Earthquake: વાવની ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર નોંધાઈ 3.4ની તીવ્રતા

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ભૂકંપના આંચકાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ દરમિયાન ગઈકાલે મોડી રાત્રે 3:35 કલાકે વાવમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. હાલમાં ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયાના સમાચાર નથી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) અનુસાર, ભૂકંપની તીવ્રતા 3.4 માપવામાં આવી હતી. વાવમાં મોડી રાત્રે આવેલ ભૂકંપથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે ભૂકંપની તીવ્રતા ઘણી ઓછી હતી. ગાંધીનગર સ્થિત ISRએ જણાવ્યું હતું કે ભૂકંપ મોડી રાત્રે 3.35 વાગ્યે નોંધાયો હતો, તેનું કેન્દ્ર વાવથી 27 કિમી દૂર નોંધાયું હતું. ભૂકંપથી લોકોમાં ભયનો માહોલ છવાયો છે. જોકે રાહતની વાત તો એ છે કે, હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. મે મહિનાની શરૂઆતના પ્રથમ ત્રણ દિવસમાં જ રાજ્યમાં બે ભૂકંપના આંચકા અનુભવાયા છે.…

BANASKANTHA : ગુજરાતનો વધુ એક જીલ્લો બન્યો થરાદ, સત્તાવાર જાહેરાત આજે 4:00 કલાકે થશે

ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષામાં કેબીનેટની બેઠક મળી જેમાં બનાસકાંઠાનાં જિલ્લાનાં વિભાજન અંગે ચર્ચા કરવામાં આવી. ચર્ચા બાદ મહત્વનો નિર્ણય લેવાયો છે. બનાસકાંઠામાંથી વાવ-થરાદ જિલ્લાનું વિભાજન કરવામાં આવશે. ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં ચર્ચાવિમર્શ પછી બનાસકાંઠાના વિભાજનની મંજૂરી આપી દેવાઈ છે. જો કે આ નિર્ણયની આખરી જાહેરાત મુખ્યમંત્રી દ્વારા સાંજ સુધીમાં થશે.     હવે રાજ્યમાં 33ની જગ્યાએ 34 જિલ્લા:      સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પાછલા ઘણા સમયથી નવા જિલ્લાની જાહેરાતને લઇને અટકળો ચાલી રહી હતી. ત્યારે નવા વર્ષના પ્રથમ દિવસે ગુજરાતીઓને નવા જિલ્લાની ભેટ મળી શકે છે. થરાદ નાયબ કલેક્ટરે ભૌગોલિક અને સામાજિક દ્રષ્ટિએ થરાદ જિલ્લો બનવાને લાયક હોવાનો રિપોર્ટ ગુજરાત સરકારને મોકલ્યો હતો.હાલ બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકા છે, જેમાંથી હવે 8 તાલુકાઓનો થરાદ જિલ્લામાં સમાવેશ…