સાબરકાંઠા: ખેડબ્રહ્માના હિંગટીયા પાસે ભયાનક ત્રિપલ અકસ્માત, 4ના મોત, 10 ઘાયલ

સાબરકાંઠા જિલ્લાના પોશીના નજીક હિંગટીયા ગામ પાસે આજે એક ભયાનક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં બસ, બાઇક અને ખાનગી જીપ સામસામે ટકરાતા ચાર લોકોના મોત થયા છે જ્યારે ઓછામાં ઓછા 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.પ્રાથમિક માહિતી અનુસાર, ઘટના સમયે બસ અંબાજીથી વડોદરા તરફ જઈ રહી હતી ત્યારે પોશીના નજીક બાઇક અને ખાનગી જીપ સાથે ભીષણ અથડામણ થઇ હતી. અકસ્માત થતાની સાથે જ આસપાસના લોકોએ તાત્કાલિક પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી.

છ લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તાત્કાલિક સારવાર માટે ખસેડાયા

ઘટનાની જાણ થતાં જ ખેરોજ પોલીસ અને ખેડબ્રહ્મા પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ઘાયલ લોકોને તરત નજીકની ખેડબ્રહ્માની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કેટલાક ઘાયલોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે અને મોતનો આંકડો વધે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. અકસ્માતના સાચા કારણોની તપાસ કરવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

અંબાજી-વડોદરા એસટી બસ, જીપ અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર

આ દુર્ઘટનાની અસર માત્ર પરિવારો સુધી મર્યાદિત રહી નથી. સમગ્ર વિસ્તાર અને આસપાસના વિસ્તારોમાં આ ઘટનાથી ઘેરો શોક પ્રસરી ગયો છે. મૃતકોના પરિવારમાં ઊંડો દુઃખ છવાયું છે અને સ્થાનિક લોકો સહિત સત્તાધારીઓએ દુઃખની લાગણી વ્યક્ત કરી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

  • Related Posts

    સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ, Welfare Drive 2026

    સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ, હર્ષ સંઘવી બાઈક રેલીમાં જોડાયા ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અને તેમની 25 વર્ષની અવિરત જનસેવા યાત્રાના ઉપલક્ષ્યમાં આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને અનાજની કીટ વિતરણનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. વડનગરથી વારાણસી સુધી યોજાઈ રહેલી બાઈક રેલીના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગંગા સ્વરૂપા માતાઓ-બહેનોનું વંદન કરી તેમનું સન્માન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગંગા સ્વરૂપા બહેનોએ ઓવારણા લઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવાકાર્યોને વધાવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં લાભાર્થી બહેનો, ગ્રામજનો, સ્થાનિક અગ્રણીઓ અને વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. -> ગંગા સ્વરૂપા બહેનો માટે અનાજની કીટનું વિતરણ : Chiloda ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગંગા…

    માત્ર ચાર કલાકમાં Ahmedabadમાં 2.77 ઈંચ વરસાદ, દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, Red Alert Critical

    Ahmedabad : અમદાવાદીઓ બહાર ન નીકળતા, વરસાદે શહેરને ધમરોળ્યું: વૃદ્ધો-બાળકોને ઘરમાં રહેવા અપીલ; દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, આગામી કલાકોમાં પણ વરસાદની શક્યતા Ahmedabad: Ahmedabad શહેરમાં શુક્રવાર, 18 સપ્ટેમ્બરની વહેલી સવારથી જ વરસાદે જોર પકડ્યું છે. ગાજવીજ અને ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પર અસર પડી છે. રસ્તાઓ પર પાણી ભરાવાની સાથે વાહનવ્યવહાર પણ ખોરવાયો છે. શહેરમાં સતત વરસાદી માહોલને જોતા નાગરિકોમાં ચિંતા વધી છે. ખાસ કરીને જૂના શહેરના વિસ્તારોમાં જર્જરિત મકાનોને લઈને જોખમ વધી ગયું છે. આ ભારે વરસાદ વચ્ચે દોશીવાડા પોળમાં એક મકાન ધરાશાયી થયાની માહિતી સામે આવી છે. જૂના શહેરમાં અનેક વર્ષો જૂના મકાનો અને હવેલીઓ આવેલી હોવાથી સતત વરસાદ દરમિયાન આવા મકાનોની સલામતીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *