અમદાવાદમાં પરિણીતાનો ત્રણ સંતાનો સાથે આપઘાતનો પ્રયાસ, માતા-પુત્રનું મોત, બે બાળકીઓ સારવાર હેઠળ

B INDIA અમદાવાદ : અમદાવાદ શહેરમાં દિલ દહેલાવી દે તેવી ઘટનાં સામે આવી છે. જ્યાં એક પરિણીતાએ તેના સંતાનો સાથે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જ્યારે સંતાનો સાથે ઝેરી દવા ગટગટાવી લેતાં માતા અને પુત્રનું મોત નીપજ્તાં ભારે અરેરાટી મચી છે. સાથે જ એક સ્યૂસાઇડ નોટ પણ મળી આવી છે. હાલ ઘટનાને પગલે ઓઢવ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, પરિણીતાએ સંતાનો સાથે સામૂહિક આપઘાતનો પ્રસાસ કર્યો હતો. ઘઉંમાં નાખવાની દવા ચોકલેટમાં ભેળવી પરિણીતાએ પોતે અને બાળકોને પણ પીવડાવી હતી. દવા પીધા બાદ માતા અને પુત્રનું મોત નીપજ્યું છે. દવા પીધા બાદ બે બાળકીઓ સારવાર હેઠળ છે. પરિણીતાએ આત્મહત્યા પહેલા સ્યૂસાઇડ નોટ પણ લખી હતી.

-> પતિના હાથે સિંદૂર ન પુરવતા :- આ સુસાઇડ નોટમાં મહિલાએ મોત માટે કોઈને જવાબદાર ગણાવ્યા ન હતા. ત્યારે પતિના હાથે સિંદૂર ન પુરવતા તેવું લખી મોતને વ્હાલુ કર્યુ હતું. સમગ્ર ઘટનાને લઇ ઓઢવ પોલીસે પુત્રની હત્યા બદલ મૃતક માતા વિરુદ્ધ ફરિયાદ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.ત્યારે બીજી તરફ પરણીતાના આત્મહત્યા પાછળના કારણ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. અને પતિ તથા અન્ય નજીકના લોકોની પૂછપરછ હાથ ધરી છે.

Related Posts

નેશનલ હેન્ડલૂમ ડે પર CM ભુપેન્દ્ર પટેલની ખાસ ખરીદી, સ્વદેશી અપનાવવા અપીલ 2026 Glorious Tradition

નેશનલ હેન્ડલૂમ ડે 2026: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખરીદ્યા હાથશાળ ઉત્પાદનો, ‘વોકલ ફોર લોકલ’ને આપ્યો વધુ વેગ  નેશનલ હેન્ડલૂમ ડે નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરની ગરવી ગુર્જરીમાંથી હાથશાળ ઉત્પાદનોની ખરીદી કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વોકલ ફોર લોકલ’ અભિયાનને વધુ વેગ આપતા નાના કારીગરોને પ્રોત્સાહન આપવાનો સંદેશ આપ્યો. 7 ઓગસ્ટના નેશનલ હેન્ડલૂમ ડે નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત ગરવી ગુર્જરીની મુલાકાત લઈને હાથશાળ (હેન્ડલૂમ) ઉત્પાદનોની ખરીદી કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વોકલ ફોર લોકલ’ મંત્રને વધુ વેગ આપતા મુખ્યમંત્રીના આ પગલાને નાના અને ગ્રામ્ય કારીગરો માટે પ્રેરણારૂપ માનવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ હેન્ડલૂમ ડેના અવસરે દેશવાસીઓને સ્થાનિક હાથવણાટ ઉત્પાદનો ખરીદવાની અપીલ કરી હતી, જેથી ગ્રામ્ય કારીગરોની આવકમાં વધારો થાય અને ભારતની સમૃદ્ધ હાથવણાટ…

કોબા કેનાલ પર બનશે ૧૨ લેનનો બ્રિજ: ટ્રાફિક જામની સમસ્યામાંથી મળશે કાયમી રાહત 2026 Permanent Solution,

કોબા કેનાલ પર 12 લેનનો બ્રિજ બનાવવાની યોજના: ટ્રાફિકની મોટી સમસ્યાનો આવશે ઉકેલ, ‘બોટલનેક’માંથી મળશે રાહત ગાંધીનગરના કોબા કેનાલ પર 12 લેનનો આધુનિક બ્રિજ બનાવવાની યોજના તૈયાર થઈ રહી છે. કેનાલના વિકાસ સાથે ટ્રાફિકના ‘બોટલનેક’ને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવશે. જાણો સમગ્ર પ્રોજેક્ટની વિગતો. ગુજરાતમાં વધતા શહેરીકરણ અને વાહનોની સતત વધી રહેલી સંખ્યાને ધ્યાનમાં રાખીને માર્ગ માળખાને વધુ આધુનિક બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આ જ દિશામાં હવે ગાંધીનગરના કોબા કેનાલ પર 12 લેનનો વિશાળ બ્રિજ બનાવવાની યોજના ચર્ચામાં છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ હાલની ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનો અને અમદાવાદ-ગાંધીનગર વચ્ચેની અવરજવરને વધુ ઝડપી અને સરળ બનાવવાનો છે. પ્રાથમિક માહિતી મુજબ, આ યોજના હેઠળ કોબા કેનાલને જરૂરિયાત મુજબ વિકસાવવાની પણ તૈયારી કરવામાં આવશે. ખાસ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *