કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે ગુજરાત હાઉસિંગ બોર્ડના સૂર્યા એપાર્ટમેન્ટ વિભાગ-2ના રીડેવલપમેન્ટનું ભૂમિપૂજન

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના સૂર્યા એપાર્ટમેન્ટ વિભાગ-2ના રીડેવલપમેન્ટ થનાર આવાસોનું ભૂમિપૂજન કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહના હસ્તે મકરસંક્રાંતિના શુભ અવસરે વિધિવિધાનપૂર્વક કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલા પ્રોત્સાહક ઉપસ્થિતિ સાથે હાજર રહ્યા હતા.

ભૂમિપૂજન કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી શ્રી અમિત શાહે સૂર્યા એપાર્ટમેન્ટ વિભાગ-2ના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટને શુભેચ્છા પાઠવી હતી અને લાભાર્થીઓને આધુનિક, સુવિધાયુક્ત અને સુરક્ષિત આવાસો મળવાના લાભ અંગે આશાવાદ વ્યક્ત કર્યો હતો.આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિ અમીન, નારણપુરાના ધારાસભ્ય શ્રી જીતેન્દ્ર પટેલ, રાજકીય અગ્રણી શ્રી પ્રેરક શાહ, ડેપ્યુટી મેયર શ્રી દેવાંગ દાણી, ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન શ્રી એમ. થેન્નારસન, હાઉસિંગ કમિશનર શ્રી એસ.બી. વસાવા સહિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સાથે જ સૂર્યા એપાર્ટમેન્ટના રહીશો તેમજ નારણપુરા વિસ્તારના નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા.રીડેવલપમેન્ટ બાદ સૂર્યા એપાર્ટમેન્ટ વિભાગ-2માં આધુનિક માળખું, સુવિધાસભર આવાસો અને ઉત્તમ રહેણાંક સુવિધાઓ ઉપલબ્ધ થશે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓના જીવનસ્તરમાં નોંધપાત્ર સુધારો થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

  • Related Posts

    કેવડિયા સ્વામિનારાયણ Nursing કોલેજમાં ગણેશ ચતુર્થી નિમિત્તે સુંદરકાંડનું આયોજન… Divine Spiritual Convergence 2026

    કેવડિયા સ્વામિનારાયણ Nursing કોલેજમાં ગણેશ ચતુર્થી નિમિત્તે સુંદરકાંડનું આયોજન: ભક્તિમય બન્યું સમગ્ર કેમ્પસ, નર્મદા આરતીની ઓરકેસ્ટ્રા ટીમે સંગીતના સૂર રેલાવ્યા Nursing : એકતાનગર (કેવડિયા), નર્મદા, 16 સપ્ટેમ્બર 2026: ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની એટલે કે એકતાનગર ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ Nursing કોલેજમાં ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સત્સંગ શિક્ષા પરિષદ, ગાંધીનગર દ્વારા સંચાલિત શ્રી સ્વામિનારાયણ Nursing કોલેજના કેમ્પસમાં સુંદરકાંડના સામૂહિક પાઠનું આયોજન કરવામાં આવતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે યોજાયેલા આ સુંદરકાંડ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો, વહીવટી સ્ટાફ તેમજ શ્રી સ્વામી વિવેકાનંદ જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સિલેન્સના વિદ્યાર્થીઓ અને સ્ટાફ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ધાર્મિક વાતાવરણ વચ્ચે…

    ગુજરાતના Manufacturing MSMEનું GIS મેપિંગ, Empowered PM ગતિ શક્તિ સાથે જોડાણ 2026 Insightful

    MSME: ગુજરાતના મેન્યુફેક્ચરિંગ MSME એકમોનું થશે GIS આધારિત મેપિંગ, PM ગતિ શક્તિ પોર્ટલ સાથે થશે એકીકરણ MSME:ગાંધીનગર, 17 સપ્ટેમ્બર: ગુજરાતના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ એટલે કે MSME ક્ષેત્રને વધુ સુવ્યવસ્થિત અને ડેટા આધારિત બનાવવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયની ‘Raising and Accelerating MSME Performance (RAMP)’ યોજના અંતર્ગત ગુજરાત સરકારના MSME કમિશનરેટ દ્વારા ‘PM ગતિ શક્તિ પોર્ટલ સાથે મેન્યુફેક્ચરિંગ MSMEનું મેપિંગ’ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ રાજ્યમાં કાર્યરત મેન્યુફેક્ચરિંગ MSME એકમોની સ્થિતિ, સ્થાન અને સંબંધિત માહિતીનો સુવ્યવસ્થિત તથા સંકલિત ડેટાબેઝ તૈયાર કરવાનો છે. તેના માટે ‘ઉદ્યોગ પોર્ટલ’ પર નોંધાયેલા મેન્યુફેક્ચરિંગ MSME એકમોનું GIS આધારિત જિયો-ટેગિંગ અને મેપિંગ કરવામાં…