Congressએ પોતાના જ નેતાના નામનો કર્યો હતો વિરોધ? જાણો શું કહ્યું અમિત શાહે

અમિત શાહ હાલ ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન અમિત શાહ આજે કલોલ ઈફકો પ્લાન્ટના 50 વર્ષની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અમિત શાહ હાજર રહ્યા હતા. ત્યારે કાર્યક્રમમાં અમિત શાહે કોંગ્રેસ આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસે પોતાના નેતાના નામનો જ વિરોધ કરી રહી છે.

અમિત શાહે કહ્યું કે, ઈફકોની 50 વર્ષની ગૌરવ યાત્રા રહી છે. ઈફકો કોર્પોરેટની જેમ ચાલે છે. ઈફકો કુશળતાથી કામ કરી રહ્યું છે. આ સાથે તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું કે, હમણાં જ ત્રિભોવન કાકાના નામે ત્રિભોવન સહકારી યુનિવર્સિટી સ્થાપી. કોંગ્રેસે સ્વભાવ પ્રમાણે વિરોધ કર્યો. ત્રિભોવન કાકાનું નામ કેમ રાખ્યું? મે સાંસદમાં કહ્યું જરા શરમાવ. ત્રિભોવન કાકા આખી જિંદગી કોંગ્રેસમાં રહ્યા. અને તમે કોંગ્રેસીયાવ એનો વિરોધ કરો છો. ત્યારે એમને ખબર જ ન હતી કે ત્રિભોવન કાકા કોંગ્રેસના જ નેતા હતા.

નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ ભાજપ કરતાં કોનું કેટલું યોગદાનએ જોઈ અને દેશ ચલાવનાર નેતા છે. એમણે ત્રિભોવન કાકાના સહકારી ક્ષેત્રમાં યોગદાન અને અમૂલનું બીજ વટવૃક્ષ બનીને વિશ્વમાં નામ કાઢે એવી એક સંસ્થા બનાવી અને એમના નામે કોઓપરેટિવ બનાવી. આ ઓપરેટિવ યુનિવર્સિટી બનાવી.

Follow us On Social Media

YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

અમદાવાદમાં હાઈ-પ્રોફાઈલ સાયબર ઠગાઈ: ‘નકલી RBI નોટિસ’ના નામે રિયલ એસ્ટેટ વેપારીના રૂ. 1.5 કરોડ સેરવ્યા!

અમદાવાદમાં હાઈ-પ્રોફાઈલ સાયબર ઠગાઈ: ‘નકલી RBI નોટિસ’ના નામે વેપારીના રૂ. 1.5 કરોડ સેરવ્યા! અમદાવાદ: શહેરના બોડકદેવ વિસ્તારમાં રહેતા અને રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલા એક વેપારી સાથે અત્યંત ચોંકાવનારી સાયબર…

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસીય ગુજરાત પ્રવાસે: ૨૭-૨૮ જૂને અમદાવાદ-ગાંધીનગરમાં કાર્યક્રમોનો ધમધમાટ.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસીય ગુજરાત પ્રવાસે: અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ અમદાવાદ/ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આગામી ૨૭ અને ૨૮ જૂનના રોજ બે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *