પાટણમાં ખનીજ માફિયાઓ બેફામ, ખનીજ વિભાગની ટીમે કરોડનો મુદ્દામાલ કરાયો જપ્ત

B INDIA પાટણ :  પાટણમાં ખનીજ માફિયાઓ પર ખાણ ખનીજ વિભાગની ટીમે દરોડા પાડ્યા છે. સરસ્વતી તાલુકાના ઉંદરા ગામેથી પાટણ ખાણ ખનીજની ટીમે દરોડા પાડીને રૂપિયા 5.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ખનીજ માફિયાઓના 10 ડમ્પર તેમજ 1 મશીન જપ્ત કર્યું છે.આપને જણાવી દઈએ કે, કોઈપણ જાતની લીઝની પરવાનગી લીધા વગર જ ગેરકાયદેસર રીતે ખનીજ માફિયાઓ સરકારની રોયલ્ટી ચોરી કરતા હતા. ઉલ્લેખનીય છે કે, બનાસ નદીમાં ગેરકાયદેસર રીતે ખનન કરવાના ગુનાની તપાસ ચાલુ છે, ત્યારે આશરે 10 લાખનો દંડ ખનીજ માફિયાઓને ફટકારવામાં આવશે. કંબોઈ ગામના વિક્રમસિંહ સોલંકી દ્વારા ગેરકાયદેસર ખનન કરીને સરકારની તિજોરીને મળતી કરોડો રૂપિયાની રકમની સીધી જ ચોરી કરવામાં આવતી હતી. થોડા દિવસ પહેલા જ ગીર સોમનાથના ઉનામાંથી મોટા પ્રમાણમાં ખનીજ ચોરી ઝડપાઈ હતી.…

ખેડામાં નકલીનો કારોબાર, પોલીસે નકલી ચલણી નોટ છાપવાનું રેકેટ ઝડપાયું

B INDIA ખેડા :  નડિયાદ શહેરમાંથી નકલી ચલણી નોટોનું રેકેટ ઝડપાયું છે. અસલી નોટોની મદદથી A4ના પેપરમાં પ્રિન્ટર મારફતે નકલી નોટો છપાતી હોવાનો પર્દાફાશ SOG પોલીસે કર્યો છે. આરોપીઓ ભાડે મકાન રાખી આ ધીકતો ધંધો કરતા હતા. અને પોલીસે દરોડો પાડી 500-200 અને 100ના દરની કિંમત રૂપિયા 1.03 લાખની બનાવટી ચલણી નોટો પકડી પાડી છે. બાતમીના આધારે પોલીસે ગતરોજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપએ નડિયાદ શહેરમાં વ્હોરવાડ વિસ્તારમાં ધૂપેલીના ખાચામાં એક રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો.દરોડો પાડી સર્ચ કરતા ચલણી બનાવટી નોટો મળી આવી હતી. જુદા જુદા દરની 500-200 અને 100ના દરની ચલણી નોટો મળી આવી હતી. આ ઘટનામાં મકાનમાં હાજર બે ઈસમો મહંમદશરીફ ઉર્ફે શાહુ મહેબુબ મલેક અને તેનો મિત્ર અરબાઝ ઉર્ફે અબુ અયુબ અલાદ મળી આવતા…

લોક સાહિત્યકાર માયાભાઇ આહીર હવે સ્વચ્છ છે, હોસ્પિટલમાંથી મળી રજા

B INDIA મહેસાણા : મહેસાણાનાં કડીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં લોક સાહિત્યકાર માયાભાઈ આહીરની તબિયત અચાનક બગડી હતી. અને તેમને સારવાર હેઠળ થલતેજની એપેક્ષ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે આજે તેમની તબિયત સ્વસ્થ થતાં જ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હોસ્પિટલની બહાર આવતા જ માયાભાઈ આહીરે કહ્યું કે, હું એકદમ સ્વસ્થય છું. લોક સાહિત્યકાર માયાભાઈ આહીરે કહ્યું હતું કે, એપેક્ષ હોસ્પિટલમાં 10 ફેબ્રુઆરીના રોજ અચાનક આવવાનું થયું. ડોક્ટર તેજસ પટેલે ખુસ સારી સારવાર કરી છે. મારી એન્જિયોગ્રાફી કરી બે દિવસમાં એકદમ રેડી કરી દીધો છે. હું હાલ પરત ઘરે જઈ રહ્યો છું.દરેક મારા પ્રેમી મિત્રો બે દિવસથી સુતા નથી, બધાના ફોન પણ એટલા આવ્યા, એ બધાને મારે કહેવું છે કે હું એકદમ રેડી છું અને ઘરે જઈ…

અમદાવાદમાં પરિણીતાનો ત્રણ સંતાનો સાથે આપઘાતનો પ્રયાસ, માતા-પુત્રનું મોત, બે બાળકીઓ સારવાર હેઠળ

B INDIA અમદાવાદ : અમદાવાદ શહેરમાં દિલ દહેલાવી દે તેવી ઘટનાં સામે આવી છે. જ્યાં એક પરિણીતાએ તેના સંતાનો સાથે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જ્યારે સંતાનો સાથે ઝેરી દવા ગટગટાવી લેતાં માતા અને પુત્રનું મોત નીપજ્તાં ભારે અરેરાટી મચી છે. સાથે જ એક સ્યૂસાઇડ નોટ પણ મળી આવી છે. હાલ ઘટનાને પગલે ઓઢવ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, પરિણીતાએ સંતાનો સાથે સામૂહિક આપઘાતનો પ્રસાસ કર્યો હતો. ઘઉંમાં નાખવાની દવા ચોકલેટમાં ભેળવી પરિણીતાએ પોતે અને બાળકોને પણ પીવડાવી હતી. દવા પીધા બાદ માતા અને પુત્રનું મોત નીપજ્યું છે. દવા પીધા બાદ બે બાળકીઓ સારવાર હેઠળ છે. પરિણીતાએ આત્મહત્યા પહેલા સ્યૂસાઇડ નોટ પણ લખી હતી. -> પતિના હાથે સિંદૂર ન પુરવતા…

UNના માનવ અધિકાર રિપોર્ટમાં ગંભીર ખુલાસા, યુનુસની સરકાર પર હિન્દુઓ વિરુદ્ધ હિંસા ભડકાવવાનો આરોપ

2024માં બાંગ્લાદેશમાં વિદ્યાર્થી આંદોલન અને ત્યારબાદ થયેલી હિંસા અંગે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર આયોગના અહેવાલમાં ગંભીર ખુલાસા થયા છે. આ રિપોર્ટમાં શેખ હસીનાની સરકાર અને મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકાર દરમિયાન થયેલા માનવાધિકાર ઉલ્લંઘનની ઘટનાઓનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે.રિપોર્ટ અનુસાર, 2024ના વિદ્યાર્થી આંદોલન દરમિયાન ઓછામાં ઓછા 1,400 લોકો માર્યા ગયા હતા. આ સમયગાળા દરમિયાન, સુરક્ષા દળોએ મોટાભાગના વિરોધીઓને ગોળી મારી હતી, જેમાં ૧૨-૧૩ ટકા બાળકોનો સમાવેશ થતો હતો. શેખ હસીનાની અવામી લીગ સરકારે બળવાના શરૂઆતના દિવસોમાં માત્ર 150 લોકોના મોતની પુષ્ટિ કરી હતી, પરંતુ અહેવાલો સૂચવે છે કે ગેરકાયદેસર હત્યાઓ, મનસ્વી ધરપકડો અને સેંકડોની સંખ્યામાં અટકાયતો શેખ હસીના સરકાર અને સુરક્ષા અધિકારીઓની જાણકારીથી કરવામાં આવી હતી. -> લઘુમતીઓ સામે હિંસા અને અત્યાચાર :- સંયુક્ત રાષ્ટ્ર…

ભાજપની સરકાર આવતાજ દિલ્હીમાં વીજ કાપ શરૂ થઇ ગયોઃ આતિશી

દિલ્હીના કાર્યકારી મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ રાષ્ટ્રીય રાજધાનીમાં વીજળી કાપનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે જ્યારથી ભાજપ સરકાર સત્તામાં આવી છે, ત્યારથી સતત વીજળી કાપ થઈ રહ્યો છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, “ભાજપ દિલ્હી માટે આફત બની ગઈ છે, સત્તામાં આવતાની સાથે જ લાંબા વીજકાપ શરૂ થઈ ગયા.” આતિશીએ કહ્યું, “છેલ્લા 3 દિવસથી દિલ્હીના વિવિધ ભાગોમાંથી વીજળી ગુલ થવાની ફરિયાદો મળી રહી છે. લાંબા વીજકાપની ફરિયાદો મળી છે. આ ફરિયાદ ફક્ત એક જ વિસ્તારમાંથી નહીં પરંતુ ઘણા વિસ્તારોમાંથી આવી રહી છે. આતિશીએ ક્હ્યું ત્રણ દિવસમાં પાવર સેક્ટરનો ઘટાડો દર્શાવે છે કે અગાઉ AAP સરકાર દરરોજ અને દર કલાકે વીજ ક્ષેત્રનું સતત નિરીક્ષણ કરતી હતી અને આવી સમસ્યાઓ ક્યારેય ઊભી થઈ ન હતી.…

સંગમ કિનારે સ્નાન કરવાથી પાપ ધોવાઇ જાય છે, એટલે હવે નર્કમાં કોઇ નહીં હોયઃ અફઝલ અંસારી

પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ સ્નાન અંગે ગાઝીપુરના સાંસદ અફઝલ અંસારીનું વાંધાજનક નિવેદન પ્રકાશમાં આવ્યું છે. શાદિયાબાદમાં સંત રવિદાસ જયંતીના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા સાંસદ અફઝલ અંસારીએ કહ્યું – ‘એવું માનવામાં આવે છે કે સંગમ કિનારે સ્નાન કરવાથી વ્યક્તિના પાપ ધોવાઈ જાય છે, પાપ ધોવાઈ જાય છે, આનો અર્થ એ છે કે વૈકુંઠ જવાનો માર્ગ ખુલશે.’ ‘આવી સ્થિતિમાં, જે ભીડ દેખાઈ રહી છે તે જોઈને એવું લાગે છે કે હવે નર્કમાં કોઈ બચશે નહીં અને સ્વર્ગ હાઉસફુલ હશે ગાઝીપુરના સાંસદે મહાકુંભમાં ટ્રેનોની વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે ટ્રેનોની હાલત એવી છે કે લોકો કાચ તોડી રહ્યા છે, અંદર મહિલાઓ ધ્રૂજી રહી છે, પોતાના બાળકોને ખોળામાં છુપાવીને રડી રહી છે. અમારા અને તમારા ઘરના બાળકો ટ્રેનની…

સમય રૈના અને રણવીર અલ્હાબાદીયા સામે દેશભરમાં આક્રોશ, મુંબઇ થી લઇ આસામ સુધી કેસ નોંધાયા

ગયા અઠવાડિયે ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટમાં રણવીરે એવી અભદ્ર ટિપ્પણી કરી કે દેશ આખો ગુસ્સામાં છે. આ મામલે આસામ સુધી FIR નોંધાઈ છે..રણવીર માફી માંગી રહ્યો છે, પણ દેશ જવાબ માંગી રહ્યો છે કે મનોરંજનના નામે અશ્લીલતા કેમ પીરસવામાં આવી રહી છે? -> શોમાં એવી અશ્લીલ ટિપ્પણીઓ કરવામાં આવી હતી કે તેનું વર્ણન કરવું પણ મુશ્કેલ છે :- એક પ્લેટફોર્મ પર માતા-પિતા વિશે ખૂબ જ અભદ્ર અને અશ્લીલ ટિપ્પણીઓ કરવામાં આવી રહી હતી અને લોકો તેને કોમેડીનો ભાગ સમજીને બેશરમીથી હસતા હતા. ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ નામના શોમાં એવી ટિપ્પણીઓ કરવામાં આવી હતી જે અમે તમને કહી પણ શકતા નથી. આ ટિપ્પણીઓ કરનારા લોકો બીજું કોઈ નહીં પણ એવા લોકો છે જેઓ પોતાને સોશિયલ મીડિયાના ભગવાન માને છે…

વડાપ્રધાન મોદી અને એલોન મસ્ક વચ્ચે આજે વ્હાઇટ હાઉસમાં મુલાકાત

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસની મુલાકાત દરમિયાન ટેસ્લાના સીઈઓ એલોન મસ્કને મળશે. આ મુલાકાત એટલા માટે પણ ખાસ છે કારણ કે મસ્ક યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના અને વિશ્વાસુ સલાહકાર તરીકે ઉભરી આવ્યા છે.પીએમ મોદીની બે દિવસીય અમેરિકા મુલાકાતમાં ઘણા અન્ય નેતાઓને મળવાનો કાર્યક્રમ પણ શામેલ છે, પરંતુ એલોન મસ્ક સાથેની તેમની મુલાકાતને લઈને ખાસ ઉત્સાહ છે. પીએમ મોદી બુધવારે મોડી રાત્રે વોશિંગ્ટન પહોંચ્યા હતા -> પીએમ અને મસ્ક 2015 માં મળ્યા હતા :- આ પહેલી વાર નથી જ્યારે પીએમ મોદી અને એલોન મસ્ક સામસામે આવી રહ્યા છે. 2015 માં, વડા પ્રધાને સેન જોસમાં ટેસ્લાના પ્લાન્ટની મુલાકાત લીધી હતી, જ્યાં મસ્કે તેમને વ્યક્તિગત રીતે ફેક્ટરી બતાવી હતી. જોકે, આ બેઠકનો સંદર્ભ અલગ…

થાન્ડેલ દિવસ 6 નું કલેક્શન: બુધવાર ભારે રહ્યો! નાગા ચૈતન્યની ફિલ્મે છઠ્ઠા દિવસે આટલા કરોડ રૂપિયાની કમાણી કરી

‘નાગા ચૈતન્ય દક્ષિણ સિનેમાના એવા થોડા સ્ટાર્સમાંથી એક છે, જેમનો અભિનય લોકોને ખૂબ જ પસંદ આવે છે. લાંબી રાહ જોયા પછી, તેમની બહુપ્રતિક્ષિત ફિલ્મ “થાંડેલ” 7 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં આવી. આમાં તેમની સાથે સાઈ પલ્લવી પણ જોવા મળી હતી. બોક્સ ઓફિસ પર સારી શરૂઆત કર્યા પછી, હવે તેના છઠ્ઠા દિવસની કમાણીના આંકડા બહાર આવ્યા છે. થાંડેલ ફિલ્મ તેલુગુ, તમિલ, હિન્દી, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં રિલીઝ થઈ છે. પાંચ દિવસ સુધી સારું પ્રદર્શન કર્યા પછી, છઠ્ઠા દિવસે ફિલ્મને દર્શકોની અછતનો સામનો કરવો પડ્યો. નાગા ચૈતન્યની ફિલ્મ અઠવાડિયાના દિવસોમાં કમાણીની દ્રષ્ટિએ ધીમી ગતિએ આગળ વધી રહી હોય તેવું લાગે છે. -> થાંડેલ બોક્સ ઓફિસ કલેક્શન :- ચંદુ મોન્ડેતી દિગ્દર્શિત આ ફિલ્મે પહેલા દિવસે ₹૧૧.૫ કરોડની કમાણી કરી હતી. આ…