સુરત કોર્ટે આરોપીઓને 15 વર્ષની સજા ફટકારી, 6 વર્ષ પૂર્વે ઝડપાયા હતા ડ્રગ્સ કેસમાં

B INDIA સુરત :- સુરત કોર્ટે MD ડ્ર્ગ્સ સાથે ઝડપાયેલા 2 આરોપીઓને 15 વર્ષની સજા ફટકારી છે આ બંને આરોપી 6 વર્ષ પૂર્વે પહેલા 7.59 કિલો MD ડ્ર્ગ્સ સાથે ઝડપાયા હતા. બંન્ને આરોપી નવી દિલ્હીમાં રુમ ભાડે રાખી ડ્રગ્સ બનાવી દેશના અલગ અલગ ભાગમાં સપ્લાય કરતા હોવાનું સામે આવ્યું હતુ.ઉલ્લેખનિય છે કે, DRIએ 24 ઓક્ટોબર 2019 ના દિવસે રાજધાની ટ્રેનમાંથી પકડ્યા હતા. અને આજે સુરત કોર્ટે આ બંને આરોપીને 15 વર્ષની કેદની સજા અને રૂપિયા 1.50 લાખનો દંડ ફટકાવ્યો છે.

-> રાજકોટમાંથી પણ ઝડપાયું ડ્રગ્સ :- રાજકોટમાં ડ્રગ્સ જથ્થા સાથે યુવાન ઝડપાયો છે. યુનિવર્સિટી રોડ પર આવેલા ભવાનીનગર નજીક ડ્રગ્સ સાથે યુવાન ઝડપાયો હતો. યુવાન પાસેથી 21.35 ગ્રામ ડ્રગ્સ કિંમત 2.13 લાખ, મોબાઈલ અને મોપેડ સહિત 2.78 લાખનો મુદામાલ કબજે કરવામાં આવ્યો. ઝડપાયેલા યુવાન અંશુ ઉર્ફે અશુડો બાબુભાઇ ચૌહાણ મૂળ યુપીનો હોવાનું સામે આવ્યુ છે. તેમજ રાજકોટની કોલેજમાં અભ્યાસ કરે છે

Related Posts

1 October 2026નું રાશિફળ: નવા મહિનાની નવી શરૂઆત, જાણો 12 રાશિ માટે કેવો રહેશે દિવસ….

1 October 2026, ગુરુવારથી નવા મહિનાની શરૂઆત થઈ રહી છે. જ્યોતિષ આધારિત દૈનિક રાશિફળ મુજબ આ દિવસમાં કરિયર, પૈસા, પરિવાર અને સંબંધોને લઈને કેટલીક રાશિઓ માટે નવી તકો ઊભી થઈ શકે છે, જ્યારે કેટલીક રાશિઓએ મહત્વના નિર્ણય લેતી વખતે ઉતાવળ ટાળવાની સલાહ આપવામાં આવી છે. વિવિધ જ્યોતિષીય સ્ત્રોતો 1 Octoberના દિવસે વ્યવહારુ વિચાર, સંવાદ અને જવાબદારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની વાત કરે છે. જોકે રાશિફળ સામાન્ય જ્યોતિષીય માન્યતાઓ પર આધારિત હોય છે અને વ્યક્તિગત જન્મકુંડળી પ્રમાણે પરિણામ અલગ હોઈ શકે છે. મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે 1 Octoberનો દિવસ વાતચીત અને મહત્વપૂર્ણ નિર્ણયોને લઈને ધ્યાન ખેંચી શકે છે. કોઈ વ્યક્તિ સાથે થતી સામાન્ય વાતચીત પણ આગળ જઈને મહત્વપૂર્ણ બની શકે છે, તેથી બોલતા પહેલાં વિચારવું…

ઠક્કરનગર વિસ્તારમાં Traffic કર્મીએ ટ્રક પર ઈંટ મારી Brutality 2026

ઠક્કરનગર વિસ્તારમાંTraffic કર્મીએ ટ્રક પર ઈંટ મારી: નો-એન્ટ્રીમાં જતાં ટ્રકને રોકવા પોલીસકર્મીએ ઈશારો કર્યો, ડ્રાઈવરે ટ્રક ચઢાવવાનો પ્રયાસ કર્યો હોવાનો દાવો અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાંTraffic પોલીસ અને ટ્રક ડ્રાઈવર વચ્ચે થયેલી એક ઘટનાનો વીડિયો સામે આવતા ચર્ચા શરૂ થઈ છે. પ્રાથમિક અહેવાલો મુજબ, નો-એન્ટ્રી વિસ્તારમાં પ્રવેશી રહેલા એક ટ્રકને ટ્રાફિક કર્મીએ રોકવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસકર્મીએ ટ્રક ડ્રાઈવરને રોકવા માટે ઈશારો કર્યો હોવા છતાં ટ્રક આગળ વધ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન ડ્રાઈવરે ટ્રક પોલીસકર્મી તરફ ચઢાવવાનો પ્રયાસ કર્યો હોવાની વાત સામે આવી છે. ટ્રકને રોકવા માટે પોલીસકર્મીએ રસ્તા પરથી ઈંટ અથવા પથ્થર જેવી વસ્તુ ઉઠાવીને ટ્રક તરફ ફેંકી હોવાનો પણ દાવો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. જોકે, સમગ્ર ઘટનાની…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *