મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સ્વાતંત્ર્ય દિવસ સંદેશ: ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત 2047’નો સંકલ્પ
80મા સ્વાતંત્ર્ય દિવસની પૂર્વસંધ્યાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી. પોતાના પ્રજાજોગ સંદેશમાં તેમણે રાષ્ટ્રહિતને સર્વોપરી રાખીને ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત 2047’ના નિર્માણમાં ગુજરાતની ભૂમિકા વધુ મજબૂત બનાવવા આહ્વાન કર્યું હતું. મુખ્યમંત્રીએ સ્વતંત્રતા માટે બલિદાન આપનાર નામી-અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓને નમન કરીને તેમના ત્યાગ, તપસ્યા અને બલિદાનને યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું કે આઝાદીના આઠ દાયકા પૂર્ણ કરીને ભારત હવે સ્વતંત્રતાની શતાબ્દી તરફ આગળ વધી રહ્યું છે. આ યાત્રામાં દેશના ગૌરવ અને સ્વાભિમાનને જાળવીને ભારતને વિશ્વમાં વધુ મજબૂત સ્થાન અપાવવાની જવાબદારી દરેક નાગરિકની છે. 2035 ગુજરાત માટે મહત્વનું વર્ષ ભૂપેન્દ્ર પટેલે પોતાના સંદેશમાં 2035ના વર્ષને ગુજરાત માટે વિશેષ ગણાવ્યું હતું. 2047માં ભારતની આઝાદીની શતાબ્દી ઉજવાશે, તે પહેલાં 2035માં ગુજરાત રાજ્યની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ…
ગરવી ગુર્જરીની પહેલથી વિધાનસભા સંકુલ બન્યું ગુજરાતની કલાસંપદાનું ગૌરવમય કેન્દ્ર
ગુજરાતની પ્રજાનું પ્રતિનિધિત્વ કરતી ગુજરાત વિધાનસભા હવે ગુજરાતના પ્રાચીન, પરંપરાગત અને સમૃદ્ધ સાંસ્કૃતિક કલા વારસાનો અરીસો બની છે. આગામી તા. 16 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા બજેટ સત્ર પહેલા ગુજરાત વિધાનસભા સંકુલ રાજ્યની પરંપરાગત તથા સાંસ્કૃતિક કલા-કારીગરીના રંગે રંગાઈ ગયું છે. બજેટ સત્રમાં આવનાર પ્રજાના પ્રતિનિધિઓ તથા અતિથિઓ અને મુલાકાતીઓ માટે વિધાનસભા સંકુલની ભીંતો પર કંડારાયેલી અમદાવાદી માતાની પછેડી, કચ્છી મડ મિરર વર્ક તથા આદિવાસી વારલા કલાની લોક કલાકૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ વિઝનને સાકાર કરવામાં અગ્રેસર વિધાનસભાના માનનીય અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી દ્વારા રાજ્યની પરંપરાગત કલા-કારીગરીને પ્રજાના પ્રતિબિંબ સમાન વિધાનસભા સંકુલમાં સ્થાન આપી એક નવતર પગલું ભરવામાં આવ્યું છે. આ પગલું સમગ્ર રાજ્યની પરંપરાગત કલા સંસ્કૃતિ તથા તેની સાથે જોડાયેલા હજારો…
પ્રજાસત્તાક પર્વ પરેડમાં ગુજરાતનો ડંકો: સતત ચોથી વખત ‘પોપ્યુલર ચોઈસ’માં પ્રથમ સ્થાન, એવોર્ડ કરાયો એનાયત
77માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નવી દિલ્હીના કર્તવ્ય પથ ખાતે યોજાયેલી પરેડમાં ગુજરાતના ટેબ્લોને સતત ચોથી વખત ‘પોપ્યુલર ચોઈસ કેટેગરી’માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરવા બદલ આજરોજ વિધિવત્ રીતે ટ્રોફી અને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. આજરોજ નવી દિલ્હીના રાષ્ટ્રીય રંગશાળા શિબિર ખાતે યોજાયેલા પારિતોષિક વિતરણ સમારોહમાં કેન્દ્રિય રાજ્ય રક્ષામંત્રી સંજય સેઠના હસ્તે આપવામાં આવેલી આ ટ્રોફી અને પ્રમાણપત્રનો ગુજરાત રાજ્ય વતી મુખ્યમંત્રીના અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે અને માહિતી કમિશનર કિશોર બચાણીએ સ્વીકાર કર્યો હતો. આ સાથે જ ટેબ્લો નિર્માણની પ્રક્રિયા સમયે રાષ્ટ્રીય રંગશાળા ખાતે યોજાયેલી વિવિધ રાજ્યોના કલાકારો દ્વારા સાંસ્કૃતિક નૃત્યોની સ્પર્ધામાં ગુજરાતના નૃત્યને પ્રોત્સાહક ઈનામ પ્રાપ્ત થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ‘સ્વતંત્રતા કા મંત્રઃ વંદે માતરમ’ વિષય આધારિત ચાલુ વર્ષનો ટેબ્લો ગુજરાત સરકારની માહિતી…
રાજકોટના છાપરામાં ફૂડ પાર્ક થયું લોન્ચ : ભારતના ફૂડ પ્રોસેસિંગ નકશામાં સૌરાષ્ટ્રને મજબૂત સ્થાન અપાવશે ફૂડ પાર્ક
ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ માટેની નોડલ એજન્સી, ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) દ્વારા રાજકોટના છાપરા ગામમાં સ્થાપિત થનારા નવા એગ્રો ફૂડ પાર્કનું અનાવરણ થતાં સૌરાષ્ટ્રના કૃષિ ઉદ્યોગ ક્ષેત્રમાં એક નવા યુગની શરૂઆત થવા જઈ રહી છે. આ પહેલ રાજ્યના કૃષિ અને ખાદ્ય પ્રક્રિયા ક્ષેત્રની હાલની મૂલ્ય શૃંખલાને મજબૂત કરવા અને નોંધપાત્ર રોકાણ આકર્ષવા માટે ગુજરાત સરકાર દ્વારા એક વ્યૂહાત્મક પગલું છે. GIDC ગુજરાતના ઔદ્યોગિક વસાહતોમાં ઉદ્યોગોની વ્યવસ્થિત સ્થાપના અને સંગઠન સુનિશ્ચિત કરવા જરૂરી માળખાકીય સુવિધાઓ જેમકે, રસ્તા, પાણી, વીજળી, વેરહાઉસ, તાલીમ કેન્દ્રો, કલ્વર્ટ, ઓવરબ્રિજ જેવી આધુનિક ટેક્નોલોજીની સાથોસાથ ઉદ્યોગક્ષેત્રનું સુઘડ સંગમ આ ફૂડ પાર્ક દ્વારા સાકાર થવાનો છે. ગુજરાત આજે દેશના ખાદ્ય પ્રોસેસિંગ ક્ષેત્રમાં અગ્રણીઓમાં સ્થાન ધરાવે છે. કેળા, બટાટા, બાજરી અને ભીંડા જેવા પાકોના કુલ 20…
આજે છે 1લી મે: એક હતા બે રાજ્ય થયું આંદોલન અને આ રોતે મેળવ્યો ભરોસો ગુજરાતનો
ગુજરાત આજે 65મો સ્થાપના દિવસ ઊજવી રહ્યો છે. 1 મે, 1960ના રોજ ગુજરાતને મહારાષ્ટ્રથી અલગ કરી નવું રાજ્ય બનાવાયું હતું. ભાષાના આધારે થયેલા પુનર્ગઠન પછી ગુજરાતી ભાષા બોલનારા વિસ્તારોને એકત્ર કરીને ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી. અમદાવાદ રાજ્યની પહેલી રાજધાની રહી, ત્યારબાદ 1970માં નવી રાજધાની ગાંધીનગરમાં ખસેડવામાં આવી. પૌરાણિક અને ઐતિહાસિક ગુજરાત ગુજરાતનો ઇતિહાસ પૌરાણિક યુગથી જોડાયેલો છે. મહાભારતના યુગમાં શ્રીકૃષ્ણ દ્વારા દ્વારિકા નગરીની સ્થાપના, યાજ્ઞવલ્કય ઋષિનો નર્મદા કાંઠે વાસ, અને ગિરનાર-સોમનાથ જેવા પવિત્ર સ્થળો ગુજરાતના આધ્યાત્મિક વારસાને દર્શાવે છે. વૈદિક કાળમાં ગુજરાતને “આનર્ત દેશ” તરીકે ઓળખવામાં આવતું. સિંઘુ ખીણ સંસ્કૃતિના મુખ્ય સ્થળો ધોળાવીરા અને લોથલ ગુજરાતના ઐતિહાસિક ગૌરવના જીતી જીવીતા પુરાવા છે. અહીંથી મળેલા અવશેષો અને જળસંગ્રહ વ્યવસ્થાઓ પ્રાચીન ભારતની સંરચનાત્મક સમૃદ્ધિને દર્શાવે છે. સ્વતંત્ર…











