વકફ સુધારા બિલને સુપ્રીમ કોર્ટમાં પડકાર, જાણો શું કહ્યું CJIએ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેના પર હસ્તાક્ષર કર્યા હોવા છતાં, વક્ફ સુધારા બિલ 2025ને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યું છે. આ બિલ અંગે સુપ્રીમ કોર્ટમાં છ અરજીઓ દાખલ કરવામાં આવી છે. સોમવારે આ મામલાનો ઉલ્લેખ કરતા, વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે વકફ સુધારા બિલને પડકારતી અરજીઓ વિશે માહિતી આપી. આના પર ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું કે તેઓ બપોરે આ અરજીઓના ઉલ્લેખ પર ધ્યાન આપશે અને કેસની સુનાવણી નક્કી કરવામાં આવશે. સંસદના બજેટ સત્ર દરમિયાન પસાર કરાયેલા વકફ સુધારા બિલને હવે રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે રાત્રે આ બિલને મંજૂરી આપી, ત્યારબાદ તે કાયદો બની ગયો. જોકે, આ કાયદો ક્યારે અમલમાં આવશે તે કેન્દ્ર સરકાર દ્વારા અલગથી સૂચના જારી કર્યા પછી નક્કી કરવામાં આવશે. સંસદમાં…
કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પહેલા ઋષિકેશ પટેલે કોંગ્રેસ પર સાધ્યું નિશાન, જાણો શું કહ્યું
ગુજરાતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનને લઈને ગુજરાતમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન અંગે ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું હતું કે, કોંગ્રેસને કોને ઘોડા ગણવા કે કોને ગધેડા ગણવા એ સમજવું મુશ્કેલ છે. આવતીકાલથી બે દિવસ ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઇ રહ્યું છે. આ દરમિયાન ગુજરાતમાં કોંગ્રેસને ઘેરાતા ગુજરાત સરકારના મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, રાહુલ ગાંધી ગુજરાતમાં અધિવેશન કરે કે દિલ્હીમાં કરે કોઈ ફરક નહીં પડે. કોંગ્રેસને કોને ઘોડા ગણવા કે કોને ગધેડા ગણવા એ સમજવું મુશ્કેલ છે. કોંગ્રેસને ઘોડા અને ગધેડાને સમજવામાં સમજણ નથી પડતી. અમિત ચાવડાએ ભાજપ પર સાધ્યું નિશાન બીજી તરફ ઋષિકેશ પટેલના આ નિવેદનને લઈને ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ…
મોંઘવારીનો વધુ એક માર, ઘરેલુ ગેસ સિલિન્ડર થયું મોંઘું
મોંઘવારીથી જનતાની કમર તૂટી રહી છે. આ દરમિયાન મોંઘવારીનો વધુ એક માર પડી રહ્યો છે. આ દરમિયાન આજે સોમવારે દેશને મોંઘવારીનો મોટો ફટકો પડ્યો છે. LPG સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સરકારે 14 કિલોગ્રામના ઘરેલુ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે. ભાવ વધારા બાદ ઉજ્જવલા યોજના હેઠળ ઉપલબ્ધ LPG સિલિન્ડરની કિંમત 503 રૂપિયાથી વધીને 553 રૂપિયા અને ઉજ્જવલા યોજના સિવાયના LPG સિલિન્ડરની કિંમત 803 રૂપિયાથી વધીને 853 રૂપિયા થઈ જશે. આ પણ વાંચો: પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં 2 રૂપિયાનો વધારો; ગ્રાહકો પર કોઈ અસર નહીં હરદીપ સિંહ પુરીએ શું કહ્યું ભાવ વધારા અંગે પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, આંતરરાષ્ટ્રીય ભાવ વધી રહ્યા છે અને અહીં ભાવ ઘટી રહ્યા…
Congressએ પોતાના જ નેતાના નામનો કર્યો હતો વિરોધ? જાણો શું કહ્યું અમિત શાહે
અમિત શાહ હાલ ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન અમિત શાહ આજે કલોલ ઈફકો પ્લાન્ટના 50 વર્ષની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અમિત શાહ હાજર રહ્યા હતા. ત્યારે કાર્યક્રમમાં અમિત શાહે કોંગ્રેસ આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસે પોતાના નેતાના નામનો જ વિરોધ કરી રહી છે. અમિત શાહે કહ્યું કે, ઈફકોની 50 વર્ષની ગૌરવ યાત્રા રહી છે. ઈફકો કોર્પોરેટની જેમ ચાલે છે. ઈફકો કુશળતાથી કામ કરી રહ્યું છે. આ સાથે તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું કે, હમણાં જ ત્રિભોવન કાકાના નામે ત્રિભોવન સહકારી યુનિવર્સિટી સ્થાપી. કોંગ્રેસે સ્વભાવ પ્રમાણે વિરોધ કર્યો. ત્રિભોવન કાકાનું નામ કેમ રાખ્યું? મે સાંસદમાં કહ્યું જરા શરમાવ. ત્રિભોવન કાકા આખી જિંદગી કોંગ્રેસમાં રહ્યા. અને તમે કોંગ્રેસીયાવ એનો વિરોધ કરો છો. ત્યારે એમને ખબર જ…
Ahmedabad: જીવરાજપાર્ક ચાર રસ્તા નજીક ACના ગોડાઉનમાં લાગી આગ, બે લોકોના મોતની આશંકા
રાજ્યમાં આગની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન આગની વધુ એક ઘટના સામે આવી છે. અમદાવાદના જીવરાજપાર્ક ચાર રસ્તા પાસે એસીના ગોડાઉનમાં આગની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે લોકોના મોતની આશંકા છે. આગની ઘટનાને લઈને ફાયર વિભાગની 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. જીવરાજ પાર્ક ચાર રસ્તા નજીક લાગેલી આગની ઘટનાને લઈને 10 જેટલા ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચ્યા છે. આ સાથે જ વેજલપૂરના ધારાસભ્ય અમીત ઠાકર પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. ફાયર બ્રિગેડના જવાનો દ્વારાઆગ પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે. 5 કાર બળીને ખાખ બનાવના પગલે સ્થાનિક લોકોમાં ડરના માહોલ છવાયો છે, જો કે, અત્યાર સુધી કોઈ જાનમાલના મોટા નુકસાનની વિગતો સામે આવી છે. આગની ઘટનાની નજીક પાર્ક કરેલી 5…
PM મોદીએ તમિલનાડુને આપી મોટી ભેટ, દેશના પહેલા વર્ટિકલ લિફ્ટ સી બ્રિજનું કર્યું ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રામ નવમી નિમિત્તે તમિલનાડુની મુલાકાતે છે. આ દરમિયાન, વડાપ્રધાન મોદીએ બહુપ્રતિક્ષિત નવા પંબન રેલ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું છે. જે ભારતનો પહેલો વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ છે. આ પુલ મુખ્ય ભૂમિને રામેશ્વરમ ટાપુ સાથે જોડે છે. નવા પંબન રેલ બ્રિજના ઉદ્ઘાટનની સાથે, વડાપ્રધાન મોદીએ રામેશ્વરમ-તાંબરમ (ચેન્નાઈ) નવી ટ્રેન સેવાને પણ લીલી ઝંડી આપી છે. 700 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનેલા 2.08 કિમી લાંબા આ પુલમાં 99 સ્પાન છે. તેમાં અત્યાધુનિક 72.5 મીટર વર્ટિકલ લિફ્ટ સેક્શન છે. આ લિફ્ટ મિકેનિઝમ તેને 17 મીટર સુધી ઉંચુ કરવાની મંજૂરી આપે છે, જેનાથી જહાજો પસાર થઈ શકે છે. ઉપરાંત, ટ્રેનની અવિરત અવરજવર સુનિશ્ચિત કરવામાં આવે છે. લગભગ 2 કિમી લાંબા આ દરિયાઈ પુલને સ્ટેનલેસ સ્ટીલ રિઇન્ફોર્સમેન્ટ, એન્ટી-કાટ…
અયોધ્યા: રામ લલ્લાના મસ્તક પર ‘સૂર્ય તિલક’, જોવા મળ્યો અદભૂત નજારો
આજે રામ નવમી પર અયોધ્યામાં ઉત્સવનો માહોલ છે. રામનગરી શ્રી રામની જન્મજયંતીના આનંદમાં ડૂબી ગઈ છે. સવારે રામ મંદિર ખાતે મંગળા આરતી કરવામાં આવી હતી. ત્યાર બાદ સવારે 9.30 વાગ્યે જન્મજયંતિ કાર્યક્રમ શરૂ થયો. સૌ પ્રથમ, રામ લલ્લાનો અભિષેક થયો. આ પછી, ભગવાન રામને એક કલાક સુધી શણગારવામાં આવ્યા. બરાબર 12 વાગ્યે, ઘંટ અને ઢોલના નાદ વચ્ચે રામલલા પ્રગટ થયા. સોનાના દોરાથી ગૂંથેલું પીળું કાપડ – પ્રાણ પ્રતિષ્ઠા ઘરેણાં પહેરવામાં આવ્યા હતા. આ અલૌકિક ક્ષણમાં, ભગવાનના પ્રગટ થવાની આરતી કરવામાં આવી. ભગવાનને 56 પ્રકારના પ્રસાદ ચઢાવવામાં આવ્યા. રામ મંદિરમાં મહાઆરતીની સાથે, રામલલાને સૂર્ય કિરણોથી તિલક કરવામાં આવ્યું અયોધ્યામાં રામ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. રામલલાના સૂર્ય તિલક બરાબર 12 વાગ્યે થયા. ભગવાન સૂર્યના કિરણો ચાર…
IPL 2025: રાજસ્થાનની જીતથી બેંગ્લોરને થયો ફાયદો … પોઈન્ટ ટેબલમાં જાણો તમામ ટીમની સ્થિતિ
IPL 2025 ની 18મી મેચમાં, રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સ (PBKS) ને 50 રનથી હરાવ્યું. મુલ્લાનપુરના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે 5 એપ્રિલ ના રોજ રમાયેલી મેચમાં, પંજાબને જીતવા માટે 206 રનનો ટાર્ગેટ હતો, પરંતુ તેઓ 9 વિકેટે 155 રન જ બનાવી શક્યા. આ સિઝનમાં રાજસ્થાન રોયલ્સની બીજી જીત હતી. આ સાથે જ, સતત બે મેચોથી ચાલી રહેલી પંજાબ કિંગ્સની જીતનો સિલસિલો પણ સમાપ્ત થઈ ગયો. રાજસ્થાન રોયલ્સની જીતથી પોઈન્ટ ટેબલમાં ઉથલપાથલ મચી ગઈ છે. આ મેચ બાદ પંજાબ કિંગ્સ ચોથા સ્થાને સરકી ગયું છે. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) બીજા સ્થાને આવી ગયું છે. ગુજરાત ટાઇટન્સ (GT) ટીમ 4 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. પંજાબ, બેંગલુરુ અને ગુજરાત ત્રણેયના ચાર-ચાર પોઇન્ટ સમાન છે. પરંતુ…
તમિલનાડુમાં ભાજપ AIADMK સાથે કરશે ગઠબંધન? અમિત શાહની મુલાકાત પહેલા અટકળો તેજ
ભારતીય જનતા પાર્ટી (BJP) અને AIADMK વચ્ચે નવા ગઠબંધનની અટકળો જોર પકડી રહી છે. દરમિયાન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ મહિનાના અંતમાં તમિલનાડુની મુલાકાત લેશે. અમિત શાહની આ મુલાકાત આગામી બિહાર ચૂંટણી અને પશ્ચિમ બંગાળમાં 2026ની ચૂંટણી પહેલાની રણનીતિ તરીકે આયોજન કરવામાં આવી છે. એવી અપેક્ષા છે કે ગૃહમંત્રી AIADMK ના વરિષ્ઠ નેતાઓને મળી શકે છે. માર્ચમાં, AIADMK નેતા એડાપ્પડી કે પલાનીસ્વામી દિલ્હીમાં અમિત શાહને મળ્યા હતા, જેનાથી એવી અટકળોને વેગ મળ્યો હતો કે બે જૂના સાથી પક્ષો ફરી એકવાર વિધાનસભા ચૂંટણી પહેલા ગઠબંધન બનાવી શકે છે અને દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) સામે મજબૂત મોરચો બનાવી શકે છે. “તેઓ RSSના વિચારધારક એસ ગુરુમૂર્તિ અને કેટલાક પક્ષના કાર્યકરોને પણ મળ્યા હતા, પરંતુ AIADMK નેતાઓ સાથે કોઈ વાતચીત…
Canadaમાં વધુ એક ભારતીયની હત્યા, ‘યુ ઇન્ડિયન’ કહી કર્યો હુમલો
Canadaના ઓટાવા શહેરના રોકલેન્ડમાં એક ભારતીય નાગરિકની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી, એમ ભારતીય હાઈ કમિશને શનિવારે જણાવ્યું હતું. હાઈ કમિશને કહ્યું કે આ કેસમાં સ્થાનિક પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે અને આ મામલાની તપાસ ચાલી રહી છે. ભારતીય હાઈ કમિશને ટ્વિટર પર લખ્યું: “ઓટાવાના રોકલેન્ડ નજીક છરાબાજીની ઘટનામાં એક ભારતીય નાગરિકના મૃત્યુથી અમને દુઃખ થયું છે. પોલીસે જણાવ્યું હતું કે એક શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. અમે શક્ય તેટલી બધી સહાય પૂરી પાડવા માટે સ્થાનિક સમુદાય સંગઠન દ્વારા શોકગ્રસ્ત પરિવારના સંપર્કમાં છીએ.” કયા બની ઘટના ?કેનેડિયન મીડિયા અનુસાર, ક્લેરેન્સ-રોકલેન્ડમાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે બીજા વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ મૃત્યુનું કારણ જાહેર કર્યું નથી. પોલીસ આ મામલાની…
















