પાકિસ્તાનને સેનાની ગુપ્ત માહિતી લિક કરનાર બે શખ્સ પંજાબમાંથી ઝડપાયા

બંને આરોપીઓ સામે ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે, અને વધુ તપાસ ચાલી રહી છે. પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ પર તણાવ વચ્ચે, અમૃતસરમાં આર્મી કેન્ટોનમેન્ટ વિસ્તારો અને એર બેઝની સંવેદનશીલ માહિતી અને ફોટોગ્રાફ્સ લીક ​​કરવામાં તેમની કથિત ભૂમિકા બદલ બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે, એમ પંજાબ પોલીસે રવિવારે જણાવ્યું હતું.આ બે વ્યક્તિઓની ઓળખ પલક શેર મસીહ અને સૂરજ મસીહ તરીકે કરવામાં આવી છે. અમૃતસર ગ્રામીણ પોલીસ દ્વારા એક મહત્વપૂર્ણ જાસૂસી કાર્યવાહીમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી.   પોલીસ મહાનિર્દેશક ગૌરવ યાદવે X પર લખ્યું હતું કે, “પ્રારંભિક તપાસમાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ સાથે તેમના સંબંધો ખુલે છે, જે હાલમાં અમૃતસર સેન્ટ્રલ જેલમાં બંધ હરપ્રીત સિંહ, ઉર્ફે પિટ્ટુ અને ઉર્ફે હેપ્પી દ્વારા સ્થાપિત કરવામાં આવ્યા…

સરદારધામ પ્રમુખનું મોટું નિવેદન, “દીકરીના કમરે રિવોલ્વર લટકતી હોવી જોઈએ”: હવે જાગી ચર્ચા

તાજેતરમાં જ UPSCનું પરિણામ જાહેર થયું હતું જેમાં ચાલુ વર્ષે ગુજરાતના ચાર ઉમેદવારોએ બાજી મારી હતી જેને લઈને આજે અમદાવાદમાં સરદારધામ ખાતે યોજાયેલા અધિકારી સન્માન સમારોહમાં UPSC પાસ કરનાર પ્રતિભાશાળી ઉમેદવારોનું સન્માન કરવામાં આવ્યું. ત્યારે સરદારધામ દ્વારા આયોજિત અધિકારી સન્માન સમારોહમાં સરદારધામના પ્રમુખ ગગજી સુતરીયાએ એક વિવાદાસ્પદ પરંતુ વિચારેલું નિવેદન આપ્યું છે. મહિલાઓની સુરક્ષા પર ચિંતા વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે “દીકરી ખરીદી કરવા નીકળે ત્યારે તેના કમર પર રિવોલ્વર લટકતી હોવી જોઈએ”.   મુખ્ય મુદ્દા:- ગગજી સુતરીયાએ દેશના દરેક નાગરિકને લશ્કરી તાલીમ આપવાની ભલામણ કરી દીકરીઓ માટે સુરક્ષા અંગે કડક ટિપ્પણી: “આજે રિવોલ્વર રાખવી પડે તેવી સ્થિતિ છે” ભાજપ પ્રવક્તા અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા નિવેદન પર પ્રતિક્રિયા કોંગ્રેસે રાજ્ય સરકાર પર સુરક્ષા મામલે પ્રશ્નો ઉઠાવ્યા…

“PM મોદી દેશ માટે કોઈ કચાશ નહીં છોડે”, સરદારધામ ખાતે સન્માન સમારોહમાં CM ભૂપેન્દ્ર પટેલનું નિવેદન

અમદાવાદમાં સરદારધામ ખાતે યોજાયેલા અધિકારી સન્માન સમારોહમાં UPSC પાસ કરનાર પ્રતિભાશાળી ઉમેદવારોનું સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ ભાષણ આપતા જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્ર માટે કોઈ કચાશ નહીં રાખે. આ બાબત દરેક ભારતીયને સંર્પુણ વિશ્વાસ છે. મુખ્ય મુદ્દાઓ: CM ભૂપેન્દ્ર પટેલે UPSC પાસ કરનાર ઉમેદવારોનું કર્યું સન્માન “મોદી રાષ્ટ્ર માટે કંઈ બાકી નહીં રાખે, દેશવાસીઓએ તેને સંપૂર્ણ ભરોસો આપ્યો છે” સરદાર પટેલે બંધાયેલું એક ભારત, મોદી બનાવી રહ્યા છે શ્રેષ્ઠ ભારતસેમિકન્ડક્ટર જેવી ટેકનોલોજીક્ષેત્રે ભારત આજે સિદ્ધિઓ હાંસલે છે“યુવાનો વિકાસ માટે મોટું યોગદાન આપી શકે” – CM CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, દેશ આજે નવી ટેકનોલોજી અને વૈશ્વિક વિકાસના માર્ગે છે. વર્ષો પહેલાં જે કંઈ શક્ય લાગતું નહોતું, આજે તે…

અભિનેતા ઇરફાન ખાનના પુત્ર બાબિલનો દુખદ સંદેશ, રડતાં રડતાં બોલીવૂડનો ખરો ચહેરા કર્યો જાહેર..શું છે તે પાછળનું ઈમોશનલ કારણ?

બાબિલ ખાને અચાનક પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કરીને બધાને ચોંકાવી દીધા છે. જાણો શું છે આખો મામલો અને બબલીએ તેનું એકાઉન્ટ કેમ ડિલીટ કર્યું. બોલિવૂડના દિવંગત અભિનેતા ઇરફાન ખાનનો પુત્ર બાબિલ ખાન રવિવાર સવારથી સતત ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર તેમનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બાબિલે અર્જુન કપૂર, અનન્યા પાંડે, સિદ્ધાંત ચતુર્વેદી, આદર્શ ગૌરવ અને શનાયા કપૂર જેવા ઘણા બોલિવૂડ કલાકારોને નકલી કહ્યા હતા. તેમણે બોલિવૂડને બકવાસ પણ કહ્યું. જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે પાછળથી વીડિયો ડિલીટ કરી દીધો હતો. આ ચર્ચા વચ્ચે, બાબિલે હવે તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કરી દીધું છે. જે હવે ચર્ચાનો વિષય બની ગયો છે. બાબિલે અચાનક તેનું ઇન્સ્ટાગ્રામ…

“બચ્ચા પેદા કરો, પછી છુટાછેડા લેજો”: સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ અંતિમ વીડિયો બનાવી ટૂંકાવ્યું જીવન 

અમદાવાદના ખાડિયા વિસ્તારમાંથી સામે આવી રહીેલી એક હૃદયદ્રાવક ઘટના સમગ્ર સમાજને હચમચાવી દીધું છે. અહીં 28 વર્ષની મોહિની પ્રજાપતિએ પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળી જીવનનું અંત લાવી દીધું. તેનું અંતિમ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેણે રડતી આંખે પોતાના તૂટેલા મન અને વ્યથિત જીવનની આખી કહાની કહી છે. ‘સાસરિયે મને અંદરથી તોડી નાંખી’:- મોહિનીના વાયરલ થયેલા વીડિયોમાં તેણી સ્પષ્ટ રીતે કહી રહી છે કે પતિ, નણંદ અને સાસરિયાઓ દ્વારા નિયમિત ત્રાસ આપવામાં આવતો હતો. તેણી કહે છે કે, “મને કોઈ સમજતું નથી… મારો પતિ કંઈ જ વિચારતો નથી… બધા લોકો રોજ ત્રાસ આપે છે.” અંતે તો તેની નણંદે કહી દીધું હતું કે, “જો રિશ્તો તોડવો છે, તો પહેલા બાળક પેદા કરો, પછી છૂટાછેડા…

પાકિસ્તાનને વધુ એક ફટકો, ભારતે તમામ પ્રકારની પોસ્ટલ અને પાર્સલ સેવાઓ પર મૂક્યો પ્રતિબંધ

ભારત-પાકિસ્તાન તણાવ: કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. દરમિયાન, ભારત સરકારે પાકિસ્તાન સાથે તમામ પ્રકારની પોસ્ટલ અને પાર્સલ સેવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. ભારતે પાકિસ્તાનને મળતી તમામ પ્રકારની પોસ્ટલ અને પાર્સલ સેવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. હવે પોસ્ટ અને પાર્સલ હવાઈ કે જમીન માર્ગે મોકલી કે પ્રાપ્ત કરી શકાશે નહીં. સૂત્રોએ શનિવારે આ માહિતી આપી.   દક્ષિણ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાન વિરુદ્ધ એક પછી એક પગલાં ભરી રહ્યું છે. પોસ્ટ અને પાર્સલ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય એ જ શ્રેણીનો એક ભાગ છે. આ આતંકવાદી હુમલામાં 26 લોકો, જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા, નિર્દયતાથી માર્યા ગયા હતા. પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા જૂથ, રેઝિસ્ટન્સ ફ્રન્ટ…

RCB અને CSK વચ્ચેની હાઇ-વોલ્ટેજ મેચ પર ખતરો! મેચ પહેલા જુઓ મોટા સમાચાર

RCB vs CSK: IPL 2025 ની 52મી મેચ આજે સાંજે 7.30 વાગ્યે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે રમાશે. મેચ પહેલા મોટા સમાચાર આવી રહ્યા છે. આજે બેંગલુરુમાં વરસાદ અથવા હળવો ઝરમર વરસાદ પડી શકે છે.   RCB vs CSK: IPL 2025 ની 52મી મેચ ખૂબ જ રોમાંચક બનવાની છે. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ની ટીમો એકબીજા સામે ટકરાશે. આ મેચ આજે સાંજે 7.30 વાગ્યે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાશે. આ હાઇ-વોલ્ટેજ મેચ પહેલા એક મોટા સમાચાર આવી રહ્યા છે. બેંગલુરુ અને ચેન્નાઈ વચ્ચેની આ મેચ હવામાનના કારણે પ્રભાવિત થવાની શક્યતા છે. છેલ્લા ઘણા દિવસોથી બેંગલુરુમાં સમયાંતરે વરસાદ પડી…

સાબરકાંઠા: ખેડબ્રહ્માના હિંગટીયા પાસે ભયાનક ત્રિપલ અકસ્માત, 4ના મોત, 10 ઘાયલ

સાબરકાંઠા જિલ્લાના પોશીના નજીક હિંગટીયા ગામ પાસે આજે એક ભયાનક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં બસ, બાઇક અને ખાનગી જીપ સામસામે ટકરાતા ચાર લોકોના મોત થયા છે જ્યારે ઓછામાં ઓછા 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.પ્રાથમિક માહિતી અનુસાર, ઘટના સમયે બસ અંબાજીથી વડોદરા તરફ જઈ રહી હતી ત્યારે પોશીના નજીક બાઇક અને ખાનગી જીપ સાથે ભીષણ અથડામણ થઇ હતી. અકસ્માત થતાની સાથે જ આસપાસના લોકોએ તાત્કાલિક પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ ખેરોજ પોલીસ અને ખેડબ્રહ્મા પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ઘાયલ લોકોને તરત નજીકની ખેડબ્રહ્માની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કેટલાક…

રાજકોટમાં પાકિસ્તાની નાગરિકોની ધરપકડ: ગેરકાયદેસર રહેઠાણનો પર્દાફાશ

રાજકોટ ગ્રામીણ LCB ટીમે લોધિકા તાલુકામાં એક લક્ષિત કાર્યવાહી હાથ ધરી હતી, જ્યાં તેમને પાકિસ્તાની નાગરિકોની હાજરી મળી આવી હતી.   રાજકોટ, ગુજરાત – બે દાયકાથી વધુ સમયથી ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા હોવાના આરોપસર રાજકોટ જિલ્લામાંથી એક સગીર સહિત ચાર પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ ગ્રામીણ સ્થાનિક ગુના શાખા (LCB) ટીમ દ્વારા આ ધરપકડ કરવામાં આવી છે, જે ઇમિગ્રેશન કાયદાના નોંધપાત્ર ઉલ્લંઘનને ઉજાગર કરે છે. ગેરકાયદેસર ઘૂસણખોરી સામે લડવા માટે રાજ્ય સરકારના કડક નિર્દેશોને અનુસરીને, રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ અને જિલ્લા પોલીસ વડા હિમકર સિંહના માર્ગદર્શન હેઠળ, રાજકોટ જિલ્લા પોલીસે વિવિધ વિસ્તારોમાં આવા કેસોની તપાસ કરવાના પ્રયાસો તીવ્ર બનાવ્યા. ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરતા, રાજકોટ ગ્રામીણ એલસીબી ટીમે લોધિકા તાલુકામાં એક…

શું તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો? : જાણો આજના લેટેસ્ટ ભાવ

જો તમે આજે શનિવારે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો એકવાર નવીનતમ ભાવ તપાસો. નવા ભાવો પછી, સોનાનો ભાવ 95 હજારની આસપાસ અને ચાંદીનો ભાવ 98 હજારની આસપાસ ટ્રેન્ડ કરી રહ્યો છે. તમારા શહેરમાં 22 અને 24 કેરેટ સોનાના નવીનતમ ભાવ..   સોના ચાંદીનો ભાવ 3 મે 2025 : જો ઘરે લગ્ન કે કોઈ કાર્યક્રમ હોય અને તમે બજારમાં સોનું કે ચાંદી ખરીદવા જઈ રહ્યા છો, તો પહેલા શનિવારનો નવીનતમ ભાવ જાણો. આજે ૩ મેના રોજ સોના અને ચાંદીના ભાવમાં થોડો ફેરફાર થયો છે. નવા ભાવો પછી, સોનાના ભાવ ૯૫ હજારની આસપાસ અને ચાંદીના ભાવ 98 હજારની આસપાસ ટ્રેન્ડ કરી રહ્યા છે. આજે શનિવાર, 3 મે 2025 ના રોજ બુલિયન માર્કેટ દ્વારા જાહેર કરાયેલા…