‘જ્યારે હું ટીમ સાથે હતો…’, અફઘાનિસ્તાનની ઐતિહાસિક જીત બાદ અજય જાડેજાનું નિવેદન વાયરલ
અફઘાનિસ્તાને બુધવારે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાયેલી રોમાંચક ગ્રુપ બી મેચમાં ઈંગ્લેન્ડને આઠ રનથી હરાવીને ઐતિહાસિક જીત નોંધાવી અને 2025ની ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયનને બહાર કરી દીધા. અઝમતુલ્લા ઓમરઝાઈએ ICC ODI ટૂર્નામેન્ટમાં અફઘાનિસ્તાન માટે શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન કર્યું હતું. તેણે 58 રનમાં 5 વિકેટ લીધી હતી અને ટીમને ઈંગ્લેન્ડ સામે જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ મેચમાં બંને ટીમોએ 642 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાને 7 વિકેટ ગુમાવીને 325 રન બનાવ્યા હતા અને ઈંગ્લેન્ડનો સ્કોર 317 હતો. ટૂર્નામેન્ટના ઈતિહાસમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચમાં સૌથી વધુ રન 707 હતા. વર્ષ 2017માં ભારત વિરુદ્ધ શ્રીલંકા મેચમાં 643 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાનની જીત બાદ અફઘાનિસ્તાનના પૂર્વ મેન્ટર અજય જાડેજાએ પ્રતિક્રિયા આપી છે. અજય જાડેજાએ કહ્યું કે,…







