મહિલા દિવસ 2025: કરીના કપૂર, કંગના, સુષ્મિતા સેન સહિત બોલિવૂડ અભિનેત્રીઓએ મહિલા દિવસ પર મહિલા શક્તિને શ્રદ્ધાંજલિ આપી
‘દર વર્ષે 8 માર્ચે, વિશ્વભરમાં મહિલા શક્તિના સન્માન માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસ મહિલાઓના સન્માન માટે સમર્પિત છે. આ દિવસ મહિલાઓની સિદ્ધિઓને માન્યતા આપે છે અને લિંગ સમાનતા, પ્રજનન અધિકારો અને મહિલાઓ સામે હિંસા અને દુર્વ્યવહાર જેવા મુદ્દાઓ પર જાગૃતિ લાવે છે. આ ખાસ પ્રસંગે, બધા બોલિવૂડ સેલેબ્સ મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. આ પણ વાંચો :- PM મોદીએ મહિલા દિવસની પાઠવી શુભેચ્છા, કહ્યું ‘મહિલા શક્તિને સલામ’ કંગના રનૌતે મહિલાઓને ખાસ સંદેશ આપ્યો :- અભિનેત્રી અને સાંસદ કંગના રનૌતે મહિલા દિવસની શુભેચ્છા પાઠવતા ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, “આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર, બધી મહિલાઓને મારો સંદેશ છે – કોઈને એવું કહેવા ન દો કે તમારે પુરુષોના પગરખાંમાં ફિટ થવું પડશે અથવા…
Surat : 30 માર્ચથી સુરતથી ગોવા ઉડાન ભરશે ફ્લાઇટ, એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા શરુ કરાયું બુકિંગ
સુરતથી ગોવા જવું હવે સરળ બન્યું છે. એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા ફ્લાઇટ શરુ કરવામાં આવી છે. 30 માર્ચથી AI એક્સપ્રેસની ગોવાની નવી ફ્લાઈટ ટેક ઓફ કરશે. અને સાંજે 7:30 કલાકે સુરતથી ટેક ઓફ થઈ 9:25 કલાકે ગોવા લેન્ડ થશે. તો આ ફલાઈટનું સિંગલ ભાડું રૂપિયા 5800 હશે. તો એરલાઇન્સ દ્વારા બુકિંગ પણ શરૂ કરી દેવાયું છે. આ પણ વાંચો :- Surat : સુરતમાં માતા-પિતા સાથે પુત્રએ ગટગટાવી ઝેરી દવા, સુસાઇડ નોટમાં કારણ સામે આવ્યું ચોંકાવનારું એર ઇન્ડિયા એક્સપ્રેસ 30 માર્ચથી સુરત-ગોવાની નવી ફ્લાઇટ શરૂ કરી રહી છે. આ ફ્લાઇટ ગોવા બાદ બેંગલુરુ સુધી જશે, જેથી સુરત બેંગલુરુ વચ્ચે ગોવામાં વન સ્ટોપ લેશે, જેથી ફ્લાઈટ ચેન્જ નહીં કરવી પડશે. બેંગલુરુથી બપોરે 3:45 કલાકે ટેકઓફ થઈ સુરત સાંજે…
’31 માર્ચ પહેલા વિદેશીઓ દેશ છોડે, નહીંતર દેશનિકાલ કરીશું’ પાકિસ્તાન સરકારનું અલ્ટીમેટમ
અમેરિકાની જેમ પાકિસ્તાને પણ ગેરકાયદેસર શરણાર્થીઓ પર કડક વલણ અપનાવ્યું છે. પાકિસ્તાને ગેરકાયદેસર શરણાર્થીઓ અને અફઘાન નાગરિક કાર્ડ ધારકોને 31 માર્ચ સુધીમાં દેશ છોડવા માટે અલ્ટીમેટમ આપ્યું છે. પાકિસ્તાનના ગૃહ મંત્રાલયે શુક્રવારે તમામ ગેરકાયદેસર વિદેશીઓ અને અફઘાન નાગરિક કાર્ડ ધારકોને 31 માર્ચ પહેલા દેશ છોડી દેવા જણાવ્યું છે. એટલું જ નહીં, મંત્રાલયે ચેતવણી આપી હતી કે જો આવા લોકો 31 માર્ચ સુધીમાં દેશ છોડશે નહીં, તો તેમને 1 એપ્રિલથી દેશનિકાલ કરવામાં આવશે. આ પણ વાંચો :- ‘જો તમારે ભારતને હરાવવા હોય તો…’, ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ પહેલા શોએબ અખ્તર અને શોએબ મલિકના નિવેદને હંગામો મચાવ્યો પાકિસ્તાન તેની સરહદોમાં થઈ રહેલા આતંકવાદી હુમલાઓ અને ગુનાઓ માટે સતત અફઘાન નાગરિકોને દોષી ઠેરવી રહ્યું છે. જોકે, અફઘાનિસ્તાને આ આરોપોને નકારી…
પ્રતિબંધોમાં રાહત આપશે કે ટેરીફ લાદશે, રશિયાને લઇને ટ્રમ્પના વલણ પર સમગ્ર વિશ્વની નજર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ૭ માર્ચે કહ્યું હતું કે યુક્રેન સાથે યુદ્ધવિરામ અને શાંતિ કરાર ન થાય ત્યાં સુધી અમેરિકા રશિયા પર બેંકિંગ પ્રતિબંધો અને ટેરિફ લાદવાનું ગંભીરતાથી વિચારી રહ્યું છે. ટ્રમ્પનું આ નિવેદન 4 માર્ચના રોજના એ અહેવાલો બાદ આવ્યું છે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ટ્રમ્પ વહીવટીતંત્ર મોસ્કો સાથે સંબંધો પુનઃસ્થાપિત કરવા અને યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત કરવાના બદલામાં રશિયાને પ્રતિબંધોમાં રાહત આપવાની યોજના બનાવી રહ્યું છે. 4 માર્ચના રોજ રોઇટર્સના અહેવાલ મુજબ, વ્હાઇટ હાઉસે રાજ્ય અને ટ્રેઝરી વિભાગોને રશિયન પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી શકાય તેવા પ્રતિબંધોની યાદી તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ ચર્ચાનો ઉદ્દેશ્ય મોસ્કો સાથે રાજદ્વારી અને આર્થિક સંબંધો સુધારવાનો હતો. જોકે, ટ્રમ્પની આ યોજનાની પણ ટીકા થઈ હતી, એવું…
Gandhinagar :- ગુજરાતમાં ગરમી ભુક્કા બોલાવશે! તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો થશે વધારો
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા આગામી દિવસોમાં દિવસના અને રાતના તાપમાનમાં વધારો થવાનું પૂર્વાનુંમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી કે, હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ સાથે તાપમાનમાં વધારો થઈ શકે છે. આ પણ વાંચો :- Ahmedabad : ગુજરાતમાં હીટવેવનો રાઉન્ડ શરુ થશે? આ તારીખની હવામાન વિભાગે કરી આગાહી ગુજરાતમાં આગામી દિવસોએ ગરમી વધશે ? :- હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે, આગામી 7 દિવસ સુધી ગુજરાતનું હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે. જેમાં તેમણે મહત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી. આ સાથે આગામી 5 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. આ સાથે લઘુત્તમ તાપમાનમાં…
‘જો તમારે ભારતને હરાવવા હોય તો…’, ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ પહેલા શોએબ અખ્તર અને શોએબ મલિકના નિવેદને હંગામો મચાવ્યો
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચ 9 માર્ચે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. ભારતે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે અને સમગ્ર ટુર્નામેન્ટમાં અપરાજિત રહ્યું છે. સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી, જ્યારે ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવીને ટાઇટલ મેચમાં પ્રવેશ કર્યો હતો. ભારતીય ટીમને ફાઇનલમાં પ્રબળ દાવેદાર માનવામાં આવે છે, પરંતુ ન્યૂઝીલેન્ડની ટીમનો ICC ટૂર્નામેન્ટમાં ભારત સામે સારો રેકોર્ડ છે. ન્યૂઝીલેન્ડે 2000 ચેમ્પિયન્સ ટ્રોફી, 2019 ODI વર્લ્ડ કપ અને 2021 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ જેવી તમામ મોટી મેચોમાં ભારતને હરાવ્યું હતું. આવી સ્થિતિમાં તેઓ ફરી એક વખત મોટો અપસેટ ખેંચવાનો પ્રયાસ કરશે. આ પણ વાંચો :- ફાઈનલ પહેલા સની ગાવસ્કરનું સનસનાટીભર્યું નિવેદન “ચાર મેચ જીતવા છતાં ટીમ ઈન્ડિયા હજુ પણ છે…” શોએબ અખ્તર…
PM મોદીએ મહિલા દિવસની પાઠવી શુભેચ્છા, કહ્યું ‘મહિલા શક્તિને સલામ’
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે, ભારત ગર્વથી મહિલા શક્તિની ઉજવણી કરી રહ્યું છે. આ ખાસ પ્રસંગે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X દ્વારા શનિવાર મહિલાઓને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે આજના દિવસ માટે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ વિવિધ ક્ષેત્રોમાં સફળ મહિલાઓ દ્વારા સંચાલિત કરવામાં આવશે. આ પણ વાંચો :- Gandhinagar : હોળી-ધૂળેટીનાં પર્વને ખાસ વ્યવસ્થા કરાઈ, ગુજરાત એસટી નિગમ દ્વારા 1200 બસો દોડાવાશે પીએમ મોદીએ કહ્યું, “મહિલા દિવસ પર, આપણે આપણી મહિલા શક્તિને સલામ કરીએ છીએ! અમારી સરકારે હંમેશા મહિલાઓને સશક્ત બનાવવા માટે કામ કર્યું છે, જે અમારી યોજનાઓ અને કાર્યક્રમોમાં પ્રતિબિંબિત થાય છે. આજે, વચન મુજબ, મારી સોશિયલ મીડિયા પ્રોપર્ટીઝ વિવિધ ક્ષેત્રોમાં પોતાની છાપ છોડી રહેલી મહિલાઓ દ્વારા સંભાળવામાં આવશે.…
Gandhinagar : હોળી-ધૂળેટીનાં પર્વને ખાસ વ્યવસ્થા કરાઈ, ગુજરાત એસટી નિગમ દ્વારા 1200 બસો દોડાવાશે
આગામી હોળી ધુળેટીનાં તહેવારો દરમિયાન લોકોને સરળતાથી અને સત્વરે યાતાયાતની સુવિધા મળી રહે એ આશયથી ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા વિશેષ આયોજન કરાયું છે. આ તહેવારો દરમિયાન વધારાની ૧૨૦૦ જેટલી બસો વડે કુલ ૭૧૦૦ જેટલી ટ્રીપોનું એક્સ્ટ્રા સંચાલન કરાશે. એમ ગુજરાત એસ.ટી.નિગમની યાદીમાં જણાવાયું છે. નિગમ દ્વારા વિવિધ વાર-તહેવાર તથા ધાર્મિક મેળાઓમાં વધારાની બસોનું સંચાલન કરીને રાજ્યના નાગરિકો પોતાના પરિવાર સાથે તહેવાર ઉજવી શકે એ માટે વધારાની પરિવહન સેવા દર વર્ષે પુરી પાડે છે. આ પણ વાંચો :- Ahmedabad : હોળીનાં તહેવારને લઈને સ્પેશિયલ ટ્રેનો દોડશે, ઓનલાઈન ટિકિટ કરી શકાશે બૂક હોળી-ધૂળેટીનાં પર્વને ખાસ વ્યવસ્થા કરાઈ :- નાગરિકો રાજ્યના અન્ય જીલ્લાઓમાં નોકરી, વ્યવસાય, મજૂરી અર્થે આવન જાવન કરે છે. વતનથી બીજા જીલ્લામાં સ્થાયી થયેલ હોય તેવા પરિવારો…
Surat : સુરતમાં માતા-પિતા સાથે પુત્રએ ગટગટાવી ઝેરી દવા, સુસાઇડ નોટમાં કારણ સામે આવ્યું ચોંકાવનારું
સુરતમાં વધુ એક સામૂહિક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં અમરોલી વિસ્તારમાં સામુહિક આપઘાતની ઘટના સામે આવી છે. અમરોલી રોડ પર એન્ટેલિયા ફ્લેટમાં આ ઘટના બની છે. માતા-પિતા સાથે પુત્રએ ઝેરી દવા ગટગટાવી છે. આર્થિક સંકડામણને કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. આ પણ વાંચો :- Gandhinagar : આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત પ્રવાસે, વિવિધ કાર્યક્રમો આપશે હાજરી મળતી માહિતી મુજબ 50 વર્ષીય માતા-પિતા અને 30 વર્ષીય પુત્રએ દવા પીને આપઘાત કર્યો હતો. આ સમગ્ર ઘટનાને લઇ અમરોલી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત ઘરમાંથી સુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં પુત્ર બેક લોનનું કામ કરતો હતો અને દેવું થયું હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત લેણદારો હેરાન કરતા હતા.…
















