કોરોનાની ફરી એન્ટ્રી? આંધ્ર પ્રદેશમાં 12 નવા કેસ, 4 દર્દીઓના મોત; આરોગ્ય તંત્ર એલર્ટ
આંધ્ર પ્રદેશમાં ફરી એકવાર કોરોના વાયરસ (કોવિડ-19)ના નવા કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. રાજ્યના આરોગ્ય કમિશનર જી. વીરપાંડિયનના જણાવ્યા અનુસાર, 26 જૂનથી 16 જુલાઈ દરમિયાન રાજ્યમાં કોવિડ-19ના કુલ 12 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન ચાર દર્દીઓના મોત થયા છે, જોકે તમામ મૃતકો અગાઉથી ગંભીર બીમારીઓથી પીડાતા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કડપ્પાની RIMS હોસ્પિટલમાં ખાસ કોવિડ આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે અને આરોગ્ય વિભાગ સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. ચારેય મૃતકોને પહેલાથી ગંભીર બીમારીઓ હતી આરોગ્ય કમિશનરના જણાવ્યા મુજબ, મૃત્યુ પામેલા ચારેય દર્દીઓ હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને કિડની સંબંધિત ગંભીર બીમારીઓથી પીડાતા હતા. મૃતકોમાં ત્રણ કડપ્પા જિલ્લાના અને એક કાકીનાડા જિલ્લાના રહેવાસી હતા. અધિકારીઓએ સ્પષ્ટ…
નાગરિકતા નક્કી કરવી ચૂંટણી પંચનું કામ નથી: SIR મામલે સુપ્રીમ કોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી
પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયાને લઈને દાખલ અરજીઓ પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. દેશની સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું કે કોઈપણ વ્યક્તિની નાગરિકતા નક્કી કરવાનો અધિકાર ચૂંટણી પંચ પાસે નથી. ચૂંટણી પંચની જવાબદારી માત્ર મતદારયાદીની તૈયારી, સુધારા અને દેખરેખ સુધી મર્યાદિત છે. મતદારયાદીમાંથી નામ હટે એટલે નાગરિકતા ખતમ નહીં સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો કોઈ વ્યક્તિનું નામ મતદારયાદીમાં ન હોય અથવા SIR પ્રક્રિયા દરમિયાન યાદીમાંથી દૂર કરવામાં આવે, તો તેનો અર્થ એ નથી કે તેની ભારતીય નાગરિકતા સમાપ્ત થઈ ગઈ છે. અદાલતે વધુમાં જણાવ્યું કે જો કોઈ કેસમાં નાગરિકતા અંગે પ્રશ્ન ઊભો થાય, તો ચૂંટણી પંચે તે મામલો સંબંધિત સત્તાવાળું મંત્રાલય અથવા યોગ્ય કાનૂની સત્તા સમક્ષ મોકલવાનો…
રાશિફળ/18 જુલાઈ 2026: આ રાશિઓના જાતકોનું આજે ખુલશે ભાગ્યનું તાળું, જાણો તમારું રાશી ભવિષ્ય
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ બહાર જવું-પાર્ટીઓ તથા જલસાઘર તમને આજે આનંદિત મિજાજમાં રાખશે. આજનો જ વિચાર કરીને જીવનના તમારા અભિગમને તથા મનોરંજન પાછળ વધુ પડતો સમય અને નાણાં ખર્ચવાના તમારા વલણ પર અંકુશ રાખો. અન્યોને અપમાનિત ન કરવાનો પ્રયાસ કરજો તથા પરિવારની જરૂરિયાતોને અનુરૂપ થજો. તમારા દિલને અપીલ કરે એવી કોઈ વ્યક્તિને મળવાની સંભાવના અતિ પ્રબળ છે. ઘર ની બહાર જઇ ને, આજે તમારે ખુલ્લી હવા…
અંક જ્યોતિષ/18 જુલાઈ 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…
પંચાંગ /18 જુલાઈ 2026: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ
પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ તત્વો આધારે, પંચાંગ વ્યક્તિને શુભ અને અશુભ સમય, તિથિ, નક્ષત્ર અને યોગ વિશે માહિતી આપે છે, જે હિંદુ ધર્મમાં વિધિ અને તહેવારો નિર્ધારિત કરવામાં મદદરૂપ છે. પંચાંગ તિથી પંચમી (પાંચમ) +03:44 AM નક્ષત્ર પૂર્વ ફાલ્ગુની 06:01 PM કરણ : ભાવ 04:09 PM બાલવ 04:09 PM પક્ષ શુક્લ યોગ વરિયાન 08:45 PM દિવસ શનિવાર સૂર્ય અને ચંદ્ર ગણતરીઓ સૂર્યોદય 05:34 AM ચંદ્રોદય 09:35 AM ચંદ્ર રાશિ સિંહ સૂર્યાસ્ત 07:19 PM ચંદ્રાસ્ત 10:07 PM ઋતું વર્ષા હિન્દૂ માસ અને વર્ષ શકે સંવત 1948 પરાભવ કલિ સંવત 5128 દિન…
બલુચિસ્તાનમાં સૈન્ય કાફલા પર મોટો હુમલો, 45 પાકિસ્તાની સૈનિકોના મોતનો દાવો; હોસ્પિટલોમાં ઇમરજન્સી
પાકિસ્તાનના અશાંત બલુચિસ્તાન પ્રાંતમાં સૈન્ય કાફલા પર થયેલા મોટા હુમલા બાદ સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. બલુચ લિબરેશન આર્મી (BLA)એ દાવો કર્યો છે કે મસ્તુંગ જિલ્લામાં થયેલા હુમલામાં 45થી વધુ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે. જોકે પાકિસ્તાન સરકાર અને સેનાએ હજુ સુધી આ મૃત્યુઆંકની સત્તાવાર પુષ્ટિ કરી નથી. અહેવાલો અનુસાર, હુમલા બાદ સમગ્ર સુરક્ષા તંત્રને હાઇ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે. ઘાયલ સૈનિકોને સારવાર માટે ક્વેટાની વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે બચાવ અને સર્ચ ઓપરેશન માટે હેલિકોપ્ટર ગનશીપની પણ મદદ લેવામાં આવી રહી છે. હોસ્પિટલોમાં તબીબી ઇમરજન્સી જાહેર હુમલા બાદ બલુચિસ્તાનની રાજધાની ક્વેટાની સિવિલ હોસ્પિટલ, ગૌસ બખ્શ રાયસાની મેમોરિયલ હોસ્પિટલ સહિત અનેક તબીબી કેન્દ્રોમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. તમામ હોસ્પિટલોને એલર્ટ…
બ્રિટનમાં ફરી ગરમીનો કહેર, ચોથા હીટ વેવની ચેતવણી; 17 વિસ્તારોમાં તાપમાન 34 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા
બ્રિટનમાં આકરી ગરમીનો પ્રકોપ યથાવત છે. હવામાન વિભાગે દેશના અનેક વિસ્તારોમાં ફરી એકવાર તાપમાન વધવાની ચેતવણી જાહેર કરી છે. ઇંગ્લેન્ડ અને વેલ્સના 17 વિસ્તારોમાં આગામી દિવસોમાં તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, બ્રિટન વર્ષ 2026ના ચોથા હીટ વેવનો સામનો કરી શકે છે. વધતા તાપમાનને કારણે સામાન્ય જનજીવન પર અસર થવાની શક્યતા છે અને લોકોને ગરમીથી બચવા માટે સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. હાલ ત્રીજા હીટ વેવની અસર હાલ બ્રિટન ગરમીના ત્રીજા મોજામાંથી પસાર થઈ રહ્યું છે. દેશના દક્ષિણ ભાગોમાં તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહેવાની સંભાવના છે. જોકે, હવામાન વિભાગના અનુમાન મુજબ સપ્તાહના અંતમાં તાપમાનમાં થોડો ઘટાડો થઈ શકે છે. રવિવારે દક્ષિણ વિસ્તારોમાં મહત્તમ તાપમાન લગભગ…
ભારતીય અધિકારીઓના કારણે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વિલંબ? જાપાનના પૂર્વ મંત્રી દ્વારા કરાયા આરોપ
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને જાપાનના પૂર્વ ન્યાય મંત્રી હિદેકી માકિહારાએ ભારતીય પક્ષ પર ગંભીર આરોપો લગાવતાં નવી ચર્ચા શરૂ થઈ છે. જોકે, ભારત સરકારે આ દાવાઓને નકારી કાઢતાં સ્પષ્ટ કર્યું છે કે ભારત-જાપાન વચ્ચેનો સહયોગ મજબૂત છે અને પ્રોજેક્ટ નિર્ધારિત યોજના મુજબ આગળ વધી રહ્યો છે. જાપાનના પૂર્વ મંત્રીના ગંભીર આરોપ 15 જુલાઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કરેલી પોસ્ટમાં હિદેકી માકિહારાએ જણાવ્યું કે તેઓ શિંકાનસેન (બુલેટ ટ્રેન) પ્રોજેક્ટ સાથે સીધા જોડાયેલા રહ્યા હતા. તેમના કહેવા મુજબ, ભારતીય અધિકારીઓ વારંવાર આપેલા વચનો પર અડગ રહ્યા નહોતા અને ચર્ચાઓ દરમિયાન પોતાના હિતોને વધુ મહત્વ આપતા હતા. માકિહારાએ એવો પણ દાવો કર્યો કે પ્રોજેક્ટમાં થયેલા વિલંબ માટે સંપૂર્ણપણે ભારતીય પક્ષ જવાબદાર છે અને તે સમયના ભારતીય નેતૃત્વના…
ક્રિકેટના મહાન ઓલરાઉન્ડર સર ગારફિલ્ડ સોબર્સનું 89 વર્ષની વયે નિધન
ક્રિકેટ જગત માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ઓલરાઉન્ડર અને ક્રિકેટ ઇતિહાસના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાં સ્થાન ધરાવતા સર ગારફિલ્ડ સોબર્સનું 89 વર્ષની વયે નિધન થયું છે. તેઓ પોતાના 90મા જન્મદિવસના માત્ર બે અઠવાડિયા પહેલાં દુનિયાને અલવિદા કહી ગયા. તેમના નિધનથી વૈશ્વિક ક્રિકેટ જગતમાં શોકની લાગણી વ્યાપી છે. ક્રિકેટને મળ્યો હતો સર્વકાલીન મહાન ઓલરાઉન્ડર 28 જુલાઈ, 1936ના રોજ બાર્બાડોસના સેન્ટ માઈકલમાં જન્મેલા સર ગારફિલ્ડ સોબર્સે 1952માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં અને 1954માં ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ લગભગ બે દાયકાઓ સુધી તેમણે પોતાની શાનદાર બેટિંગ, અસરકારક બોલિંગ અને ઉત્કૃષ્ટ ફિલ્ડિંગથી ક્રિકેટપ્રેમીઓના દિલ જીતી લીધા. ડાબોડી બેટ્સમેન તરીકે તેમણે અનેક યાદગાર ઇનિંગ્સ રમી હતી, જ્યારે ડાબા હાથની મીડિયમ પેસ અને સ્પિન બોલિંગથી વિરોધી ટીમોને મુશ્કેલીમાં મૂકી…
જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાણના આરોપમાં ઝડપાયેલા 8 શંકાસ્પદોના વધુ 7 દિવસના રિમાન્ડ મંજૂર, જાણો વિગત
જૈશ-એ-મોહમ્મદ સાથે કથિત જોડાણના આરોપમાં ધરપકડ કરાયેલા 8 શંકાસ્પદ આતંકીઓને કડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કેસની તપાસ આગળ વધારવા માટે ગુજરાત ATS દ્વારા વધુ રિમાન્ડની માંગ કરવામાં આવી હતી, જેને પગલે કોર્ટે આરોપીઓના વધુ 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ગુજરાત ATSએ કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે આરોપીઓ પાસેથી મળેલા પુરાવા, ટાઈમ બોમ્બ સંબંધિત માહિતી, સંગઠન સાથે જોડાયેલા સાહિત્ય અને અન્ય શંકાસ્પદ સામગ્રીના આધારે વધુ પૂછપરછ જરૂરી છે. નેટવર્ક અને સંપર્કોની તપાસ ચાલુ ATSએ જણાવ્યું કે આરોપીઓના સંભવિત સંપર્કો, સંગઠન સાથેના સંબંધો અને સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા માટે વધુ તપાસની જરૂર છે. તપાસ એજન્સી ટેકનિકલ અને ફોરેન્સિક પુરાવાઓના આધારે આગળની કાર્યવાહી કરી રહી છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કડી કોર્ટે ATSની અરજીને આંશિક…
















