ખેડામાં નકલીનો કારોબાર, પોલીસે નકલી ચલણી નોટ છાપવાનું રેકેટ ઝડપાયું

B INDIA ખેડા :  નડિયાદ શહેરમાંથી નકલી ચલણી નોટોનું રેકેટ ઝડપાયું છે. અસલી નોટોની મદદથી A4ના પેપરમાં પ્રિન્ટર મારફતે નકલી નોટો છપાતી હોવાનો પર્દાફાશ SOG પોલીસે કર્યો છે. આરોપીઓ ભાડે મકાન રાખી આ ધીકતો ધંધો કરતા હતા. અને પોલીસે દરોડો પાડી 500-200 અને 100ના દરની કિંમત રૂપિયા 1.03 લાખની બનાવટી ચલણી નોટો પકડી પાડી છે.

બાતમીના આધારે પોલીસે ગતરોજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપએ નડિયાદ શહેરમાં વ્હોરવાડ વિસ્તારમાં ધૂપેલીના ખાચામાં એક રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો.દરોડો પાડી સર્ચ કરતા ચલણી બનાવટી નોટો મળી આવી હતી. જુદા જુદા દરની 500-200 અને 100ના દરની ચલણી નોટો મળી આવી હતી. આ ઘટનામાં મકાનમાં હાજર બે ઈસમો મહંમદશરીફ ઉર્ફે શાહુ મહેબુબ મલેક અને તેનો મિત્ર અરબાઝ ઉર્ફે અબુ અયુબ અલાદ મળી આવતા સાથે રાખી તપાસ કરવામાં આવી હતી.

પોલીસે FSL અને એક્સપર્ટની મદદ પણ નોટોની ખરાઈ કરવા લીધી હતી. જેમાં FSL અધિકારીએ મેગ્નિફાઇન લેન્સ તથા યુ.વી.લાઇટ વડે પ્રાથમિક પરીક્ષણ કરી ચકાસતા બનાવટી નોટોના કાગળની ક્વોલિટી હલકી ગુણવત્તા વાળી, જેમાં કલર વિસંગતતા, સિક્યુરિટી થ્રેડ નથી, બ્લાઇન્ડ પર્સન માર્ક તેમજ વોટર માર્ક્સ નહીં હોવાનું જણાઈ આવ્યું હતું. આ અસલ નોટો સાથે સરખામણી કરતા પ્રાથમિક દૃષ્ટિએ નોટો બનાવટી હોવાનું જણાઈ આવ્યું હતું.

Related Posts

“ફૂડ, ફન અને શોપિંગ! અમદાવાદના સૌથી મોટા ફેસ્ટિવલ માટે થઈ જાઓ તૈયાર.”

અમદાવાદ શહેર તેની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરાગત ભોજન, આધુનિક જીવનશૈલી અને વેપાર માટે સમગ્ર દેશમાં આગવું સ્થાન ધરાવે છે. વર્ષ દરમિયાન શહેરમાં વિવિધ સાંસ્કૃતિક, વેપારી અને મનોરંજનના કાર્યક્રમો યોજાતા રહે છે,…

અમદાવાદમાં વરસાદનો કહેર: અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામ, વાહનચાલકો પરેશાન

અમદાવાદમાં વરસાદથી ટ્રાફિક જામ – કયા વિસ્તારોમાં સૌથી વધુ અસર?   અમદાવાદ: શહેરમાં પડેલા વરસાદ બાદ અનેક મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. અચાનક વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *