એટલુ જ નહીં HMPV વાયરસને પગલે સ્કૂલો દ્વારા એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. અને વાલીઓને મેસેજ કરીને સૂચના અપાઈ છે તેમજ શરદી, તાવ હોય તો બાળકને સ્કૂલે ન મોકલવા એવી સ્કૂલ તરફથી સૂચના આપવામાં આવી છે. બાળકોને શ્વાસ લેવામાં તકલીફ પડે તો ડોક્ટરનો સંપર્ક કરવો તેવી પણ એડવાઈઝર જારી કરવામાં આવી છે. -> HMPV વાયરસને લઈને હોસ્પિટલની તૈયારી :- વાયરસથી બચવા એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં તૈયારી કરવામાં આવી છે. વાયરસને લઈને હોસ્પિટલમાં 15 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં વેન્ટિલેટર અને ઓક્સિજનની સુવિધા રાખવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં 25 ટેસ્ટિંગ કીટ રાખવામાં આવી છે,…

સામુહીક આરોગ્ય કેન્દ્ર , આમોદ ખાતે આયુષ્યમાન કેમ્પ અંતર્ગત હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો.

–>ધારાસભ્ય ડી.કે.સ્વામીએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાવી :-     આમોદ સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું.જેમાં ધારાસભ્ય ડી.કે.સ્વામીએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરુઆત કરાવી હતી. તેમની સાથે ભરૂચ જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જે.એસ.દુલેરા ઉપસ્થિત રહ્યા હતાં.આ પ્રસંગે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, આમોદ શહેર ભાજપ મહામંત્રી પ્રમોદ પટેલ, આમોદ નગરપાલીકા સદસ્ય બીજલ ભરવાડ, રોગી કલ્યાણ સમિતીના સભ્ય ચંદ્રકાન્ત પટેલ, વૈભવ શાહ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતાં.     આયુષ્યમાન કેમ્પમાં ભરૂચ સિવિલ હોસ્પિટલના ૧૧ તજજ્ઞ તબીબોએ સેવા આપી હતી.જેમાં આમોદ નગરજનો સહિતની આસપાસના ગામલોકોએ પણ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.આયુષ્યમાન કેમ્પમાં ૪૦૦ થી વધુ દર્દીઓએ તેમજ ૪૬૦ થી વધુ દર્દીઓનો લેબ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.જેમાં દર્દીઓને સ્થળ ઉપર જ…

ગુજરાતના અનેક વિસ્તારોમાં કડકડાતી ઠંડીની આગાહી, જાણો ક્યાં કેટલું તાપમાન નોંધાયું ?

B INDIA અમદાવાદ :- ગુજરાતમાં કડકડાતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે ફરી રાજયમાં ઠંડીને લઈ આગાહી કરી છે જેમાં ઠંડીનો ચમકારો હજી પણ આગળના દિવસોમાં વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.નલિયામાં ગત રાત્રે 3.4 ડિગ્રી તાપમાન નોંધાયું હોવાની વાત સામે આવી છે. જેમાં ઉત્તર પૂર્વના પવનોને લીધે ઠંડીનું જોર યથાવત રહેશે. સાથે સાથે પવનની ગતિ 5 થી 10 કિમીની ઝડપની રહેશે. તેમજ બે દિવસ બાદ ઠંડીથી આંશિક રાહત મળશે તેવી આગાહી કરવામાં આવી છે. -> ગુજરાતમાં કયાં કેટલું તાપમાન નોંધાયું ? : –> શહેર તાપમાન : રાજકોટ 7.3 ડિગ્રી અમદાવાદ 12.1 ડિગ્રી, ગાંધીનગર 9.2 ડિગ્રી વડોદરા 11.4 ડિગ્રી ભાવનગર 12.6 ડિગ્રી, સુરત 15.5 ડિગ્રી ડીસા 8.8 ડિગ્રી કેશોદ 9.1…

ગુજરાતમાં ક્યાં દિવસે અને ક્યાં બીચ પર યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ, અહીં જાણો.

B india અમદાવાદ : ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. સમગ્ર રાજ્યના પતંગ રસિયાઓ રંગબેરંગી પતંગો હવામાં ઉડાડીને ઉત્તરાયણનો તહેવાર ઉજવે છે. ગુજરાતની ઉત્તરાયણને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ બનાવવા અને દેશ દુનિયાના પતંગબાજોને રાજ્યમાં પતંગ ઉડાવવા માટે આમંત્રિત કરવા માટે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’નું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. આ વર્ષે તારીખ 11 જાન્યુઆરી થી 14 જાન્યુઆરી દરમિયાન ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – 2025’નું આયોજન કરવામાં આવ્યું છે. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો ઉદ્ઘાટન સમારંભ 11 જાન્યુઆરીના રોજ સવારે 9 વાગ્યે અમદાવાદમાં વલ્લભસદન રિવરફ્રન્ટ ખાતે યોજાશે. અમદાવાદમાં આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – 2025ના ઉદ્ધાટન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રવાસન મંત્રી મૂળૂભાઇ બેરા તેમજ અન્ય અતિથિગણ ઉપસ્થિત રહેશે. આ તહેવાર ઉત્તર ભારતના અન્ય…

જો લવયાપા હિટ થઈ…’ આમિર ખાને પુત્ર જુનૈદની ફિલ્મ માટે કરી ઈચ્છા, પૂરી થયા બાદ કરશે આ કામ

બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાનનો દીકરો જુનૈદ ખાન ખૂબ જ જલ્દી બોની કપૂરની ડાર્લિંગ ખુશી કપૂર સાથે ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મનું નામ છે Lavayapa અને તે સિનેમાઘરોમાં રિલીઝ થશે.આ એક આધુનિક યુગની રોમેન્ટિક ફિલ્મ છે જેનું લેટેસ્ટ ગીત તાજેતરમાં જ રિલીઝ થયું હતું. આ ગીતને વર્ષનું પ્રેમગીત ગણાવવામાં આવી રહ્યું છે. લવયાપાના બીટ્સ અને ગીતો સંપૂર્ણપણે યુવાનો અને જેન-ઝેડને અનુરૂપ છે. -> આમિર ખાને એક ઈચ્છા કરી છે :- હવે બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાને આ ફિલ્મની રિલીઝને લઈને એક ખાસ શરત મૂકી છે. આમિર ખાને કહ્યું છે કે જો જુનૈદની બીજી ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ થશે તો તે સ્મોકિંગ છોડી દેશે. પિંકવિલાના રિપોર્ટ અનુસાર, આમિર ખાને લવયાપાની સફળતા માટે પ્રાર્થના કરી છે. જો…

બેબી જોન સ્ટાર વરુણ ધવન દીકરી અને પત્ની સાથે નવા ઘરમાં શિફ્ટ થયો? આટલા કરોડમાં આલીશાન બંગલો ખરીદ્યો

વરુણ ધવન અને તેની ફેશન ડિઝાઈનર પત્ની નતાશા દલાલે મુંબઈના જુહુ વિસ્તારમાં એક વૈભવી અને મોંઘી મિલકત ખરીદી છે. IndexTap દ્વારા પ્રાપ્ત માહિતી દર્શાવે છે કે વરુણ ધવનનું આ નવું લક્ઝરી એપાર્ટમેન્ટ જુહુ, મુંબઈમાં આવેલું છે. આ લક્ઝરી એપાર્ટમેન્ટ સાતમા માળે છે. MahaRERAના એક અહેવાલ મુજબ, આ પ્રોજેક્ટ 31 મે, 2025 સુધીમાં પૂર્ણ થશે, ત્યારબાદ તેઓ તેમના નવા -> મકાનમાં શિફ્ટ થવા જઈ રહ્યા છે :- અભિનેતાના ઘરની કિંમત કેટલા કરોડ છે? ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ વરુણ ધવન અને નતાશા દલાલના આલીશાન ઘરની કિંમત 44.52 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. 5,112 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલા આ ઘરમાં 4 કાર પાર્કિંગ છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલમાં જણાવાયું છે કે દંપતીએ ગયા વર્ષે 3 ડિસેમ્બરે તેમની મિલકતની નોંધણી પૂર્ણ…

સલમાન ખાને લગ્ન કેમ ન કર્યા? પિતાએ કહ્યું કે આ વિશેષતા શોધવાથી અભિનેતા નિરાશ થઈ જાય

સલમાન ખાન એક એવું નામ છે જે હંમેશા ચર્ચામાં રહે છે. ક્યારેક ફિલ્મોને લઈને, ક્યારેક વિવાદોને લઈને અને ક્યારેક તેમની સુરક્ષા પણ મોટો મુદ્દો બની જાય છે. આ બધા સિવાય એક પ્રશ્ન જેનો જવાબ તેના ચાહકો અને પરિવારજનો શોધી રહ્યા છે તે છે લગ્ન. યુવાનીથી લઈને આજ સુધી ભાઈજાનના જીવનમાં ઘણી છોકરીઓ આવી અને તેને સાચો પ્રેમ થયો, પરંતુ વાત લગ્ન સુધી પહોંચી શકી નહીં. -> સલમાન ખાને લગ્ન કેમ ન કર્યા? :- સલમાન ખાન તેના પિતાને ખૂબ જ પ્રેમ કરે છે. તેમના પિતા ઘણીવાર તેમના પુત્રના જીવન સાથે જોડાયેલી વાતો શેર કરે છે. આને લગતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં સલીમ ખાન જણાવી રહ્યા છે કે સલમાનના લગ્ન આજ સુધી…

શું રામ ચરણનું ગેમ ચેન્જર પુષ્પા 2ને નષ્ટ કરી શકશે?, એડવાન્સ બુકિંગની કમાણી માટે આટલા કરોડોનો આંક બનાવશે

10 જાન્યુઆરીએ સાઉથના સુપરસ્ટાર રામ ચરણની ફિલ્મ ગેમ ચેન્જર વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. રામ ડિરેક્ટર એસએસ રાજામૌલીની મેગા બ્લોકબસ્ટર ફિલ્મ RRRના 2 વર્ષ બાદ સિલ્વર સ્ક્રીન પર વાપસી કરવા જઈ રહ્યો છે.આવી સ્થિતિમાં ચાહકો ગેમ ચેન્જરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ગેમ ચેન્જરનું એડવાન્સ બુકિંગ પણ મંગળવારથી શરૂ થઈ ગયું છે અને ફિલ્મે શાનદાર પ્રદર્શન કર્યું છે. જેના કારણે આ ફિલ્મે રિલીઝ પહેલા જ આટલો બિઝનેસ કર્યો છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે રામ ચરણની આ ફિલ્મ પુષ્પા 2ને ટક્કર આપી શકે છે. -> એડવાન્સ બુકિંગ કલેક્શન ગેમ ચેન્જરે અજાયબીઓ કરી :- 7 જાન્યુઆરીના રોજ, નિર્માતાઓએ ભારતમાં ગેમ ચેન્જરની એડવાન્સ બુકિંગ વિન્ડો ખોલી અને પહેલા જ દિવસે ફિલ્મને દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. ગેમ…