FIBA U18 Asia Cup 2026 Final: અમદાવાદમાં ઓસ્ટ્રેલિયાનો ભવ્ય વિજય! Triumphant

અમદાવાદમાં FIBA U18 એશિયા કપ-2026નો રોમાંચક અંત, ઓસ્ટ્રેલિયાએ ચીનને હરાવી જાળવી ચેમ્પિયનશિપ FIBA U18 Asia Cup 2026: અમદાવાદમાં યોજાયેલી પ્રતિષ્ઠિત FIBA U18 એશિયા કપ-2026 બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનો ભવ્ય અંત આવ્યો છે. ટૂર્નામેન્ટની ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ શાનદાર રમતનું પ્રદર્શન કરીને ચીનને 89-79થી હરાવ્યું અને સતત બીજી વખત FIBA U18 એશિયા કપનો ખિતાબ પોતાના નામે કર્યો. બંને ટીમો વચ્ચેની ફાઇનલ મેચ શરૂઆતથી જ રોમાંચક રહી હતી અને અંતિમ ક્ષણો સુધી રમતપ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. અમદાવાદ ખાતે યોજાયેલી આ આંતરરાષ્ટ્રીય કક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધાએ ગુજરાતના રમતગમત ક્ષેત્રને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવી છે. ફાઇનલ મેચ દરમિયાન મોટી સંખ્યામાં રમતપ્રેમીઓ હાજર રહ્યા હતા. રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ, સાંસદ હસમુખભાઈ પટેલ તથા બાસ્કેટબોલ એસોસિએશનના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ…

IMD :  22 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ! IMDની મોટી ચેતવણી, Rain Warning

 22 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ! IMDની મોટી ચેતવણી, 85 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા Weather Update Today 2026: દેશમાં ચોમાસું ફરી સક્રિય બન્યું છે અને અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે. ભારતીય હવામાન વિભાગ એટલે કે IMDએ 24 ઓગસ્ટ 2026 માટે દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ, ગાજવીજ, વીજળી અને તેજ પવનની ચેતવણી આપી છે. કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપ 85 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. ખાસ કરીને ઉત્તર, મધ્ય, પૂર્વ અને પહાડી વિસ્તારોમાં હવામાન ઝડપથી બદલાવાની શક્યતા છે. હવામાન વિભાગની ચેતવણીને પગલે લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવું, ટ્રાફિક પર અસર, વીજ પુરવઠામાં વિક્ષેપ અને પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન જેવી સ્થિતિ સર્જાઈ શકે છેIMDના તાજા હવામાન…

WhatsApp યુઝર્સ માટે મોટો ખુલાસો PDF Editing WhatsApp New Features Innovative 2026

WhatsAppનો મોટો અપડેટ: નવા ફીચર્સ, AI અને પ્રાઇવસીથી બદલાશે ચેટિંગનો અંદાજ WhatsApp New Features 2026: દુનિયાભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી મેસેજિંગ એપ્સમાંની એક WhatsApp સતત નવા ફીચર્સ રજૂ કરી રહી છે. 2026માં માં ચેટિંગ, AI, પ્રાઇવસી, સ્ટોરેજ મેનેજમેન્ટ અને અલગ-અલગ ડિવાઇસ પર ઉપયોગને વધુ સરળ બનાવતા અનેક ફેરફારો જોવા મળ્યા છે. કંપનીના તાજેતરના અપડેટ્સને જોતા સ્પષ્ટ થાય છે કે હવે માત્ર મેસેજ અને કોલિંગ એપ પૂરતી સીમિત રહેવાની નથી, પરંતુ AI અને સ્માર્ટ ચેટ મેનેજમેન્ટ તરફ પણ ઝડપથી આગળ વધી રહી છે. આ નવા ફેરફારોનો સૌથી મોટો ફાયદો સામાન્ય યુઝર્સને મળવાનો છે. હવે ચેટમાં રહેલી મોટી ફાઇલોને મેનેજ કરવી, અલગ ડિવાઇસ પર ચેટ ટ્રાન્સફર કરવી, એક જ ફોનમાં બે એકાઉન્ટ ચલાવવા, AIની મદદથી મેસેજ લખવા અને…

World Humanoid Robot Games 2026: શું AI Futuristic માનવજાતથી આગળ નીકળી ગયું?

Robot ચીનના Humanoid Robotએ Usain Boltનો 100 મીટરનો રેકોર્ડ પાછળ છોડ્યો! 9.39 સેકન્ડની દોડથી દુનિયામાં મચી હલચલ China Humanoid Robot News: ટેક્નોલોજીની દુનિયામાં ચીનમાંથી એક એવી ઘટના સામે આવી છે, જેણે AI અને Robotના ભવિષ્ય અંગે નવી ચર્ચા શરૂ કરી છે. બેઇજિંગમાં ચાલી રહેલી World Humanoid Robot Games 2026 દરમિયાન ચીનના Tiangong Ultra નામના હ્યુમનોઇડ રોબોટે 100 મીટરની દોડ માત્ર 9.39 સેકન્ડમાં પૂર્ણ કરી છે. આ સમય માનવ 100 મીટરના વર્લ્ડ રેકોર્ડ 9.58 સેકન્ડ કરતાં ઝડપી છે, જે જમૈકાના દિગ્ગજ સ્પ્રિન્ટર Usain Boltએ 2009માં બનાવ્યો હતો. જોકે અહીં એક મહત્વપૂર્ણ વાત સમજવી જરૂરી છે. રોબોટે Boltનો સત્તાવાર માનવીય એથ્લેટિક વર્લ્ડ રેકોર્ડ તોડ્યો નથી. આ Robot સ્પર્ધામાં નોંધાયેલો સમય છે અને તેને માનવ એથ્લેટિક્સના સત્તાવાર રેકોર્ડ તરીકે…

શાંતિ પ્રયાસોને નવી ગતિ? પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર તેહરાન જશે

મધ્યપૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે પાકિસ્તાનના આર્મી ચીફ અને ફિલ્ડ માર્શલ અસીમ મુનીર 24 ઓગસ્ટે ઈરાનની રાજધાની તેહરાનની મુલાકાતે જવાના છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બઘાઈએ રવિવારે આ મુલાકાતની પુષ્ટિ કરી હતી. મુનીર સાથે એક પ્રતિનિધિમંડળ પણ ઈરાન જશે અને ત્યાંના ઉચ્ચ અધિકારીઓ સાથે પ્રાદેશિક શાંતિ, સુરક્ષા અને દ્વિપક્ષીય સંબંધો અંગે ચર્ચા કરશે. મુનીરની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચેની શાંતિ વાટાઘાટો અટકી ગઈ છે અને બંને દેશો વચ્ચે ફરીથી તણાવ વધી રહ્યો છે. પાકિસ્તાને છેલ્લા કેટલાક મહિનાઓમાં અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવવાનો પ્રયાસ કર્યો છે. હવે મુનીરની તેહરાન મુલાકાતને ઈસ્લામાબાદના આ રાજદ્વારી પ્રયાસોના મહત્વપૂર્ણ આગામી પગલા તરીકે જોવામાં આવી રહી છે. અમેરિકા-ઈરાન વાતચીત ફરી શરૂ કરાવવાનો…

રાશિફળ/24 ઓગષ્ટ 2026: આ રાશિના જાતકોએ આજે દલીલોથી રહેવું દૂર, થશે અઢળક લાભ

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ મિત્રો સહકાર આપશે તથા તમને ખુશ રાખશે. તમે જો અન્યોના શબ્દો પર ધ્યાન આપીને રોકાણ કરશો તો આજે આર્થિક નુકસાનની શક્યતા જોવાય છે. તમે જેને પ્રેમ કરે છો એવા લોકો પાસેથી ભેટ મેળવવા અથવા તેમને આપવા માટે મંગળકારી દિવસ. પોતાના પ્રિયપાત્ર સાથે નાનકડું વૅકેશન માણી રહેલાઓ માટે આ સમયગાળો ખાસ્સો યાદગાર બની રહેશે. સખત મહેનત અને ધીરજ દ્વ્રારા તમે તમારા ધ્યેયની પ્રાપ્તિ…

અંક જ્યોતિષ/24 ઓગષ્ટ 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…

પંચાંગ /24 ઓગષ્ટ 2026: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ તત્વો આધારે, પંચાંગ વ્યક્તિને શુભ અને અશુભ સમય, તિથિ, નક્ષત્ર અને યોગ વિશે માહિતી આપે છે, જે હિંદુ ધર્મમાં વિધિ અને તહેવારો નિર્ધારિત કરવામાં મદદરૂપ છે. પંચાંગ તિથી દ્વાદશી (બારસ) પૂર્ણ રાત્રિ નક્ષત્ર પૂર્વાષાઢા 08:29 PM કરણ ભાવ 05:24 PM પક્ષ શુક્લ યોગ પ્રીતિ 07:04 AM દિવસ સોમવાર સૂર્ય અને ચંદ્ર ગણતરીઓ સૂર્યોદય 05:54 AM ચંદ્રોદય 04:34 PM ચંદ્ર રાશિ ધનુ સૂર્યાસ્ત 06:52 PM ચંદ્રાસ્ત +02:56 AM ઋતું શરદ હિન્દૂ માસ અને વર્ષ શકે સંવત 1948 પરાભવ કલિ સંવત 5128 દિન અવધિ 12:57 PM વિક્રમ સંવત…

ઓપરેશન સિંદૂરમાં તબાહ થયેલું જૈશનું બહાવલપુર ઠેકાણું ફરી તૈયાર, પાકિસ્તાનથી ફંડિંગ મળ્યાનો દાવો

ભારતના ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન નિશાન બનાવવામાં આવેલું પાકિસ્તાનના બહાવલપુર સ્થિત જૈશ-એ-મોહમ્મદનું મુખ્ય ઠેકાણું ફરી એકવાર તૈયાર થઈ ગયું હોવાના અહેવાલો સામે આવ્યા છે. તાજેતરની તસવીરો અને વીડિયોના આધારે અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે મરકઝ સુભાન અલ્લાહ સંકુલમાં મોટા પાયે પુનઃનિર્માણનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ માહિતી એવા સમયે સામે આવી છે જ્યારે આતંકવાદી સંગઠનોના માળખા સામેની કાર્યવાહી અને પાકિસ્તાનમાં તેમની પ્રવૃત્તિઓ અંગે ફરી સવાલો ઊભા થયા છે. મળતી માહિતી અનુસાર, ઓપરેશન સિંદૂર દરમિયાન થયેલા નુકસાન બાદ મરકઝના મુખ્ય હોલ, ગુંબજો અને આસપાસના વિસ્તારોમાં સમારકામ કરવામાં આવ્યું છે. તાજેતરના વિઝ્યુઅલ્સમાં ગુંબજો ફરી બનાવવામાં આવ્યા હોવાનું તેમજ મુખ્ય ઈમારતમાં પ્લાસ્ટર, રંગકામ અને માર્બલનું કામ પૂર્ણ થયેલું જોવા મળે છે. ABP Newsના અહેવાલ અનુસાર મુખ્ય હોલના પુનઃનિર્માણ…

આગામી સપ્તાહે 4 દિવસ બેન્ક બંધ રહેશે, ગુજરાતમાં રક્ષાબંધનના દિવસે બેન્કિંગ સેવા બંધ

જો તમારે ઓગસ્ટના અગામી સપ્તાહે બેન્કનું કોઈ મહત્વનું કામકાજ કરવાનું હોય તો આ સમાચાર તમારા માટે ખાસ મહત્વના છે. 24થી 30 ઓગસ્ટ 2026 દરમિયાન દેશના અલગ-અલગ રાજ્યોમાં તહેવારો અને સાપ્તાહિક રજાઓને કારણે બેન્ક શાખાઓ ચાર દિવસ બંધ રહેવાની છે. ખાસ કરીને ગુજરાતમાં 28 ઓગસ્ટે રક્ષાબંધન નિમિત્તે બેન્ક શાખાઓમાં કામકાજ બંધ રહેશે. તેથી રોકડ જમા કરાવવી, ચેક સંબંધિત કામ, બેન્ક એકાઉન્ટનું કામ કે અન્ય શાખા આધારિત સેવા લેવાની હોય તો ગ્રાહકોએ રજાઓને ધ્યાનમાં રાખીને કામ વહેલાસર પૂર્ણ કરી લેવું યોગ્ય રહેશે. બેન્કોની રજાઓ રાજ્ય પ્રમાણે અલગ-અલગ હોય છે. એટલે કોઈ એક રાજ્યમાં બેન્ક બંધ હોય ત્યારે બીજા રાજ્યમાં બેન્કિંગ કામગીરી સામાન્ય રીતે ચાલુ રહી શકે છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના હોલિડે કેલેન્ડર મુજબ આગામી સપ્તાહમાં ઈદ-એ-મિલાદ,…