કોલંબિયામાં લેન્ડિંગના 11 મિનિટ પહેલા વિમાન ક્રેશ, સાંસદ સહિત 15 લોકોના મોત
કોલંબિયામાં બુધવારે એક ભયાનક વિમાન દુર્ઘટનામાં સાંસદ સહિત તમામ 15 લોકોના કરુણ મોત નિપજ્યા છે. કુકુટાથી ઓકાણા જઈ રહેલું ‘Beechcraft 1900’ કોમર્શિયલ વિમાન ઉડાન બાદ રહસ્યમય રીતે રડાર પરથી ગાયબ થઈ ગયું હતું. રાજ્ય એરલાઇન SATENA મુજબ, વિમાન બુધવારે સવારે 11:42 વાગ્યે ઉડાન ભર્યા બાદ લેન્ડિંગના માત્ર 11 મિનિટ પહેલા રડાર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. વિમાનનો છેલ્લો સંકેત કૅટટુમ્બો (Catatumbo) વિસ્તાર ઉપર નોંધાયો હતો, ત્યારબાદ તાત્કાલિક સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. દુર્ગમ પહાડી વિસ્તારમાં મળ્યો કાટમાળ ઘણા કલાકોની શોધખોળ બાદ બચાવ ટીમોને કૅટટુમ્બોના અત્યંત દુર્ગમ અને પહાડી વિસ્તારમાં વિમાનનો કાટમાળ મળી આવ્યો. સ્થાનિક મીડિયા અને એરલાઇન સત્તાવાળાઓએ પુષ્ટિ કરી છે કે વિમાનમાં સવાર તમામ 13 મુસાફરો અને 2 ક્રૂ મેમ્બર્સ સહિત કુલ…
રાજસ્થાન: હાઈવે પર ઊંટ કારની છત તોડી અંદર ઘૂસ્યો, ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મોત
રાજસ્થાનના હાઈવે પર રાત્રિના સમયે એક અદ્વિતીય અને હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે, પૂરપાટ ઝડપે આગળ વધી રહેલી કારને અચાનક એક મહાકાય ઊંટ ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયંકર હતી કે ઊંટ હવામાં ઉછળીને સીધું કારની છત પર પડી અને છત તોડી અંદર ઘૂસ્યો. આ ભયાનક અકસ્માતમાં કાર ચલાવી રહેલા ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું હતું. કાડવામાં આવ્યું કે ઊંટનું અડધું શરીર કારની અંદર અને અડધું બહાર ફસાયેલું હતું. કારની અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી, અને અંતે જસીબી મશીનની મદદથી ઊંટને બહાર કાઢવામાં આવ્યું. અકસ્માતમાં કારમાં સવાર અન્ય બે બાળકો સહિત કુલ ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં…
સુરતના ઓલપાડમાં લિફ્ટ દુર્ઘટના, બે યુવા કામદારોનાં કરુણ મોત
સુરતના ઓલપાડ તાલુકાના સાયણ ગામમાં આજે દુઃખદ ઘટના સર્જાઈ હતી. સાયણના આદર્શ નગર–2 વિસ્તારમાં આવેલા અખંડદીપ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પાંચમા માળે કામ દરમિયાન લિફ્ટ તૂટી પડતાં બે પરપ્રાંતીય કામદારોનાં કરુણ મોત થયા છે। આ અકસ્માત ત્યારે બન્યો જ્યારે કામદારો લિફ્ટ મારફતે સામાન નીચે ઉતારી રહ્યા હતા. અચાનક લિફ્ટનો તાંતો તૂટી જતા લિફ્ટ સીધી પડી ગઈ હતી. ઘટનામાં રિકી મહંતો અને કિશન નામના બે યુવા કામદારોનું ઘટનાસ્થળે જ મોત થયું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. બન્ને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ લિફ્ટની ટેકનિકલ ખામી અથવા નિયમિત મેન્ટેનન્સના અભાવને કારણે અકસ્માત થયો હોવાની શક્યતા છે. Follow us On Social Media YouTube…
પેરુમાં ભયાનક માર્ગ અકસ્માત : પેસેન્જર બસ ખીણમાં ખાબકી, 37 ના મોત
દક્ષિણ પેરુમાંથી એક દિલ દહોળી દેતી ઘટના સામે આવી છે. બુધવારે વહેલી સવારે એક પેસેન્જર બસ 200 મીટર ઊંડી ખીણમાં ખાબકી, જેમાં ઓછામાં ઓછા 37 લોકોનાં મોત થયા છે અને 13 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સ્થાનિક રેડિયો RPP મુજબ, બસ એક પિકઅપ ટ્રક સાથે અથડાયા પછી વળાંક પરનો કાબૂ ગુમાવી બેસી હતી અને સીધી ઓકોના નદીની ખીણમાં ખાબકી ગઈ હતી. બસ ચલા શહેર (ખાણકામ વિસ્તાર)થી અરેક્વિપા તરફ જઈ રહી હતી. પેરુમાં આવા માર્ગ અકસ્માતો નવી બાબત નથી. ગયા થોડા મહિનાઓમાં જ આવા અનેક અકસ્માતો થયા છે. – ઓગસ્ટમાં હાઇવે પર બસ પલટી જતાં 10 લોકોના મોત થયા હતા. – જુલાઈમાં, લીમાથી એમેઝોન વિસ્તાર જતી બસના અકસ્માતમાં 18 લોકોના મોત અને 48 લોકો ઘાયલ થયા…
તુર્કીયેનું લશ્કરી વિમાન જ્યોર્જિયામાં થયું ક્રેશ, 20 લોકોના મોતની આશંકા
મંગળવારે તુર્કીયેનું C-130 લશ્કરી કાર્ગો વિમાન જ્યોર્જિયામાં ક્રેશ થયું હોવાની માહિતી સામે આવી છે. આ વિમાન અઝરબૈજાનથી ઉડાન ભરી રહ્યું હતું અને તેમાં આશરે 20 લોકો સવાર હતા. હાલ બચાવ કામગીરી ચાલુ છે, પરંતુ અહેવાલો મુજબ તમામ 20 લોકોના મૃત્યુ થયાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યોર્જિયાના પૂર્વ કાખેતી વિસ્તારમાં થયું અકસ્માત અહેવાલો મુજબ વિમાન તુર્કીયે–અઝરબૈજાન સરહદ નજીક જ્યોર્જિયાના કાખેતી પ્રદેશમાં ક્રેશ થયું હતું. વિમાનમાં તુર્કીયે અને અઝરબૈજાન બંને દેશોના નાગરિકો હોઈ શકે છે, જોકે આ અંગે સત્તાવાર પુષ્ટિ હજી સુધી થઈ નથી. તુર્કીયેના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોઆને આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને શહીદોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઈલ્હમ અલીયેવે પણ એર્દોઆન સાથે વાત કરીને દુઃખ વ્યક્ત કર્યું…
મોઝામ્બિક બોટ દુર્ઘટના: 3 ભારતીય નાગરિકોના દુખદ અવસાન, 1 ઘાયલ, 5 બચાવાયા
ઇસ્ટ આફ્રિકાના દેશ મોઝામ્બિકમાં એક ગંભીર બોટ દુર્ઘટના સર્જાઈ છે, જેમાં ત્રણ ભારતીય નાગરિકોનો દુખદ અવસાન થયો છે અને એક વ્યક્તિ ઘાયલ થયો છે. દુર્ઘટના મોઝામ્બિકના બીરા પોર્ટ નજીક ગુરુવારે બની હતી, જ્યારે એક લોન્ચ બોટ ટેન્કર પર કાર્યરત ક્રુ મેમ્બર્સને લઈ જઈ રહી હતી. આ દુર્ઘટનાની પૃષ્ટિ ભારતીય હાઈ કમિશને શનિવારે કરી હતી. બોટ પલટી જતાં 3 ભારતીયોનો લેવાયો ભોગ બોટમાં કુલ 14 ભારતીય નાગરિક સવાર હતા. યાત્રા દરમિયાન બોટ અચાનક પલટી ગઈ હતી. હજુ સુધી દુર્ઘટનાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી અને મામલે તપાસ ચાલુ છે. સ્થાનિક તંત્ર અને પોર્ટ અધિકારીઓ દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં પાંચ નાગરિકોને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે એક વ્યક્તિને ઈજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં…













