“બચ્ચા પેદા કરો, પછી છુટાછેડા લેજો”: સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ અંતિમ વીડિયો બનાવી ટૂંકાવ્યું જીવન 

અમદાવાદના ખાડિયા વિસ્તારમાંથી સામે આવી રહીેલી એક હૃદયદ્રાવક ઘટના સમગ્ર સમાજને હચમચાવી દીધું છે. અહીં 28 વર્ષની મોહિની પ્રજાપતિએ પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળી જીવનનું અંત લાવી દીધું. તેનું અંતિમ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેણે રડતી આંખે પોતાના તૂટેલા મન અને વ્યથિત જીવનની આખી કહાની કહી છે.

‘સાસરિયે મને અંદરથી તોડી નાંખી’:-

મોહિનીના વાયરલ થયેલા વીડિયોમાં તેણી સ્પષ્ટ રીતે કહી રહી છે કે પતિ, નણંદ અને સાસરિયાઓ દ્વારા નિયમિત ત્રાસ આપવામાં આવતો હતો. તેણી કહે છે કે, “મને કોઈ સમજતું નથી… મારો પતિ કંઈ જ વિચારતો નથી… બધા લોકો રોજ ત્રાસ આપે છે.” અંતે તો તેની નણંદે કહી દીધું હતું કે, “જો રિશ્તો તોડવો છે, તો પહેલા બાળક પેદા કરો, પછી છૂટાછેડા લઈ લેજો.”

શરમજનક શરત: પહેલા બાળક, પછી છૂટાછેડા:-

જ્યાં લગ્ન જીવન પ્રેમ અને સમજદારીથી ચાલવું જોઈએ ત્યાં આ પરિવારમાં મોહિની સામે ‘પહેલે બચ્ચા, પછી છૂટાછેડા’ જેવી શરમજનક શરત મૂકવામાં આવી. મોહિનીના પતિએ પણ એક સમયે કહ્યું હતું કે, “તું મને ગમતી નથી, મેં લગ્ન તો માતા-પિતાના કહ્યાથી કર્યા છે.”

જાન્યુઆરી 2022માં થયો હતો સાટાપાટાનો લગ્ન સમારંભ:-

મોહિનીના ભાઈ અને પતિના બહેન વચ્ચે પણ સાટાપાટાથી લગ્ન થયેલા. પણ લગ્નના થોડા જ મહિનાઓમાં સંબંધોમાં તણાવ આવવા લાગ્યો. પતિ ભરતે મોહિનીને પિયર મૂકી દીધા, છતાં સમાધાન બાદ તેણી ફરી સાસરી ગઈ — પણ ત્રાસ યથાવત રહ્યો.

અંતે ‘અંતિમ વીડિયો’ બનાવી આપઘાત:-

મોહિનીએ આ બધું સહન કર્યા બાદ સોશિયલ મીડિયા પર અંતિમ વીડિયો બનાવ્યો અને જીવન ટૂંકાવવાનો નિર્ણય લીધો. તેણે વીડિયોમાં પોતાની તકલીફો જણાવતી વખતે કહેલું હતું કે, “મને અંદરથી તોડી નાખ્યું છે… મેં હવે વિચાર્યું કે આ જીવન પૂરું કરવું પડે…”

પોલીસ તપાસ શરૂ, પરિવાર સામે ગુનો:-

ખાડિયા પોલીસે પતિ ભરત પ્રજાપતિ, સાસુ લક્ષ્મીબેન, જેઠ મોહન, દિયર હિતેશ અને નણંદ વિધ્યા સામે આત્મહત્યામાં દૂષિત વળગાવાનો ગુનો નોંધ્યો છે. પોલીસ તપાસના દાયરામાં પરિવારજનોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે અને સાયબર ફોરેન્સિકથી પણ અંતિમ વીડિયોની છણાવટ કરવામાં આવશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

2026 સુપ્રીમ કોર્ટ : HISTORIC LEGAL REFORM : કેસના ઝડપી નિકાલ માટે કેન્દ્રનો નિર્ણય : Lok Sabha Passed Bill

લોકસભાએ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યા 34થી વધારી 38 કરવા માટેનું બિલ મંજૂર કર્યું. કેસોની વધતી સંખ્યા, પેન્ડન્સી ઘટાડવા અને ઝડપી ન્યાય સુનિશ્ચિત કરવા કેન્દ્ર સરકારનું મહત્વપૂર્ણ પગલું. લોકસભામાં ઐતિહાસિક નિર્ણય: સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યા વધારવા બિલ મંજૂર દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં વર્ષોથી વધી રહેલા કેસોના ભારને ઘટાડવા અને ન્યાયિક પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. લોકસભાએ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની મંજૂર સંખ્યા વધારીને 34થી 38 કરવા માટેનું બિલ બહુમતીથી પસાર કર્યું છે. આ બિલ પસાર થતાં હવે સુપ્રીમ કોર્ટમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ (Chief Justice of India) સિવાય વધુ ચાર ન્યાયાધીશોની નિમણૂકનો માર્ગ મોકળો બનશે. સરકારનું માનવું છે કે વધતી વસ્તી, વધતા કાનૂની વિવાદો અને લાખો પેન્ડિંગ કેસોને ધ્યાનમાં રાખીને…

અમદાવાદ : 2026 SMC Mega Raid : અમદાવાદના મનપસંદ જીમખાનામાં હાઇપ્રોફાઇલ જુગારધામ પર SMCની રેડ 180 લોકોની ધરપકડ

અમદાવાદના દરિયાપુર સ્થિત મનપસંદ જીમખાના પર ગુજરાત પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ મેગા દરોડો પાડી જુગારના કેસમાં 180 લોકોની અટકાયત કરી. લાખોની રોકડ, મોબાઇલ ફોન અને અન્ય મુદ્દામાલ જપ્ત. સમગ્ર ઘટનાની વિગત વાંચો. અમદાવાદમાં જુગાર સામે SMCની મોટી કાર્યવાહી B india અમદાવાદ : અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલ વિવાદાસ્પદ મનપસંદ જીમખાના પર ગુજરાત પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની છે. ગેરકાયદેસર જુગારધામ ચલાવવામાં આવી રહ્યું હોવાની ચોક્કસ માહિતીના આધારે SMCએ રવિવારે સાંજે ક્લબ પર મેગા દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન આશરે 180 લોકોની અટકાયત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે, જ્યારે લાખો રૂપિયાની રોકડ, મોબાઇલ ફોન, વાહનો અને અન્ય કિંમતી મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *